એક યુટ્યૂબના વીડિયોએ બદલી જિંદગી, શરુ કર્યું આવું કામ અને થઈ ગયો માલામાલ, આજે મહિને આટલા કમાય છે!

સોશિયલ મીડિયા ઘણા લોકો માટે શાપ તો ઘણા લોકો માટે આશીર્વાદ બની રહ્યા છે. આપણી પાસે એવા ઘણા ઉદારહરણો છે જેમાં આપણે એ વાત જોવા મળી છે. જેમ કે રાનુ મંડલ. એવી જ રીતે આજે જે શખ્સની વાત કરવી છે એની સ્ટોરી પણ કંઈક હટકે છે. આ માણસને યુટ્યૂબમાંથી આઇડિયા આવ્યો અને પાડોશીઓ પાસેથી ઉધાર લઈને ઘરના એક રૂમમાંથી મસાલા પેક કરવાનું કામ શરૂ કર્યું હતું. એનું પરિણામ આજે દર મહિને 45 હજાર રૂપિયા કમાય છે. તો આવો જાણીએ જયપુરના અમિત કુમાર પારીકની કહાની. તેમની પાસે કોઈ કામ ન હતું. દિવસ-રાત એક જ વાત વિચારતો કે એવું શું કરીએ કે ઘરમાં બે પૈસાની કમાણી થાય.

image source

હું આનું માર્કેટિંગનું કામ શરૂ કરી લઉં

અમિત પારીકની બાજુમાં જ પવન પારીકની દુકાન હતી. તેમની દુકાનમાં મસાલાના પેકેટ્સ આવતાં હતાં. એને જોઈને અમિતે અનેક વખત પવનને કહ્યું હતું કે યાર, હું આનું માર્કેટિંગનું કામ શરૂ કરી લઉં. તેઓ યુટ્યૂબ પર પણ બિઝનેસના નવા નવા આઈડિયા શોધતા હતા. એક દિવસ તેને કામકાજી ડોટકોમ નામની એક યુટ્યૂબ ચેનલ પર મસાલા પેકિંગ કઈ રીતે થાય છે એની જાણકારી મળી. અમિતે ચેનલમાં આપવામાં આવેલા નંબર પર ફોન કર્યો તો તેમણે અમિતને કન્સલ્ટેશન આપવાની સાથે તેમને જયપુરના બે લોકોના નંબર આપ્યા, જે બ્લિસ્ટર પેકિંગ મશીન સપ્લાઇ કરતા હતા. અમિત તેમની પાસે પહોંચી ગયો. તેમણે જણાવ્યું કે આ મશીન 65 હજાર રૂપિયાનું છે. એક કલાકમાં સવા સોથી દોઢ સો પીસ તૈયાર કરે છે.

image source

10 હજાર રૂપિયા જ હતા અને મશીન 65 હજારનું હતું

પરંતુ આ બધાની વચ્ચે હવે મુશ્કેલી એ હતી કે અમિતની પાસે માત્ર 10 હજાર રૂપિયા જ હતા અને મશીન 65 હજારનું હતું. તેમણે પોતાના સંબંધીઓ અને કેટલાક મિત્રો પાસેથી પૈસા ઉધાર લીધા અને મશીન ખરીદી લીધું. મશીનની સાથે કમ્પ્રેશર પણ આવ્યું હતું. હવે પેકિંગ મટીરિયલ ખરીદવાનું હતું, જેમાં બ્લિસ્ટર (જેમાં મટીરિયલ ભરવાનું હતું) અને એને પેક કરવા માટે એક પેપરની જરૂર હતી. અમિતે નક્કી કર્યું કે તે પોતાના દીકરાના નામથી પેપર પ્રિન્ટ કરાવશે. એક પેપરની પ્રિન્ટિંગ કોસ્ટ 2 રૂપિયા 55 પૈસા હતી. તો એક બ્લિસ્ટર શીટની કિંમત સાડાચાર રૂપિયા હતી.

image source

95 હજાર રૂપિયાનું રોકાણ થઈ ગયું

ફરીથી અમિતને અહીં પણ ત્યારે મુશ્કેલી પડી જ્યારે મેન્યુફેક્ચર્સે કહ્યું હતું કે ઓછામાં ઓછા ચાર હજાર પીસનો ઓર્ડર આપવો પડશે, ત્યારે જ કામ કરી શકીશું. આનાથી ઓછા ઓર્ડરમાં મશીન ચલાવવાનું મોંઘું પડે છે. અમિતે ફરીથી કેટલાક લોકો પાસેથી નાણાકીય મદદ માગી. બધું મટીરિયલ ખરીદવામાં 30થી 35 હજાર રૂપિયાનો ખર્ચો થયો. આ રીતે કામ શરૂ થતાં પહેલાં જ લગભગ 95 હજાર રૂપિયાનું રોકાણ થઈ ગયું. હવે પેકિંગ મશીન અને પેપર તો આવી ગયાં હતાં, પરંતુ એમાં જે મટીરિયલ ભરવાનું હતું એ આવ્યું ન હતું.

image source

વધુ એક પાડોશી અગ્રવાલજીએ કરી મદદ

ત્યારબાદ વાત કરીએ તો અમિતે લવલી, એલચી, સૂંઠ, બદામ, કિસમિસ જેવી 11 પ્રોડક્ટસને પેક કરવાનું વિચાર્યું હતું. મટીરિયલમાં અમિતની મદદ કરી તેના વધુ એક પાડોશી અગ્રવાલજીએ. તેમણે અમિતને ઉધારી પર મટીરિયલ અપાવ્યું અને જણાવ્યું કે કેટલું ભરવાનું છે, કેમ કે તેમને કરિયાણાની દુકાન હતી અને તેમને આ કામનો અનુભવ પણ હતો. જે બાદ અમિતે ઘરમાં જ પેકિંગનું કામ શરૂ કરી દીધું.

ઘરના લોકો અમિત સાથે જોડાયા

image source

ઘરના લોકો પણ અમિત સાથે જોડાયા. અમિતનાં માતા-પિતા અને દીકરો પણ તેમની સાથે કામમાં મદદ કરવા લાગ્યાં. પત્ની ઘરનું કામકાજ કરે છે. મા બ્લિસ્ટરમાં મટીરિયલ ભરે છે. અમિત મશીનમાં એને પેક કરે છે. દીકરો પેકેટ્સને એક જગ્યાએ રાખે છે. ખાસ વાત એ હતી કે તેઓ ક્યારેય પોતાની પ્રોડક્ટસને વેચવા માટે માર્કેટમાં નથી ગયા, પરંતુ તેમણે આજુબાજુ એમ જણાવી દીધું કે મારી પાસે આ પ્રોડક્ટસ તૈયાર છે, કોઈને માર્કેટિંગ કરવું હોય તો જણાવે.

મહિને 40થી 45 હજાર રૂપિયાની કમાણી થઈ

image source

શરૂઆતમાં એક-બે સેલ્સમેન આવ્યા. તેમની સાથે એવી ડીલ થઈ કે એક પેકેટ પર 10 રૂપિયા કમિશન મળશે. અમિત કહે છે કે મેં પેકેટ એ રીતે તૈયાર કર્યા હતા કે પાંચથી સાત રૂપિયાનો ફાયદો મને મળે અને દશ રૂપિયા ડોર ટુ0 ડોર જઈને પ્રોડક્ટ વેચનાર સેલ્સમેનને મળે. શરૂઆતના બે-ત્રણ મહિના સુધી સો-સવા સો પેકેટ જ વેચાતાં હતાં, જે બાદ ધીમ-ધીમે વેચાણ વધ્યું. લોકડાઉનમાં તો ઘણું જ કામ મળ્યું. પેકેટની સંખ્યા ચારસો સુધી પહોંચી ગઈ હતી, પરંતુ હાલ કામકાજ ડાઉન છે. સોથી સવા સો પેકેટ જ વેચાય રહ્યાં છે. અમિત કહે છે, છેલ્લા દોઢ વર્ષમાં સરેરાશ કમાણીની વાત કરવામાં આવે તો મહિને 40થી 45 હજાર રૂપિયાની કમાણી થઈ છે. અમિતે હવે વાસણ સાફ કરવાનું સ્ક્રબ બનાવવાનું મશીન પણ ખરીદી લીધું છે, જે સાડાત્રણ લાખ રૂપિયામાં આવ્યું છે. આ મશીનમાં સ્ક્રબ તૈયાર કરવામાં આવશે. એનું પેકિંગ પણ મસાલાવાળા મશીનથી જ થઈ જાય છે.

એક કલાકમાં સવાસો પેકેટ તૈયાર થઈ જાય

image source

અમિતે વધુમાં કહે છે, જેમની પાસેથી પૈસા લીધા હતા તેમને પરત કરી દીધા છે. હવે મારી પાસે પોતાના મશીન છે. સ્ક્રબનું કામ એક માસ પહેલાં જ શરૂ થયું છે, હવે મટીરિયલ માર્કેટમાં જશે, ત્યારે એનો રિસ્પોન્સ કેવો મળે છે એની જાણ થશે. મસાલા પેકિંગનું કામ સવારે બે કલાકમાં જ પૂર્ણ કરી લઉં છું. એક કલાકમાં સોથી સવાસો પેકેટ તૈયાર થઈ જાય છે, જે બાદ સેલ્સમેન તેને ઘરથી જ લઈ જાય છે, બાકીનો ટાઈમ બિઝનેસને કઈ રીતે આગળ વધારવો એના પ્રયત્નોમાં વ્યસ્ત હોઉં છું. ત્યારે હાલમાં લોકો આ ભાઈમાંથી પ્રેરણા લઈ રહ્યા છે કે સોશિયલ મીડિયા માત્ર સમય પસાર કરવા માટે નથી. એમાંથી તમે પૈસા પણ કમાઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત