લોકો રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે કરી રહ્યા છે પડાપડી, પણ એ કોઈ રામબાણ ઈલાજ નથી, જાણી લો આ વિશે વધુમાં

રેમડેસિવિર ઇન્જેક્શન, કોરોના વાયરસનો રામબાણ ઉપચાર નથી, લોકોમાં ભયનું વાતાવરણ થતા તેની માંગ વધી, કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડૉ. તુષાર પટેલ.

-રેમડેસિવિર ઇન્જેક્શન વિષે ઓછી જાણકારી નહી હોવાથી લોકો તેને જીવનરક્ષક હોવાનું માની લીધું છે.: ટાસ્કફોર્સ.

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન નવા કેસની ગતિ ત્રણ ગણી વધી ગઈ છે આ સાથે જ મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના લીધે અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં પણ ઘણો વધારો થયો છે, તેની પાછળ રહેલ મુખ્ય કારણ છે લોકોમાં રેમડેસિવિર ઇન્જેક્શન વિષે ઓછી માહિતી અને ઇન્જેક્શનને રામબાણ ઉપચાર સહિત જીવનરક્ષક માની લીધું છે. જેના લીધે રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં વધારો થયો છે અને જેના પરિણામે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઈ ગઈ છે. હકીકત એવી છે કે, રેમડેસિવિર ઇન્જેક્શન કોઈ રામબાણ ઉપચાર નથી, જેના લીધે લોકોએ તેને ખરીદવા માટે પડાપડી કરવી જોઈએ નહી. જે સમયે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઈબ કરે તે સમયે જ ઇન્જેક્શન લેવું આવશ્યક છે.

image source

રેમડે સિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની ભીડ ઉમડી.

ગુજરાત રાજ્યની કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડૉ. તુષાર પટેલ દિવ્ય ભાસ્કરની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, આ વાતચીત દરમિયાન ડૉ. તુષાર પટેલએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સંક્રમણના સમયમાં હાલમાં જેવી રીતે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે જે તેમણે કરવાની જરૂરિયાત છે નહી. સામાન્ય નાગરિકોમાં એવી માન્યતા છે કે, રેમડેસિવિર ઇન્જેક્શનએ કોરોના વાયરસ માટે રામબાણ ઉપચાર છે અને કોરોના વાયરસની સામે જીવનરક્ષક બની જશે, પરંતુ હકીકત એવી નથી. ડોક્ટર્સ દ્વારા પણ હાલમાં રેમડેસિવિર ઇન્જેક્શન લખીને આપી રહ્યા છે, આ મામલે તેમણે જણાવ્યું હતું કે, હાલની પરીસ્થિતમાં હોસ્પિટલમાં બેડ માટે કોઈ જગ્યા ખાલી નથી.

image source

અત્યારે કોઈ હોસ્પિટલમાં બેડ ખાલી નથી.

જયારે દર્દીને વધારે તાવ આવી રહ્યો હોય અને હાઈપોકશિયા જોવા મળે છે તે સમયે ડોક્ટર્સ દર્દી માટે રેમડેસિવિર ઇન્જેક્શન પ્રિસ્ક્રાઈબ કરે છે. હોમ ટ્રીટમેંટ લઈ રહેલ દર્દીઓ માટે પણ ડોક્ટર્સ માટે રેમડેસિવિર ઇન્જેક્શન પ્રિસ્ક્રાઈબ કરતા હોય છે. કેમ કે, અત્યારની પરિસ્થિતિને જોતા કોઈપણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી, એટલા માટે ક્યારેક હોમ ટ્રીટમેંટ માટે પણ ડોક્ટર્સ પ્રિસ્ક્રાઈબ કરે છે.

image source

ઝાયડસમાં રેમડેસિવિરનો સ્ટોક ખૂટી જાય છે.

કોરોના વાયરસ સંક્રમણના ગંભીર લક્ષણો અને શ્વાસ લેવામાં મુશ્કેલીનો અનુભવ થતા દર્દીઓનો જીવ બચાવવા માટે રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયગ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલના રોજ અમદાવાદમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ તરફથી અત્યાર સુધી દર્દીઓના સ્વજનો માટે રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવતું હતું. જો કે, હાલમાં રેમડેસિવિરનો સ્ટોક નહી હોવાના લીધે ઝાયડસ હોસ્પિટલ તરફથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ઝાયડસ હોસ્પિટલ તરફથી આ બાબતે એક પત્ર દ્વારા જાહેર કરીને તેના વિષે માહિતી આપવામાં આવી હતી.

image source

રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી.

ગુજરાત રાજ્યમાં જેવી રીતે રેમડેસિવિર ઇન્જેક્શનની તાણ વર્તાઈ રહી છે અને તેની માંગ દિવસેને દિવસે વધતી જ જઈ રહી છે, જેથી કરીને લોકો પોતાના સ્વજનો માટે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે વહેલી સવારથી જ લાઈન લગાવી દે છે. અમદાવાદમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે સવારના સમયે ૧૦ વાગ્યા સુધીમાં જ ૧ હજાર જેટલા લોકોને ટોકન આપી દેવામાં આવતા હતા. ત્યાં જ બીજી બાજુ જયારે હવે ઝાયડસ હોસ્પિટલમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક ખૂટી જતા, લોકોને પોલીસની મદદથી પાછા મોકલવામાં આવતા લોકો ગુસ્સે ભરાયા હતા.

image source

ઝાયડસ હોસ્પિટલની બહાર ૧ કિલોમીટર સુધીની લાંબી લાઈન.

ઉલ્લેખનીય બાબત છે કે, ગઈકાલના રોજ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ ફરીથી શરુ કરવામાં આવ્યું હતું. તે સમયે જ ઝાયડસ હોસ્પિટલની બહાર વહેલી સવારથી જ રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકો લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા. સવારના ૬ વાગ્યાથી જ હોસ્પિટલની બહાર ૧ કિલોમીટર લાંબી લાઈન લગાવી દીધી હતી. અત્યારની સ્થિતિમાં ૭૦૦ વ્યક્તિઓને જ ટોકન મુજબ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!