આત્મહત્યા:​ ​​​​​પોતાને આગ લગાવ્યા બાદ પાંચમાં માળેથી કૂદીને વૃદ્ધે આત્મહત્યા કરતા હાહાકાર, સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ કે. કે. નગરની નજીક આવેલ સમર્પણ ટાવરના પાંચમા માળ પર આવેલ ઘરની બાલ્કની માંથી એક વૃદ્ધ વ્યક્તિએ પોતાને આગ લગાડીને નીચે કુદીને આત્મહત્યા કરી લીધી છે. સવારના સમયે વહેલા ઘરની કોઈપણ વ્યક્તિ જાણી ના જાય તેનું ધ્યાન રાખતા આ વૃદ્ધે પોતાને આગ લગાડીને બાલ્કની માંથી નીચે કુદી ગયા હતા. મૃતક વૃદ્ધ વ્યક્તિનું નામ જયપ્રકાશ કોન્ડીયારા છે.

image source

જયપ્રકાશ કોન્ડીયારા મૂળ કેરળ રાજ્યના નિવાસી છે. પતિ અને પત્ની એકલા જ સમર્પણ ટાવરમાં રહેતા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું છે તે મુજબ, એક સુસાઈડ નોટ મળી આવી છે જેને મલયાલમ ભાષામાં લખવામાં આવેલ હોવાથી તેને વાંચવા માટે ટ્રાન્સલેટરની મદદથી તે વૃદ્ધ દ્વારા લખવામાં આવેલ સુસાઈડ નોટનું ભાષાંતર કરાવવામાં આવશે. ત્યાર બાદ સુસાઈડ નોટમાં જયપ્રકાશ કોન્ડીયારા દ્વારા શું લખવામાં આવ્યું છે તે જાણી શકાશે.

image source

આ ઘટનાની જાણ મળતા જ ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ સહિત ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ૧૦૮ની ટીમે આ વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન જ જયપ્રકાશ કોન્ડીયારાનું મૃત્યુ થઈ ગયું હતું. ફાયરબ્રિગેડ ટીમ તરફથી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ, જયપ્રકાશ કોન્ડીયારા (ઉ. વ. ૬૫) નામના એક વૃદ્ધએ પોતાના ઘરની બાલ્કનીમાં ટેબલ મુકીને પોતાને આગ લગાવીને સળગાવી દીધા બાદ નીચે કુદી ગયા હતા.

image source

જયપ્રકાશ કોન્ડીયારાએ ઘરમાં હાજર પોતાની પત્ની અને બે બાળકો જાણી ના જાય તે વાતનું ધ્યાન રાખતા આ વૃદ્ધે આત્મહત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોચી જાય છે અને તપાસ શરુ કરી દેવામાં આવી છે.

image source

જો કે, જયપ્રકાશ કોન્દીયારા દ્વારા લખવામાં આવેલ સુસાઈડ નોટ મલયાલમ ભાષામાં લખવામાં આવેલ હોવાના લીધે જયપ્રકાશ કોન્ડીયારાનું સુસાઈડ કરવાનું યોગ્ય કારણ હજી સુધી જાણી શકાયું છે નહી. જયારે પોલીસ દ્વારા મલયાલમ ભાષાના સુસાઈડ નોટનું ભાષાંતર કરાવી લેશે ત્યારે જાણી શકાશે કે, જયપ્રકાશ કોન્ડીયારાએ આત્મહત્યા કરવાનું સાચું કારણ સામે આવી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત