આવો છે રથયાત્રાનો રૂટ, જાણો 144મી રથયાત્રામાં શું રહ્યું ખાસ

આજે રથયાત્રાના પવિત્ર તહેવારની ઉજવણી અમદાવાદમાં તો જોર શોરથી થઈ રહી છે. કોરોનાના નિયમો અને ગાઈડલાઈનના પાલન સાથે ભક્તો વિનાની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ 144મી રથયાત્રામાં પરંપરાગત વિધિ વિધાન સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીનો લાભ લેવા ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ગયા હતા.

image source

આ સાથે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ મંદિરમાં સોનાની સાવરણીથી સાથે પરંપરાગત ગણાતી એવી પહિંદ વિધિ પણ પૂરી કરી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. આ સમયે અન્ય મંત્રીઓમાં નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. સીએમ રૂપાણીએ કહ્યું કે ભગવાન જગન્નાથ ગુજરાત કોરોનામુક્ત બને તેવી ભગવાનને પ્રાર્થના અને સાથે જ ભગવાન જગન્નાથ ગુજરાત પર મહેર કરે તેમ પણ કહ્યું હતું.

image source

કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો છે આ સમયે રથયાત્રાના પ્રારંભની સાથે જ “જય રણછોડ માખણ ચોર” ના નાદ પણ સાંભળવા મળ્યા હતા. કોરોનાના કારણે રથયાત્રામાં ભજન મંડળીને મંજૂરી નહીં મળતા ભજન મંડળીઓ નારાજ જોવા મળી રહી છે. આ ભજન મંડળીની મહિલાઓ વહેલી સવારથી જ મંદિર બહાર હાજર રહી હતી અને સાથે તેઓએ મંદિર બહાર જ નાથના ભજન ગાઈને ઉજવણી કરી હતી. આ સિવાય કોરોનાકાળમાં ભક્તોને રક્ષણ આપવાની માંગણી પણ નાથને કરવામાં આવી છે.

આવો છે રથયાત્રાનો આજનો રૂટ, જાણો કેટલા વાગે ક્યાંથી રથ થશે પસાર

image source

જગન્નાથ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન 7 AM

મ્યુનિસિપલ કોર્પોરેશન 7:35 AM

રાયપુર ચકલા 7:50 AM

ખાડિયા ચાર રસ્તા 8 AM

કાલુપુર સર્કલ 8:20 AM

સરસપુર 8:40 AM

રથયાત્રા વિરામ 8:40 AM થી 8:50 AM

image source

સરસપુરથી પ્રસ્થાન 8:50 AM

કાલુપુર સર્કલ 9:15 AM

પ્રેમ દરવાજા 9:30 AM

દિલ્હી ચક્લા 9:50 AM

શાહપુર દરવાજા 10:10 AM

આર.સી.હાઈસ્કૂલ 10:35 AM

પિતળીયા બંબા 10:55 A

પાનકોર નાકા 11:10 AM

માણેક ચોક 11:30 AM

જગન્નાથ મંદિર પરત 12 PM

આવી છે સુરક્ષાની વ્યવસ્થા

image source

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે…AMC દ્વારા રથયાત્રા રૂટ પર સમારકામ હાથ ધરાયું છે. જગન્નાથ મંદિર બહાર રોડ પર પડેલા ખાડાઓ દૂર કોર્પોરેશન દ્વારા ખાડાઓ પુરવામાં આવ્યા છે.રથયાત્રાની મંજૂરી પર અસમંજસ વચ્ચે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે.

આ રૂટ આજે રહેશે બંધ

144 મી રથયાત્રા દરમિયાન માર્ગોને પણ ડાયવર્ટ કરાયા

નહેરુબ્રીજ, ગાંધીબ્રિજ, એલિસબ્રિજ, અમદુપુરા બ્રિજ બંધ રહેશે

કાલુપુર બ્રિજ, પ્રેમ દરવાજા, આસ્ટોડિયાથી સારંગપુર માર્ગ બંધ

રથયાત્રા રૂટ પરના વિસ્તારોમાં નો-પાર્કિગ ઝોન જાહેર

AMTS બસ ના રૂટ ડાયવર્ટ કરવામા આવ્યા

રથયાત્રા કરફ્યુ ની અસર કુલ 105 રૂટ પર જોવા મળશે

AMTS બસના 46 રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા

AMTS બસના 57 રૂટ ટૂંકાવામાં આવ્યા

રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ડાયવર્ટ રૂટ લાગુ રહેશે

BRTS બસને પણ કરફ્યુની અસર થશે

ઝુંડાલ થી નારોલ સર્કલ રૂટની બસ રહેશે બંધ

નરોડા થી ઇસ્કોન રૂટની બસ રહેશે બંધ

BRTSનો RTO સરક્યુલર રૂટ પણ રહેશે બંધ

BRTSના અન્ય 3 રૂટ ને આંશિક અસર થશે