આ પરિવારમાં લગ્નની હોડ લાગી, ભાઈ-બાપ-દીકરો બધા ધડાધડ પરણવા લાગ્યા, એકવાર હોય તો બીજીવાર લગ્ન કર્યા

સરકારી યોજનાનો લાભ મેળવવા લોકો શું શું ન કરે હવે તો એવા સમાલ થાય છે. ખોટા દસ્તાવેજો અને ખોટા માણસોને ઉભા કરી દેવામાં આવે છે. પરંતુ એક ચીની પરિવારને પણ એ કહેવાની જરૂર ન પડી કે સરકારની યોજના મેળવવા માટે શું કર્યું. એક જ પરિવારના લોકોએ બે અઠવાડિયામાં બે વાર લગ્ન કર્યા અને છૂટાછેડા પણ આપી દીધા. સીએનએનના રિપોર્ટ અનુસાર ચીનમાં એક જ પરિવારના 11 લોકોએ 4 અઠવાડિયામાં 23 વાર લગ્ન કર્યા અને છૂટાછેડા પણ આપી દીધા. આ બધું જ તેમણે સરકારી યોજના માટે કર્યું.

image source

ઝેજિયાંગ પ્રાંતના લિશુઇ શહેરના એક ગામમાં પાન નામના વ્યક્તિને સરકારી યોજનાની જાણકારી મળી. યોજના મુજબ સ્થાનિકોને 5 ચોરસ ફૂટનું મકાન મળશે. સરકારી યોજનાનો લાભ મેળવવા માટે પાન નામના વ્યક્તિએ તેની છૂટાછેડાવાળી પત્ની સાથે લગ્ન કર્યા. તે એક જ ગામમાં રહેતી હતી. બાદમાં તેણે નોંધણી કરાવી, ઘર માટે અરજી કરી અને મંજૂરી મળ્યાના 7 દિવસ પછી પત્નીને છૂટાછેડા આપી દીધા. પાન બાદ તેના પરિવારના અન્ય સભ્યોએ પણ આ કૌભાંડમાં ભાગ લીધો હતો. યોજનાનો લાભ લેવાની ઇચ્છા એટલી વધી ગઈ કે પાને તેની બહેન મીહાન સાથે લગ્ન કર્યા અને છૂટાછેડા લઈ લીધા.

image source

એટલું જ નહીં પાનના પિતાએ તેના કેટલાક સંબંધીઓ સાથે લગ્ન કર્યા. આમાં તેની માતા પણ હતી. બધાએ એક બીજા સાથે લગ્ન કર્યા પછી તેઓએ ગામના નાગરિક તરીકે તેમના ઘર માટે નોંધણી કરાવી અને પછી છૂટાછેડા લીધા. પાને એક જ સપ્તાહમાં ત્રણ વખત તેના લગ્નની નોંધણી કરાવી છે. સરકારી અધિકારીઓએ પાનને પૂછપરછ કર્યા પછી ખબર પડી કે બંને પરિણીત લોકોનું ઘરનું સરનામું સરખું છે. તમામ લોકો સામે ગુના નોંધાયા હતા અને તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

image source

આ સિવાય એક દેશ એવો પણ છે જ્યાં તમે લગ્ન કરશો તો સરકાર તરફથી તમને 4.20 લાખ રૂપિયા મળશે. આ રૂપિયા એટલા માટે આપવામાં આવી રહ્યા છે જેથી તમે તમારા લગ્ન જીવનની સારૂ શરૂઆત કરી શકો. આ દેશની સરકારે હાલમાં જ આ જાહેરાત કરી છે કે, તમે લગ્ન માટે તેમની સ્કીમમાં તમારૂ નામ નોંધાવી શકો અને પાત્રકા અનુસાર તેમની પાસેથી પૈસા પણ લઇ જઇ શકો છો. આ દેશનું નામ છે જાપાન, અહીની રકાર તેવા લોકોને પૈસા આપશે જે પૈસા નહી હોવાના કારણે લગ્ન નથી કરી શકતા. કારણ કે જાપાનમાં જન્મનો દર ચિંતાનો વિષય છે. અહીં નવવિવાહિતો પોતાનું જીવન શરૂ કરતા માટે સરેરાશ 4.2 લાખ રૂપિયા આપવામાં આવે. તેના માટે તેમને જાપાનનાં નવવિવાહિત સહાયતા કાર્યક્રમમાં હિસ્સો લેવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સહાની સ્કીમ આગામી વર્ષે એપ્રીલથી શરૂ કરવામાં આવશે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે, મોડા લગ્ન કરવા અથવા અવિવાહિત રહેવાનું જાપાનીઓ પસંદ કરે છે. જેના કારણે દેશનો જન્મદર પ્રભાવિત થાય છે. જેને યોગ્ય કરવા માટે સરકાર દ્વારા આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જાપાનની સરકારના મંત્રીમંડળના કાર્યાલયના સુત્રો અુસાર સરકાર દેશમાં લગ્નનો દર વધારવા માટે આ સ્કીમ ચલાવશે.

image source

મહત્તમ લોકો આ સ્કીમનો લાભ ઉઠાવે તેવા પ્રયાસો પણ કરશે. જો કે પતિ પત્નીની ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઇએ. કુલ આવક 28 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. તો જ તેઓ આ સ્કીમનો લાભ ઉઠાવી શકશે. 35 વર્ષની ઉંમરના લોકો માટે નિયમ થોડા અલગ હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત