આ 7 પ્રાણીઓ જ્યારે સુતા હોય ત્યારે ભૂલથી પણ ના જગાડો, નહીં તો જશે તમારો જીવ

આ ૭ પ્રાણીઓને સુતા હોય તો ભૂલથી પણ ન જગાડો, નહી તો તમારો જીવ પણ જઈ શકે છે : ચાણક્ય

image source

ચંદ્રગુપ્ત મૌર્ય જેવા બાળકને અખંડ ભારતનો સમ્રાટ બનાવનારા ચાણક્ય પોતાના એક શ્લોકમાં એવા સાથ પ્રાણીઓ વિશે કહે છે કે જો તેઓ સુઈ રહ્યા હોય તો એમને જગાડવા ન જોઈએ. એમના જાગવાથી વ્યક્તિને મોતની સજા પણ મળી શકે છે.

अहिं नृपं च शार्दूलं बरटिं बालकं तथा।

परश्वानं च मूर्खं च सप्त सुप्तान्न बोधयेत्।।

ચાણક્ય કહે છે કે…

image source

– કોઈ પણ રાજાને ઊંઘમાંથી ક્યારેય ઉઠાડવા જોઈએ નહિ, કારણ કે ઊંઘની વચ્ચે જાગવાથી રાજાને ગુસ્સો પણ આવી શકે છે. જો રાજાને ગુસ્સો આવી જાય તો એ જગાડનારને મોતની સજા પણ આપી શકે છે. જો કે આ વાત ચાણક્યએ રાજા-મહારાજા સમયના સાશન કાળમાં કહી હતી પણ એને આજના સંદર્ભમાં જોડીને ઓઅન જોઈ શકાય છે.

– સિંહ પણ જંગલનો રાજા ઘણાય છે, અને સિંહ હિંસક પશુ ગણાય છે. એટલે સિંહ જ્યાં સુધી સૂતેલો હોય એટલું જ સારું. સુતેલા સિંહને જગાડવાની ભૂલ એ જાતે રહીને પોતાના મૃત્યુને બોલાવવા જેવી ભૂલ ગણી શકાય. આમ સિંહને ક્યારેય ભૂલથી પણ ઊંઘમાંથી ઉઠાડવો જોઈએ નથી, એવી કોશિશ પણ ન કરવી જોઈએ.

image source

– સાંપ એક ઝેરી જીવ છે. એટલે ચાણક્ય કહે છે કે સ્થિર થયેલા અથવા સુતેલા સાપને જગાડવો પણ તમારા મોતનું કારણ બની શકે છે.

– બાળકો માટે પણ ચાણક્ય આ જ વાક્ય કહે છે. બાળકો જીદ્દી અને પોતાની જીદ પૂરી કરાવનારા માનવામાં આવે છે. બાળકોની જીદને સૌથી મોટી જીદ ગણવામાં આવે છે, એટલે ચાણક્ય કહે છે કે બાળક જો સુતા હોય તો એમને કારણ વગર જગાડવા જોઈ નહિ. કારણ કે ઊંઘમાંથી ઉઠતા જ એ કોઈ જીદ પકડી શકે છે, એવામાં તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.

image source

– એવા પશુઓ વિષે પણ ચાણક્ય કહે છે જેઓ હિંસક હોય છે. એવા પ્રાણીઓ જો સુતા હોય તો એવા સમયે એમને જગાડવા જોઈએ નહિ. શક્યતા છે કે ઊંઘમાંથી ઉઠીને તેઓ ગુસ્સે થાય અને તમારા પર જ હમલો કરી બેસે.

– પ્રાણીઓ અને અન્ય જીવો પછી ચાણક્ય મુર્ખ માણસોને પણ આ કક્ષામાં મુકે છે. તેઓ કહે છે કે મુખ વ્યક્તિ પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. કારણ કે મુર્ખ વ્યક્તિને સમજાવવું એ ભેંસ સામે ભાગવત કરવા જેવું છે. જો કોઈ મુર્ખ વ્યક્તિ ઊંઘમાંથી ઉઠી જાય તો એ પણ અમુક સંજોગોમાં તમારા માટે મુશ્કેલી બની જાય છે.

image source

– વીંછી જેવા ડંખ મારતા ઝેરીલા જીવો બાબતે પણ ચાણક્ય કહે છે કે વીંછી જેવા જીવોને ઊંઘમાંથી ઉઠાડવા જોઈએ નહિ. એવામાં તમારો જીવ પણ જઈ શકે છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત