કોરોનાનો મંજરઃ આ 20 ભયાવહ તસીવરો જોઈ લો, ખબર પડી જશે ગુજરાતની સ્થિતિ

કોરોનાએ રચ્યું મોતનું તાંડવ, આ 20 તસવીરો જોઈ તમારું હૃદય ઓન ભરાઈ આવશે

છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આપણે કોરોનાનો આ કહેર સહન કરી રહ્યા છે પણ છેલ્લા કેટલાક દિવસથી તો જાણે એને હાહાકાર કરી દીધો છે.

કોરોનાના કહેરનું તો શું કહેવું..આજે માણસ માણસથી ડરતો થઈ ગયો છે. છાપા અને ન્યૂઝ ચેનલની હેડલાઈન કોરોનાના અતિ કરુણ દ્રશ્યોથી છલકાઈ રહ્યા છે. કોરોના વાયરસનો પ્રકોપ તો કઈ એવો છે કે એને કેટલાય પરિવારોના માળા વિખેરી નાખ્યા છે.

દિવસેને દિવસે પરિસ્થિતિ અત્યંત દયનિય બનતી જાય છે. એવામાં આ 20 તસવીરો જોઈને તમને પણ આ જીવલેણ કોરોનાની ભયાનકતાના દર્શન થઈ ઉઠશે અને તમારી હૃદય પણ આ તસવીરો જોઈ ચિત્કારી ઉઠશે.

સુરતમાં આ 11 દિવસના બાળકને કોરોના સંક્રમણ થયું છે અને જેને પગલે એને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યું છે. જેને હજી બરાબર આંખો પણ નથી ખોલી એ નાનકડા ભૂલકાના શરીર પરની આ નળીઓ જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે.

આવી કાળઝાળ ગરમીમાં પણ પીપીઈ કીટ પહેરીને કેટલાય દિવસોથી દર્દીની સારવારમાં ખડેપગે રહેલા આ ડૉક્ટરોનું દ્રશ્ય પણ એટલું જ કરુણ છે.

હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની આ લાઇન જોઈ રહ્યા છો ને તમે. એમાં રહેલા દર્દીઓ પોતાને હોસ્પિટલમાં જગ્યા ક્યારે મળશે એની રાહ જોઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી ભયાનક છે કે દર્દીઓને હવે હોસ્પિટલમાં જગ્યા ન હોવાના કારણે આ એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવામાં આવી રહી છે.

હોસ્પિટલમાં જ વેઇટિંગ છે એવું નથી માણસની સ્થિતિ એટલી નબળી થઈ ગઈ છે કે તમે તસવીરોમાં જોઈ શકો છો કે પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનની બહાર લાંબી લાઈનોમાં ઉભું રહેવુ પડે છે.

કાળની કઠણાઈ તો જુઓ અધધ મૃતદેહોને કારણે સ્મશાન ગૃહના અગ્નિદાહ માટેની ચીમની અને મશીનો ખરાબ થવા લાગ્યા છે. વાત હજી આટલે થી અટકતી નથી, ઘણી જગ્યાએ તો ટેમ્પરરી સ્મશાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કોરોનાની ઘાતકતા તો એ છે કે જ્યારે દર્દીને વેન્ટિલેટર નથી મળી રહ્યા, એ માટે એને આગળના દર્દી મરે અને એનું વેન્ટિલેટર એને મળે એની રાહ જોવી પડે છે.

અધધ..દર્દીઓ અને મૃતદેહોમાં રોકાયેલી એમ્બ્યુલન્સ પણ હવે દરેક વ્યક્તિ સુધી નથી પહોચી શકતી, એવામાં સ્વજન મૃતદેહને લારીમાં લઈ જતા આ લોકોને જોઈને તમારું હૃદય જરા જોરથી ધબકારા લે એમાં નવાઈ નથી.

આ વખતે કોરોનાએ બાળકોને પણ પોતાના કારમાં પ્રકોપમાં નથી બક્ષયા, રાજ્યની મોટાભાગની પીડિયાટ્રિક હોસ્પિટલ પર પણ હાઉસફુલના પાટિયા દેખાઈ રહ્યા છે, એવામાં આ નાનકડા ભૂલકાઓના મોઢા જોઈ આપણી આંખો રડી પડે એ તો વાજબી જ છે.

અત્યંત દુઃખદ છે પણ હકીકત એ છે કે હજી આ કોરોનાની ભયાનકતા અટકતી દેખાઈ નથી રહી. કેટલાય પરિવારોએ પોતાનો એકનો એક દીકરો ખોયો, કેટલાય નાના ભૂલકાઓએ એમના માં બાપ, કેટલાય મા બાપ પાસેથી એમની ઘડપણની લાકડીનો સહારો છીનવાઈ ગયો, કેટલાય પતિ પત્ની હજી પોતાના લગ્નજીવનની શરૂઆત કરે એ પહેલાં જ આ કાળમુખા કોરોનાએ એમને અલગ કરી દીધા..

અરે કેટલાય એવા નાના બાળ કે જેને હજી દુનિયા સરખી જોઈ પણ નહોતી એને પણ આ કોરોના ભરખી ગયો.

એટલે આપ સૌને બસ એટલી જ વિનંતી કે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરો. કારણ વગર ઘરની બહાર ન નીકળો. “અમને તો કઈ ના થાય”એમ વિચારવાની ભૂલ તો જરાય ન કરો. યાદ રાખજો આ કોરોના કોઈનો સગો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!