ઘરમાં દિકરા સાથે પ્રેગનન્ટ કરિના હાલમાં રહે છે એકલી, અને ઘરની બહાર ઉભો રહે છે પોલીસનો કાફલો, કારણ છે જબરું હોં…
સૈફ અલી ખાનની હાલમાં જ પોતાની વેબ સીરીઝ ‘તાંડવ’ના લીધે ખુબ જ ચર્ચામાં રહ્યા છે. આ વેબ સીરીઝનો વિવાદ ઘણો બધો વધી ગયો છે આ વેબસીરીઝમાં હિંદુ ધર્મના દેવી- દેવતાઓની હાંસી ઉડાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ વિવાદ વધવાના લીધે આ વેબસીરીઝને પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘તાંડવ’ વેબસીરીઝનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અભિનેતા સૈફ અલી ખાન જેસલમેરમાં શુટિંગ કરવામાં વ્યસ્ત છે. ગર્ભવતી કરીના કપૂર ખાન દીકરા તૈમૂરની સાથે મુંબઈમાં આવેલ ઘરમાં એકલી રહે છે. ‘તાંડવ’ વેબસીરીઝનો વિવાદ વધવાના લીધે કરીના કપૂર ખાનના ઘરની નીચે પોલીસની ટીમ દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે.
સામાન્ય જનતાની સાથે સાથે ભાજપ પક્ષના નેતાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કપિલ મિશ્રા, નરેન્દ્ર કુમાર ચાવલા, ગૌરવ ગોય અને અલવરના સાંસદ બાલકનાથની સાથે અન્ય નેતાઓએ દ્વારા માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરનર પત્ર લખવામાં આવ્યો છે. ‘તાંડવ’ વેબસીરીઝના વધતા જતા વિરોધને ધ્યાનમાં રાખીને માહિતી તથા પ્રસારણ મંત્રાલય દ્વારા એમેઝોન પ્રાઈમ પાસે તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૧ સુધીમાં જવાબ આપવાની માંગ કરવામાં આવી છે. તેવું જણાવવામાં આવ્યું છે.
ભાજપ પક્ષના સાંસદ મનોજ કોટકનું એવું કહેવું હતું કે, આ ‘તાંડવ’વેબ સીરીઝના લીધે હિંદુ ધર્મ નિભાવી રહેલ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોચી છે. આ ‘તાંડવ’ સીરીઝના મેકર્સ અને કલાકારો વિરુદ્ધ કેસ કરવામાં આવે. આ બાબત તેમણે પત્ર લખીને વેબ સીરીઝ ‘તાંડવ’ વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપના ધારાસભ્ય રામ કદમ દ્વારા અભિનેતા સૈફ અલી ખાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓ ફરીથી એકવાર એવી જ વેબ સીરીઝનો ભાગ બની ગયા છે, જેમાં હિંદુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોચાડવામાં આવી હોય છે. મહારાષ્ટ્ર રાજ્યના ભાજપ પક્ષના ધારાસભ્ય રામ કદમએ આ વિષે પોલીસ ફરિયાદ પણ કરી દેવામાં આવી છે.
અભિનેતા સૈફ અલી ખાનની વેબ સીરીઝ ‘તાંડવ’ વિવાદમાં સપડાઈ જવાના લીધે સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન અને દીકરો તૈમુર અલી ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સૈફ અલી ખાનના ઘરની નીચે પોલીસનો કાફલો સુરક્ષા માટે ઉભો રાખવામાં આવ્યો છે.
હાલમાં અભિનેતા સૈફ અલી ખાન શુટિંગમાં વ્યસ્ત હોવાના લીધે મુંબઈથી બહાર હોવાના લીધે કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાનની સુરક્ષા માટે પોલીસના કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત