ભારતના ઈતિહાસમાં પ્રથમવાર જવાનો સાથે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ, જુઓ તસવીરો

આજે ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી. ત્યારે ભારતના લોકોમાં એક અલગ જ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવે છે કે ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે. જેમા 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિયો છે. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની સંરચના કેટલાક અપવાદો ઉપરાંત સંઘીય છે.

પણ હાલમાં સરકાર દ્વારા 3 નવા કૃષિ કાયદા લાવવામાં આવ્યા છે અને આ કાયદાને લઈ હાલમાં મોટી બબાલ ચાલી રહી છે. ખેડૂતોનું આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચથી વાતાવરણ તંગ થઈ ગયું છે. ખેડૂતો બેરિકેડ તોડીને લાલ કિલ્લા પર પહોંચી ગયા છે અને ત્યાં તેમણે ખાલસા પંથનો ઝંડો પણ લહેરાવી દીધો છે જેના ફોટો અને વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યા છે.

આ સિવાય જો વાત કરવામાં આવે તો ખેડૂતોનું એક ગ્રૂપ ઈન્ડિયા ગેટ તરફ આગળ વધી રહ્યું છે. લાલ કિલ્લા પર પણ ખરેખરનો જંગ જામ્યો હતો. જો કે ત્યાં તો ચડાઈ કરેલા ખેડૂતોને પોલીસે સમજાવટથી નીચે ઉતારી દીધા છે. તો બીજી બાજુ ITO પાસે ટ્રેક્ટર પલટી થવાના કારણે એક ખેડૂતનું મોત થયાના પણ સમાચાર સામે આવ્યા હતા.

જો કે આ પહેલા ખેડૂતોએ એવો દાવો કર્યો હતો કે તે શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે, પરંતુ જ્યારે તેમણે સમય પહેલાં રેલી કાઢી અને પોલીસે તેમને રોક્યા તો શાંતિ દેખાઈ ન હતી અને તેઓ ગુસ્સે થઈ ગયા હતા. વાત ત્યાં સુધી વણસી ગઈ હતી કે ખેડૂતોએ પોલીસના બેરિકેડ પણ તોડી નાખ્યા હતા.

આ પહેલાં પોલીસે ખેડૂતોને એક રૂટ આપ્યો હતો અને એ જ રૂટ પર રેલી કરવાનું કહ્યું હતું. પણ આ બધી બબાલ પછી પોલીસે જે રૂટ આપ્યો હતો તે પણ ખેડૂતોએ ફોલો કર્યો નહીં. ખેડૂતોનો એક જથ્થો લાલ કિલ્લા પર પહોંચી ગયો જ્યારે બીજો જથ્થો ઈન્ડિયા ગેટ પર આગળ વધ્યો હતો. વાત એટલે અટકી જતી નથી અને બીજી બાજુ ITO પાસે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હોવાના પણ અહેવાલ મળ્યા હતા અને ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

image source

આ પથ્થરમારો એટલો હિંસક હતો કે ઘણાં પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા. ખેડૂતોએ કોઈની પરવાનગી લીધા વગર જ દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડી દીધા હતા. જો કે સવારમાં એવા પણ સમાચાર મળ્યા હતા કે ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોકી લીધા હતા, ત્યાં તેમના પર ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પોલીસનો દાવો છે કે ખેડૂતોએ પાંડવનગર પોલીસ જથ્થા પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો.

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ પૂરી થઈ ગઈ હતી એ સમયની વાત કરવામાં આવે તો ત્યારે ખેડૂતોની ટ્રેક્ટર રેલી ઈન્ડિયા ગેટ પહોંચવાની હતી. ગાઝીપુરથી નીકળેલા ખેડૂતો ઈન્ડિયા ગેટથી 4 કિમી દૂર હતા. ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતો અને પોલીસ આમને-સામને થઈ ગયા હતા. ખેડૂતોએ ટીઅર ગેસના સેલ ઉપાડીને પોલીસ તરફ ફેંક્યા હતા એ વાત પણ ચર્ચાનો વિષય બની હતી.

image source

તો એક તરફ સિંધુ બોર્ડરથી સતત ટ્રેક્ટરો નીકળી રહ્યાં હોવાનો નજારો પણ જોવા મળી રહ્યો હતો. તો બીજી તરફ રસ્તામાં લોકો ટ્રેક્ટર પરેડનું સ્વાગત કરી રહ્યા છે. સ્વરૂપનગરમાં લોકોએ ખેડૂતો પર ફૂલ વરસાવ્યાં હતાં. આ જગ્યા સિંધુ બોર્ડરથી 14 કિમી દૂર છે. નાંગલોઈમાં લોકો ઢોલ વગાડતા અને નાચતા દેખાયા હતા.

image source

પોલીસે ખેડૂતોને જે રૂટ પર પરેડની મંજૂરી આપી હતી એ વિશે વાત કરીએ તો સિંધુ બોર્ડરની પરમિશન હતી કે જેમાં સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર, ડીટીયુ, શાહાબાદ ડેરી, બરવાલા, પુથ ખુર્દ, કંઝાવાલા, ટી પોઈન્ટ, બવાના ટી પોઈન્ટ, કંઝાવાલા ચોક, કુતુષગઢ, ઔચંદી બોર્ડર, ખરખોદા ટોલ પ્લાઝા.

અને ટીકરી બોર્ડર પર નાંગલોઈ, બપરોલા, નજફગઢ, ફિરની રોડ, ઝરોડા બોર્ડર, રોહતક બાયપાસ, અસોદા ટોલ પ્લાઝાની પરમિશન હતી તો એ જ રીતે ગાઝીપુર બોર્ડર પર અપ્સરા બોર્ડર, હાપુડ રોડ, ભોપુર, આઈએમએસ કોલેડ, લાલકુઆ, ગાઝીપુર બોર્ડરની પરમિશન સરકારે આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત