ફરી એકવાર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં શું હાલત…

હાલમાં એક તરફ કોરોનાએ માર માર્યો છે તો બીજી તરફ અમુક વિસ્તારમાં વરસાદની પણ બૂમાબૂમ છે. સૌરાષ્ટ્ર બાજુના અમુક વિસ્તારોમાં એટલો વરસાદ પડ્યો કે હવે ખેડૂતો તોબા પોકારી ગયા છે. પાક બગડવાની પુરી શક્યતા છે. સાથે જ ખેતરોમાં પાણી ભરાયા છે જે જમીનને નુકસાનકારક નીવડે છે.

ત્યારે હવે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે અને અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકવાની શક્યતા દેખાઈ રહી છે, આમ તો ગુજરાતમાંથી હવે ચોમાસું ધીમે-ધીમે વિદાય લઇ રહ્યું છે. પરંતુ હજુ એકદમ શિયાળો પણ નથી આવ્યો. અને ફરીવાર આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 126 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બંગાળની ખાડીમાં ભેજયુક્ત હવા રાજ્ય તરફ ચાલી રહી છે. રાજ્યમાં એક તરફ ચોમાસુ અંતિમ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. અને બીજી તરફ આવી આગાહી અમુક વિસ્તાર માટે ચિંતા વધારનારી છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ કેટલીક જગ્યાઓ પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોક્કસ જિલ્લાનું નામ લઈને કોઈ વાત કરવામાં નથી આવી, પરંતુ દર્શાવવામાં આવ્યું છે કે હળવો વરસાદ પડી શકે છે.

image source

આગાહી કરવામાં આવેલા વિસ્તારની વાત કરીએ તો, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા દર્શાવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 126 ટકા વરસાદ થઇ ચૂક્યો છે. આ સાથે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારમાં નહીંવત વરસાદ પડી શકે એવી પણ આગાહી વ્યક્ત કરવામં આવી છે.

image source

પાણી ભરાતાં ખેડૂતોને થયું આવું નુકસાન

ગુજરાતભરમાં અનરાધાર અને સતત પડેલા વરસાદના કારણે ખરીફ પાકને ભારે નુકસાની પહોંચી છે. તલમાં સૌથી વધુ નુકશાન જોવા મળી રહ્યું છે. મગફળીમાં સફેદ ફુગ આવી ગઇ છે, કપાસમાં ચુસિયા નામનો અને બાજરીમાં ગુંદરિયા નામનો રોગ ફેલાઇ રહ્યો છે. નદી કાંઠાના, નીચાણવાળા તેમજ ડેમની નીચેના ભાગમાં આવેલા વિસ્તારોમાં પાણીના વિનાશકારી વહેણના કારણે ખેતરોના ખેતરો ધોવાઇ જતા તે વિસ્તારોમાં પાકનો સફાયો બોલાઇ ગયો છે.

image source

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે ખેડૂતોએ અનેક આશાઓ સાથે 82.89 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર કર્યું હતું. જે ગત વર્ષની તુલનામાં 3.67 લાખ હેક્ટર વધુ વાવેતર છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વાદળછાયા , ભેજવાળા વાતાવરણ અને સતત પડી રહેલા વરસાદનાં કારણે ખેતીપાકને ભારે નુકસાની પહોંચી રહી છે. ત્યારે હવે ફરી એકવાર હળવા વરસાદની આગાહી કદાચ ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત