ગોવિંદાની કારને YRFની ગાડીએ મારી ટક્કર, જાણો કોઇને ઇજા થઇ કે નહિં…
ગોવિંદાની કારને YRFની ગાડીએ ટક્કર મારી, અંદર હતા અભિનેતાના પુત્ર યશવર્ધન અહુજા
બોલીવુડના જાણીતા અભીનેતા ગોવિંદાની કારને કોઈ અન્ય કારે બુધવારની રાતે ટક્કર મારી હતી, જો કે કારમાં અભિનેતા ગોવિંદા નહિ પણ એમના પુત્ર યશવર્ધન આહુજા હતા. જો કે કહેવાઈ રહ્યું છે કે આ કારને ટક્કર મારનારી કાર યશરાજ બેનર સાથે જોડાયેલા જ કોઈક વ્યક્તિની હતી. આ ઘટના કાલ રાત્રે લગભગ ૮:૩૦ આસપાસ ઘટી હતી.
સામેની કાર પણ ડ્રાયવર ચલાવી રહ્યો હતો, જો કે આ ટક્કરમાં બંને ગાડીઓને નુકશાન થયું છે. ઉલ્લેખનીય છે કે ગોવિંદાના દીકરાને કોઈ પ્રકારનું નુકશાન થયું નથી, આ બાબતે જુહુ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના અંગે કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ બાબતને બંને પક્ષે અરસ પરસની સમજુતી દ્વારા સુલજાવી લીધો હતો.
લોકો એમને પ્રેમથી ચીચી કહે છે
આપને જણાવી દઈએ કે હિન્દી ફિલ્મ જગતના સુપરસ્ટાર રહી ચુકેલા ગોવિંદાએ વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે એમણે દક્ષીણ મુંબઈથી લોકસભાની ચૂંટણી પણ જીતી હતી. એમને લોકો પ્રેમથી ચીચી પણ કહે છે. આપને જણાવી દઈએ કે ગોવિંદાનો જન્મ પંજાબી પરિવારના મુંબઈમાં જ થયો હતો. એમના પિતાનું નામ અરુણ કુમાર આહુજા અને માતાનું નામ નિર્મલા દેવી હતું. આપને જણાવી દઈએ કે એમની માતા પણ જાણીતી અભિનેત્રી હતા.
ડેવિડ ધવન સાથે ૧૭ જેટલી ફિલ્મો કરી
ગોવિંદાએ પોતાની કારકિર્દી ‘ઇલ્જામ’ ફિલ્મ દ્વારા કરી હતી, જે ફિલ્મ બોક્સ ઓફીસ પર સુપરહિટ રહી હતી. ત્યારબાદ એમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, જો કે એમના કામને ચાહકોએ ખુબ જ પસંદ કર્યું છે અને વખાણ્યું પણ છે. વર્ષ 1990થી લઈને વર્ષ 1999 વચ્ચેનો સમય એમના માટે ખુબ સારો રહ્યો હતો. એમના અભિનય અને એમની ફિલ્મોને ભારતીય સિનેમા જગતના ચાહકોએ ખુબ જ વખાણ્યો છે અને આ સાથે જેમની ફિલ્મો બોક્સ ઓફીસ પર પણ સફળ રહી છે. ડેવિડ ધવન સાથે એમણે લગભગ ૧૭ જેટલી ફિલ્મો કરી છે, જે પોતાનામાં જ એક રેકોર્ડ સમાન છે.
છેલ્લી ફિલ્મ રંગીલા રાજા ફ્લોપ રહી હતી
ગોવિંદા છેલ્લી વાર 2019માં આવેલી કોમેડી ફિલ્મ રંગીલા રાજામાં જોવા મળ્યા હતા. જો કે આ ફિલ્મ બોક્સઓફીસ પર ફ્લોપ સાબિત થઇ હતી. પાછળના દિવસોમાં એવી ખબર પણ આવી હતી કે ગોવિંદા આ દિવસોમાં ગંભીર પણે માનિસક રોગો સામે લડી રહ્યા છે. આ કારણે એમને જેમ બને એમ જલ્દીથી ઉપચારની જરૂર છે.
ગોવિંદા ઘણા સમયથી વિચિત્ર વર્તન કરે છે
ગોવિંદા વિશે એક અંગ્રેજી અખબારે તો એમ પણ કહ્યું હતું કે ગોવિંદા પાછળના ઘણા સમયથી વિચિત્ર પ્રકારનું વર્તન કરે છે, એમનો વર્તાવ ઘણી હદ સુધી નકારાત્મક જોવા મળ્યો છે. ગોવિંદાના આ વર્તનના કારણે અનેક ડીસ્ટ્રીબ્યુટર એમનાથી રિસાયેલા છે. આ સમયે ફિલ્મ જગતમાં પણ કોઈ જ મિત્રો રહ્યા નથી અને એમની મદદ કરવા માટે પણ કોઈ તૈયાર નથી. જો કે અભિનેતા અથવા એમના પરિવાર દ્વારા આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, હાલના દિવસોમાં ગોવિંદા ફિલ્મોથી દુર છે.
source: oneindia
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત