નવા મહિનાની શરૂઆત પેલા જ કરી લેજો આ 1 કામ નહીં તો પીએફના લાભથી રહી જશો વંચિત

જો તમે નોકરી કરો છો અને તમારું પીએફ પણ દર મહિને જમા થાય છે તો આ ખબર તમારે ધ્યાનમાં જરૂરથી લેવી. જો તમે 1 સપ્ટેમ્બર સુધીમાં પોતાના યૂનિવર્સલ અકાઉંટ નંબર એટલે કે યુએએનને આધાર સાથે લિંક નહીં કરો તો તમને પૈસા ઉપાડવામાં સમસ્યા થઈ શકે છે. ઈપીએફઓએ યૂએએનને આધાર સાથે લિંક કરવું ફરજિયાત કરી દીધું છે. જો કોઈ કર્મચારીના યૂએએન નંબર આધાર સાથે લિંક નહીં હોય તો તેમના પીએફ ખાતામાં કંપનીનું યોગદાન, પૈસાનો ઉપાડ સહિતની પ્રક્રિયામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

image source

ઈપીએફઓએ પહેલા યૂએએન ખાતા સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ 1 જૂન કરી હતી. ત્યારાદ આ તારીખ વધારી 1 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. ઈપીએફઓએ કહ્યું હતું કે 1 સપ્ટેમ્બર સુધી યૂએએનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવ્યું તો કર્મચારીઓને કંપની તરફથી મળતા લાભ અટકાવી દેવામાં આવશે.

image source

ઈપીએફઓએ જણાવ્યું છે કે ખાતેદાર અલગ અલગ રીતે પોતાના આધારને યૂએએન સાથે લિંક કરી શકે છે. જેમાં ઓનલાઈન-ઓફલાઈન ઉપરાંત એસએમએસ, ઈમેલ, ટેલીફોન કોલનો પણ સમાવેશ થાય છે. ઈપીએફઓએ બધા જ સભ્યો અને કર્મચારીઓને અપીલ કરી છે કે તેઓ 1 સપ્ટેમ્બર સુધી યૂએએન સાથે આધાર લિંક કરવાની પ્રક્રિયાને પુરી કરવી પડશે. સોશિયલ સિક્યોરિટી કોડ હેઠળ આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ કોડને સંસદે ગત વર્ષે પાસ કર્યો હતો.

આ છે ઓનલાઈન યૂએએન-આધાર લિંકની પ્રક્રિયા

image source

– સૌથી પહેલા ઈપીએફઓની વેબસાઈટ www.epfindia.gov.in પર જવું.

– અહીં ઓનલાઈન સર્વિસમાં જઈ ઈ કેવાયસી પોર્ટલ પર ક્લિક કરો.

– અહીં પોતાનો આધાર નંબર એન્ટર કરો અને ઓટીપી આવે તેને એન્ટર કરો.

– આ પ્રક્રિયા પૂર્ણ થાય એટલે તમારું ખાતું આધાર સાથે લિંક થઈ જશે.

ઘરે બેઠા ફાઈલ કરો ઈ-નોમિનેશન

image source

ઈપીએફઓના કર્મચારીઓ ઈ-નોમિનેશનની પ્રક્રિયાને પણ સરળ કરવામાં આવી છે. હવે કર્મચારીઓ ઓનલાઈન ઈ નોમિનેશન ફાઈલ કરી શકે છે. આ કામ ઘરે બેઠા કરી શકાય છે. તેના માટે https://unifieldportal-mem-epfindia.gov.in/memverinterface પર જવાનું અને ત્યાં ઈ નોમિનેશન ફાઈલ કરવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!