અહીં 52 % લોકોનું બળજબરીપૂર્વક કરાયું ધર્મપરિવર્તન, સૌથી વધુ સગીર વયની દીકરીઓ

પાકિસ્તાનનો અસલી ચહેરો ફરી એકવાર દુનિયાની સામે આવ્યો છે. પાકિસ્તાનમાં લઘુમતિ સમાજ સાથે વર્ષથી અન્યાય થતો આવ્યો છે. જેમા સામે આવ્યું છે કે પાકિસ્તાનમાં બીજા ધર્મોની 32.7% છોકરીઓનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરી દેવામાં આવ્યું છે. એમાં મોટા ભાગની વય 11થી 15 વર્ષની જ હતી. આમાં ફક્ત 16.67% બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનથી પીડિત 18 વર્ષથી ઉપરની હતી. આ માહિતી પાકિસ્તાનના માનવાધિકાર સમૂહ- સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ(સીએસજે)ના હવાલાથી આ સમાચાર સામે આવ્યા હતા. ત્યાર બાદ પાકિસ્તાનના અખબાર ડૉને આ માહિતી પ્રકાશિત કરી હતી.

સૌથી વધુ 46.3% સગીર છોકરીઓ જ ભોગ બની

image source

પાકિસ્તાનના માનવાધિકાર સમૂહ- સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ (સીએસજે) ના આંકડા અનુસાર, પંજાબ પ્રાંતમાં સૌથી વધુ 52% બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનના કેસ નોંધાયા હતા. આવા કેસમાં સૌથી વધુ 46.3% સગીર છોકરીઓ જ ભોગ બની હતી. સીએસજેએ શનિવારે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનની ફરિયાદો અને ધાર્મિક સ્વતંત્રતા વિષય પર ઓનલાઈન આયોજિત ડિબેટમાં આ આંકડા શેર કર્યા હતા. નોંધનિય છે કે પાકિસ્તાન વારંવાર ભારતમાં લધુમતિઓ પર અત્યાચાર થાય છે તેવા આરોપો લગાવતું આવ્યું છે પરંતુ આ સામે આવેલા આંકડાએ તેમની જ પોલ ખોલી નાખી છે.

ઓક્ટોબર મહિનામાં જ પાકિસ્તાનની સંસદે આ વાતનો સ્વિકાર કર્યો હતો

image source

તો બીજી તરફ ઓક્ટોબર મહિનામાં જ પાકિસ્તાનની સંસદે આ વાતનો સ્વિકાર કર્યો હતો કે લઘુમતિ લોકોના ધર્મપરિવર્તનના કિસ્સાઓ વધ્યા છે. ઇસ્લામાબાદ પાક સંસદે હવે પાકિસ્તાનમાં લાંબા સમયથી ચાલતા અત્યાચાર અને ધર્મ પરિવર્તનના કેસો પર મહોર લગાવી દીધી હતી.

image source

પાકિસ્તાનની સંસદીય સમિતિએ સ્વીકાર્યું હતુ કે સરકાર ધાર્મિક લઘુમતીઓના હિતોનું રક્ષણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. સેનેટર અનવરુલ હક કાકરની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ તાજેતરમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરવાના સંબંધમાં સિંધ પ્રાંતના અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મોટા પાયે હિન્દુ છોકરીઓ પર બળજબરીથી ધર્મ પરિવર્તન અને અત્યાચારની ઘટનાઓ બની રહી છે.

સરકાર આવી ઘટનાને રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ

image source

સિંધ પ્રાંતના આ વિસ્તારોની મુલાકાત લીધા બાદ સંસદીય સમિતિના અધ્યક્ષ કાકરેએ પત્રકારો સાથે તેમના અનુભવો શેર કર્યા હતા. તેઓનું સ્પષ્ટપણે માનવુ છે કે સરકારે બળજબરી પૂર્વક થતા ધર્મ પરિવર્તનના કેસોમાં જવાબદારી નિભાવી નથી. સરકાર આવી ઘટનાને રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. મોટાભાગના કિસ્સા સીધી રીતે ધર્મ પરિવર્તન સાથે સંબંધિત છે.

image source

કેટલાક કિસ્સાઓમાં, એવી દલીલ કરવામાં આવી હતી કે આ છોકરીઓનું જીવનધોરણ સુધારવા માટે આ કાર્ય કરવામાં આવ્યું હતું, પરંતુ આ માની શકાય નહીં. આવા બધા કિસ્સા ધર્મ પરિવર્તનનના જ છે. આર્થિક અથવા લાલચ આપીને કરવામાં આવેલ કાર્ય પણ બળજબરી પૂર્વક કરવામાં આવેલ ધર્મપરિવર્તન જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત