દેશના 1 કોરોના દર્દી પર કેટલો થઈ રહ્યો છે ખર્ચ જાણો અહીં

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેના કારણે હવે દર્દીઓની સંખ્યા 20 હજારને પાર પહોંચી છે. જ્યારે 600થી વધુ લોકોનું કોરોનાના કારણે મોત થયું છે. જ્યારે 3900થી વધુ દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા છે.

image source

દેશના જે કુલ દર્દી છે તેમાંથી 80 ટકાની સારવાર સરકારી હોસ્પિટલમાં થઈ રહી છે. કેટલીક ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર કરવામાં આવે છે પરંતુ ત્યાં ખર્ચ દર્દીએ ભોગવવો પડે છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં ખર્ચ સરકાર કરે છે. તેવામાં શું તમે જાણ્યું છે કે એક દર્દી પર સરકારને કેટલાક હજારનો ખર્ચ થાય છે ?

આ અંગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એક દર્દી પર થતા ખર્ચનો આધાર એક કરતાં વધારે કારણ પર હોય છે. જેમકે દર્દીની ઉંમર, કોરોનાનું સંક્રમણ વગેરે. તિરુવનંતપુરમ મેડિકલ કોલેજ હોસ્પિટલના એક વરીષ્ઠ ચિકિત્સકનું કહેવું છે કે સામાન્ય કોવિડ -19 પોઝિટિવ દર્દીની સારવાર પર અને અન્ય જીવનરક્ષક ઉપકરણો પર રોજ 20થી 25 હજારનો ખર્ચ થાય છે. એટલે કે 14 દિવસની સારવારમાં અંદાજે 3.50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

image source

એટલે કે સામાન્ય એવા એક દર્દીની 14 દિવસની સારવાર પર 2,80,000થી 3,50,000 લાખ રુપિયાનો ખર્ચ થાય છે. સામાન્ય રીતે 14 દિવસની સારવાર બાદ 3 કે 5 ટેસ્ટ નેગેટીવ આવે ત્યારબાદ દર્દીને રજા આપવામાં આવે છે. કેટલાક કેસમાં દસ વખત સુધી ટેસ્ટ કરવામાં આવે છે. જેમકે બોલિવૂડ ગાયિકા કનિકા કપૂર. તેના સતત 6 ટેસ્ટ થયા અને ત્યારબાદ તેનો ટેસ્ટ નેગેટિવ આવતા તેને રજા આપવામાં આવી હતી.

કોવિડ 19ના ટેસ્ટ માટે વ્યક્તિના ગળા અને નાકમાંથી સેમ્પલ લેવામાં આવે છે. આ ટેસ્ટની કીમત જ 4500 રૂપિયા છે. કારણ કે ટેસ્ટ કીટની કીમત પણ 3000 રૂપિયા છે તેથી સુપ્રીમ કોર્ટએ આ ટેસ્ટની કીમત આટલી નક્કી કરી છે.

આ સિવાય વૃદ્ધ દર્દીને વેન્ટીલેટરી કેરની પણ જરૂર પડતી હોય છે. કોટ્ટાયમમાં 94 વર્ષના એક વ્યક્તિ અને 88 વર્ષની તેની પત્નીને 1 સપ્તાહથી વધુ સમય માટે વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં વેન્ટીલેટર માટે રોજનો 25થી 50 હજારનો ચાર્જ લેવામાં આવે છે. આ સિવાય રુમ માટે પણ ખાનગી હોસ્પિટલમાં 1000થી 1500 રોજના ચાર્જ કરવામાં આવે છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં આ સુવિધા ફ્રી આપવામાં આવે છે.

image source

કોવિડ 19 હોસ્પિટલના એક નર્સિંગ અધીક્ષક અનુસાર 100 બેડની એક હોસ્પિટલમાં ઓછામાં ઓછી 200 પીપીઈ કીટની જરૂર પડે છે. ડોક્ટરો અને નર્સોએ દર 4 કલાકમાં કીટ બદલવી પડે છે. આ ઉપરાંત જો દર્દી પર સંક્રમણ વધારે હોય તો 4 કલાક પહેલા પણ મેડીકલ સ્ટાફને કીટ બદલવી પડે છે. આ એક કીટની કીમત 750થી 1000 રૂપિયા હોય છે. આ સિવાય જે એંટીબાયોટીક્સ અને અન્ય દવાઓ આપવામાં આવે છે તેની કીમત પણ 1000 રૂપિયા સુધીની હોય છે.