મોદી સરકાર 2.0નું એક વર્ષ પૂર્ણ: જોઇ લો આ 14 તસવીરોમાં તમે પણ
મોદી સરકાર ૨.૦ નું એક વર્ષ પૂર્ણ : ૧૨ મહિનાની આ ઐતિહાસિક ૧૪ તસ્વીર

આ ઐતિહાસિક તસ્વીર 23 મે 2019ના દિવસે લેવાયેલી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતશાહ ભાજપના હેડક્વાર્ટર કાર્યકર્તાઓને લોક્સભા ચુંટણીમાં ૩૦૩ બેઠકો સાથે મળેલ જીતના અભિનંદન આપવા માટે પહોચ્યા હતા.
લોકડાઉનની પુર્ણાહુતી અને અનલોકની જાહેરાત સાથે જ આજે ભાજપ સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું છે. આ સમયે ચુંટણી જીતવાથી લઈને પાછળના અઠવાડિયે અમ્ફાન વાવાઝોડાને લઈને તેઓ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે કરેલી મુલાકાત સુધીના સમયમાં કેમેરામાં કેદ થયેલી આ ૧૪ ઐતિહાસિક તસ્વીરો આપણને હમેશા યાદ રહેશે. તો આજે આપણે જાણીશું આ તસ્વીર અને એના પાછળની વાતો…
૧. મેન v/s વાઈલ્ડ –

12 ઓગસ્ટના દિવસે ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થયેલા મેન વર્સીસ વાઈલ્ડ શો સમયે લેવાયેલ આ તસ્વીરમાં નરેન્દ્ર મોદી અને બીયર ગ્રીલ સાથે જોવા મળી રહ્યા છે. આ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નવો જ અવતાર લોકોને જોવા મળ્યો હતો. આ શોનું શૂટ ઉતરાખંડમાં આવેલા જિમ કોરબેટ પાર્કમાં કરાયું છે જેનું ટેલિકાસ્ટ 180 દેશોમાં કરવામાં આવ્યું હતું.
૨. હાઉડી મોદી –

ગયા વર્ષે અમેરિકા હ્યુસ્ટન શહેરમાં 23 સપ્ટેમ્બરના દિવસે હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમેરિકામાં વસતા 50 હજારથી વધારે ભારતીયો પણ સામેલ થયા હતા. તેમ જ આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અમેરિકી નેતોઓએ પણ હાજરી આપી હતી.
૩. રાવણ દહન (દશેરા) –

ગયા વર્ષે 8 ઓક્ટોબરના રોજ લેવાયેલી આ તસ્વીરમાં મોદી તીર કમાન સાથે જોવા મળી રહ્યા છે. આ સમયે મોદીએ દ્વારકામાં બનેલા દશેરા મેદાનમાં આયોજિત થયેલા રાવણ દહન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
૪. જિનપિંગ અને મોદી –

મહાબલીપુરમની આ તસ્વીરમાં મોદી અને જિનપિંગ બંને સાથે બેસીને નારિયેળ પાણી પી રહ્યાં છે. ઓક્ટોબર મહિનામાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે અમદાવાદના સાબરમતી આશ્રમ સાથે જ તેઓ તામિલનાડું પણ આવ્યા હતા. ચેન્નાઈમાં વડાપ્રધાન મોદીએ તેમને ભારતના પ્રાચીન શહેર મહાબલીપુરમની મુલાકાત કરાવી હતી.
૫. મોર્નિંગ વોક : મહાબલીપુરમ –

મહાબલીપુરમ યાત્રા દરમિયાન મોદી જ્યારે સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, આ તસ્વીર ત્યારની છે. આ તસ્વીરમાં મોદી એક દરિયા કિનારા પર જોવા મળી રહ્યા છે. તેમના હાથમાં રહેલા એક્યૂપ્રેશર રોલર દ્વારા તેઓ હળવો વ્યાયામ કરે છે, એ એમની સહજ દિનચર્યા છે.
૬. સેલ્ફી વિથ આમીર શાહરૂખ –

આ તસ્વીર શાહરૂખ દ્વારા લેવામાં આવી છે, જેમાં મોદી આમીર ખાન અને શાહરૂખ ખાન સાથે જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે પોતાના નિવાસ્થાને મોદીએ બોલીવુડના સ્ટાર સાથે 19 ઓક્ટોબરના દિવસે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો હેતુ ગાંધીજીની 150મી જયંતીને કઈ રીતે યાદગાર બનાવવામાં આવે એ વિષયે ચર્ચા પર હતો. જો કે આ ચર્ચા બાદ એમણે સ્ટાર સાથે સેલ્ફી લીધી હતી.
૭. સરહદ પર દિવાળી –

આ તસ્વીર રજૌરીની છે, જેમાં મોદી સેનાના જવાનોને પોતાના હાથે મીઠાઈ ખવડાવી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ તસ્વીર ત્યારે લેવાઈ હતી, જયારે મોદી 27 ઓક્ટોબરના દિવસે દિવાળી મનાવવા માટે જમ્મુ કશ્મીરના રજૌરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી તેઓ દર વર્ષેની દિવાળી સેનાના જવાનો સાથે જ મનાવે છે.
૮. સૂર્યગ્રહણ –
આ તસ્વીર 26 ડિસેમ્બરે લેવાઈ છે, એ દિવસે ભારત ભરમાં લોકો સૂર્યગ્રહણને લઈને ઉત્સાહિત હતા, ત્યારે મોદીએ આ ફોટો ટ્વિટર પર શેર કરતા લખ્યું હતું કે અનેક ભારતીયોની જેમ હું પણ સૂર્ય ગ્રહણને લઈને ઉત્સાહિત હતો. પ્રસ્તુત તસ્વીરમાં તેઓ સૂર્યગ્રહણ નિહાળતા નજરે પડે છે. જો કે વાદળના કારણે ન દેખાતા એમણે લાઈવ સ્ટ્રીમિંગથી કોઝિકોડ દ્વારા ગ્રહણની ઝલક નિહાળી હતી.
૯. અરુણ શૌરી સાથે –
9 ડિસેમ્બર 2019ના રોજ આ તસ્વીર એક કલીનીકમાં લેવાયેલી છે. જ્યારે ભાજપના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી પુનાથી 60 કિમી દૂર એમના નિવાસસ્થાને બેભાન થઈને પડી ગયા તો એમને પુનાની રુબી હોલી ક્લીનિકમાં દાખલ કરાયા હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત લીધી હતી.
૧૦. નમસ્તે ટ્રમ્પ –

લાંબો સમય સુધી ચર્ચાયેલ કાર્યક્રમ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ વખતની આ તસ્વીર છે. 24 ફેબ્રઆરી 2020ના દિવસે સાબરમતી આશ્રમમાં લેવાયેલ આ તસ્વીરમાં ચરખો કાંતવાનો પ્રયત્ન કરતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ફસ્ટ લેડી મીલેનીયા ટ્રમ્પ અને એમને ચરખો શીખવાડતા મોદી દેખાઈ રહ્યા છે. આ આશ્રમમાં બે દિવસના પ્રવાસે આવેલા અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પને મોદીએ ત્રણ વાંદરાની વાત પણ કહી હતી.
૧૧. પરમહંસને શ્રદ્ધાંજલિ –

આ તસ્વીર બેલુર મઠની છે, જે 12 જાન્યુઆરી 2020ના રોજ ક્લિક કરવામાં આવી છે. પ્રખ્યાત યુવા આઇકોન ગણાતા સ્વામી વિવેકાનંદની જયંતી સમયે મોદી કોલકતાના બેલૂર મઠ ગયા હતા. આ સમય દરમિયાન તેમણે રામકૃષ્ણ મંદિરે જઈને રામકૃષ્ણ પરમહંસને શ્રદ્ધાજલિ પણ આપી હતી.
૧૨. લોકડાઉન અપીલ –

જ્યારે લોકડાઉનનો સમયગાળો વધારવા બાબતે મોદી ભાષણ આપવા લાઈવ આવ્યા હતા ત્યારની આ તસ્વીર છે. આ તસ્વીર 14 એપ્રિલના રોજ લેવાયેલ છે. મોદીએ આ દિવસે દેશને કોરોના વાયરસ વિશે જાગૃત કરતા દેશને નામ સંબોધન આપતી વખતે બેય હાથ જોડીને લોકોને ઘરે રહેવા માટેની અપીલ કરી હતી.
૧૩. હુન્નર હાટ –

ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલ આ તસ્વીરમાં મોદી કઈક જમી રહ્યા છે. આ એ વખતે ક્લિક થયેલી તસ્વીર છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના હુન્નર હાટમાં ગયા હતા.
૧૪. દીદી સાથે મોદી –

૨૨ મેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પશ્ચિમ બંગાળના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા ગયા હતા ત્યારની છે. આ તસ્વીરમાં નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી એક હેલીકોપ્ટરમાં સાથે બેઠા દેખાઈ રહ્યા છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાઈરલ થઈ હતી. આ હવાઈ સર્વે પછી મોદીએ પશ્ચિમ બંગાળને 1 હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત