આ ગામના લોકોને ધાર્મિક કાર્યક્રમમાં જવુ પડ્યું મોંઘુ, તમામ લોકો આવ્યા કોરોના પોઝિટિવ, હાલની પરિસ્થિતિ જાણીને તમે પણ ડરી જશો

શિયાળો શરૂ થતાંની સાથે જ કોરોના વાયરસ ફરીવાર માથુ ઉચકી રહ્યો છે. જ્યાં કોરોના વાયરસના કેસો ઓછા થવાના હતા તેને બદલે કેસો વધી રહ્યા છે. હિમાચલ પ્રદેશના લાહૌલ ગામમાં દરેક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે. અહીં રોહતાંગ ટનલથી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પર્યટકોના આવવા પર પ્રતિબંધ

image source

હિમાચલ પ્રદેશમાં કોરોનાનો કહેર સતત વધી રહી છે. લાહૌલ ખીણના થોરાંગ ગામના તમામ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. લાહોલ સ્પીતીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કથળેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે પર્યટકોના આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રોહતાંગ ટનલની ઉત્તર બાજુ પર્યટકોને જવાની મંજૂરી નથી.

આખુ ગામ આવ્યું કોરોનાની ઝપેટમાં

image source

થોરાંગ ગામ મનાલી-લેહ હાઇવે પર છે. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર ગામના મોટાભાગના લોકો ઠંડીને કારણે કુલ્લુ ચાલ્યા ગયા છે. જ્યારે ગામના બાકીના 42 લોકોનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, તેમાંથી 41 કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામના લોકો તાજેતરમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એકત્ર થયા હતા. નજીકના ગામોના ઘણા લોકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

રંગરિક ગામમાં 39 લોકોને કોરોના પોઝિટિવ

image source

લાહૌલ સ્પીતીના ચીફ મેડિકલ ઓફિસર ડો. પલ્ઝોરે જણાવ્યું હતું કે તેમણે લોકોને કોરાના પરીક્ષણ કરાવવા અપીલ કરી હતી. જિલ્લામાં હજી સુધીમાં 856 લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. સ્પીતિના રંગરિક ગામમાં 39 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે હર્લિંગ ગામમાં 19 લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. લોકોને સમગ્ર વિસ્તારમાં માસ્ક વિના બહાર આવવાની મનાઈ કરવામાં આવી રહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12 લોકોનાં મોત

image source

હિમાચલમાં કોરોનાનો કહેર સતત ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રાજ્યમાં 12 લોકોનાં મોત થયાં છે અને કુલ મૃત્યુનો આંકડો 480 પર પહોંચી ગયો છે. ગુરુવારે રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 6980 પર પહોંચી ગઈ છે. બુધવારે, 661 નવા કેસ નોંધાયા હતા, ગુરુવારે 796 નવા કેસ નોંધાયા. કેન્દ્રીય આંકડા મુજબ હિમાચલમાં દેશમાં સૌથી વધુ ચેપ દર ધરાવતા 10 જિલ્લાઓમાંથી 4 જિલ્લાઓ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત