3 દિવસની કોરોનાગ્રસ્ત દીકરીને છેક જેતપુરથી ખોળામાં રાખી અમદાવાદ સિવિલ લાવ્યા, હાલત બગડતાં વેન્ટિલેટર પર રાખી

કોરોનાએ જ્યારે આખા દેશને અને આખા રાજ્યને ભરડામાં લીધું છે ત્યારે હવે એવા એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે સાંભળીને રડવું આવે છે. ત્યારે હવે જોવા જેવી વાત છે કે આખરે કોરોના ક્યારે જશે અને લોકોને ક્યારે આ વાયરસમાંથી છુટકારો મળી શકે છે. ત્યારે હાલમાં આ કિસ્સા વિશે વાત કરવામાં આવે તો સિવિલમાં એક ત્રણ દિવસની અને એક બે વર્ષની બાળકી પર સફળતાપૂર્વક જટિલ સર્જરી કરવામાં આવી છે. જેતપુરની ત્રણ દિવસની બાળકીની શ્વાસનળી અને અન્નનળી જોડાયેલા હતા. આ ઉપરાંત બાળકી અને તેની માતા પણ કોરોના પોઝિટિવ હતા એ વધારે ચિંતાનો વિષય હતો.

image source

જો વિગતે વાત કરીએ તો આ કેસમાં ત્રણ દિવસની બાળકીની માતા પોઝિટિવ હોવાથી કોવિડમાંથી પિતા ખોળામાં રાખી એમ્બ્લ્યુલન્સમાં બેસી ગયા હતા અને ત્યાંથી બંનેને સિવિલના સર્જરી વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલના સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં લવાતા બાળકોના ફરજિયાત કોરોનાના ટેસ્ટ કરાય છે. જેમાં બંને બાળકી પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. મધ્યપ્રદેશથી આવેલી બે વર્ષની બાળકીના ફેફસાંમાં હવાનો ફુગ્ગો બની ગયો હતો.

image source

જો કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે વાત કરીએ તો હવે બંનેની સર્જરીમાં અઢી કલાકથી વધુનો સમય લાગ્યો હતો. જો કે, સર્જરી પછી બંને બાળકીની હાલત સુધારા પર છે જે એક સારી વાત ગણી શકાય. ડોક્ટરોની ટીમના જણાવ્યા અનુસાર સામાન્ય બાળક કરતાં કોરોનાગ્રસ્ત બાળકની સર્જરીમાં વિશેષ તકેદારી રાખવી પડતી હોય છે. કોરોનાગ્રસ્ત બાળકોની સર્જરી માટે અલગ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે.

image source

આ જગ્યાની હાલત એવી છે કે અહીં એસી ચાલુ હોતું નથી તેમજ સર્જન પીપીઈ કિટ તેમજ હેડ ગ્લવ્ઝ પહેરીને સર્જરી કરતા હોય છે. ત્રણ દિવસની બાળકી પર રવિવારે બે કલાકથી વધુ સમય સર્જરી કરી અન્નનળી અને શ્વાસનળીને અલગ કરવામાં આવી હતી. આ બાળકીને હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેને ઓક્સિજનની જરૂર હોવાથી ઈન્ક્યુબેટ કરાઈ હતી. તકેદારીના ભાગરૂપે સર્જરી બાદ બાળકીને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે અને સારવાર કરવામાં આવી રહી છે. હવે પરિવારજનો પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે કે જલ્દી આ બાળકી સારી થઈ જાય.

image source

જો 4 દિવસ પહેલાંની જ વાત કરવામાં આવે તો બાળકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. માત્ર સયાજી હોસ્પિટલમાં જ છેલ્લા 15 દિવસમાં 75 થી વધુ બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડો. શીલા ઐયરે નિવેદન આપ્યું હતું કે, 5 વર્ષથી નીચેના બાળકો કોરોનાથી વધુ થઈ રહ્યા છે સંક્રમિત. 90 ટકા બાળકો હોમ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે. માત્ર 14 બાળકોને જ હોસ્પિટલમાં કરાયા દાખલ, જેમાંથી 12 સાજા થઈને ઘરે ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!