આ જગ્યા દાંત ચમકાવવા માટે છે વિશ્વભરમાં પ્રખ્યાત, જાણો એવું તો શું ખાસ છે જેના કારણે લોકો કરી નાંખે છે લાખોનો ખર્ચ

બ્રિટનના દેશોમાં શરીર અંગોને સુંદર બનાવવાનું ચલણ વધી રહ્યું છે, લોકો તે માટે લાખો રૂપિયા ના ખર્ચે પણ કરે છે. માન્ચેસ્ટર, લિવર પૂલવાળા લોકો પણ પાછળ નહીં, શેફીલ્ડના લોકો સૌથી બેફિકર. હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.

image source

ત્યારે દોઢ વર્ષમાં શોપિંગ મૉલ, હોટલ, સિનેમા, મનોરંજન પાર્ક થી માંડીને દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી સેવાઓ જેવી મોટા ભાગની પ્રવૃત્તિઓ બંધ રહેવા છતાં પણ બ્રિટનના લોકો સાજ શણગાર પાછળ ઘેલાં બની રહ્યા છે. તે માટે તેમણે ઓનલાઇન પ્રવૃત્તિઓને તેનું માધ્યમ બનાવ્યું.

image source

તેમાં સૌથી રસપ્રદ વિષય એ રહ્યો કે દાંત ચમકાવવા કે દાંતની સફેદી વધારવા અંગેની પૂછ પરછનો. આ બાબતે લંડન વાસીઓ આખા બ્રિટનમાં સૌથી આગળ રહ્યા છે. ત્યાં એક વર્ષમાં બે લાખ અને પચાસ હજારથી પણ વધુ પૂછ પરછ દાંત ચમકાવવા અંગે કરાઇ હતી. લોકો તે માટે મોટી રકમ ચૂકવવા પણ તૈયાર જણાયા હતા. બ્રિટનમાં હાથ ધરાયેલા એક સરવેથી આ ખુલાસો થયો છે.

લોકોએ મોતી જેવા દાંત બનાવવા ઉત્સુકતા બતાવી :

image source

‘એક્સપ્રેસ ડેન્ટિસ્ટ’ ના રિપોર્ટ મુજબ, લંડનવાસીઓ દાંત અંગે સૌથી વધુ પૂછપરછ કરતા જણાયા તો ફૂટ બોલઘેલા માન્ચેસ્ટર અને લિવરપૂલ પણ પાછળ નથી રહ્યા. બ્રિસ્ટલ, માન્ચેસ્ટર અને લિવરપૂલમાં આ બાબતે ઓગણીસ હજાર બસો લોકોએ માહિતી મેળવી. દાંતની સુંદરતા વધારવા કે દાંત ચમકાવવા બાબતે શેફીલ્ડના લોકો સૌથી પાછળ રહ્યા છે.

જો કે, ત્યાં પણ પાંચ હજાર સાત સો સાઠ લોકોએ પૂછપરછ કરી. તેમાં પણ ખાસ વાત એ રહી કે લોકોએ પોતાના દાંત પર્લી વ્હાઇટ એટલે કે મોતી જેવા સફેદ બનાવવા અંગે વધુ ઉત્સુકતા દર્શાવી હતી. તેમાં બધા લોકોના સવાલ હતા કે દાંતને મોટી જેવા ચમકાવવા માટે શું કરવું જોઈએ.

દસ લાખ પૂછપરછમાથી ફક્ત ૨૫ ટકા લોકો જ હતા લંડનવાસીઓ :

image source

‘એક્સપ્રેસ ડેન્ટિસ્ટ’ રિપોર્ટ મુજબ, દાંત ચમકાવવા અંગે એક વર્ષમાં બ્રિટનમાં દસ લાખ થી પણ વધુ લોકોએ પૂછપરછ કરી. તેમાંથી ચોથા ભાગની એટલે કે પચીસ ટકા તો પૂછપરછ કરનાર લોકો માત્ર લંડન જ ના હતા. બર્મિંગ હામના લોકો બીજા સ્થાને રહ્યા.

ત્યાંના ચોત્રીસ હજાર લોકોએ પૂછપરછ કરી. મોટા ભાગના લોકો પોતાના દાંત હૉલિવૂડના કોઇ હીરો કે હીરોઇન જેવા બનાવવા ઇચ્છતા હતા. તે લોકો એવું ઈચ્છતા હતા કે તેમના દાંત પણ હીરો અથવા હીરોઈન જેવા હોવા જોઈએ. તે માટે તે લોકો ગમે તેટલા રૂપિયા ખર્ચ કરવા માટે પણ તૈયાર હતા.