શું તમને પણ જૂની નોટ બંધ થવાનો આવ્યો છે મેસેજ? તો જરા પણ મૂંઝાતા નહિં, RBI એ કરી સ્પષ્ટતા

જો આપને જૂની નોટો બંધ થવાનો મેસેજ પ્રાપ્ત થાય છે તો આપે મૂંઝાવું જોઈએ નહી, RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

હાલમાં જ એવા સમાચાર ફેલાઈ રહ્યા છે કે, માર્ચ મહિનાથી ૧૦૦ રૂપિયા સહિત જૂની ચલણી નોટો બંધ થઈ જવાની છે, ત્યાર પછી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આ વિષે સ્પષ્ટતા કરવામાં આવી છે.

  • -રૂ. ૫, ૧૦ અને ૧૦૦ રૂપિયાની નોટ બંધ થઈ જવાનો મેસેજ વાયરલ થયો છે.
  • -RBI દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, અત્યારે આવી કોઈ યોજના છે નહી.
  • -PIB ફેકટ ચેકમાં આ મેસેજ ખોટો હોવાનો ખુલાસો થયો.
image source

કેન્દ્રીય બેંક દ્વારા એક ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રૂ. ૫, ૧૦ અને ૧૦૦ની જૂની ચલણી નોટોને ચલણ માંથી બહાર થઈ ગઈ હોવાનો મીડિયામાં આવેલ અહેવાલો ખોટા છે અને હાલમાં RBI આવી કોઈ પ્રકારની યોજના પણ નથી કરી રહ્યું.

PIB ફેકટ ચેક કરવા સમયે થયો ખુલાસો.

PIB તરફથી કરવામાં આવેલ ફેકટ ચેકમાં એવું સામે આવ્યું છે કે, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી જૂની ચલણી નોટોમાં ૧૦૦, ૧૦ અને ૫ રૂપિયાની નોટોને પરત ખેચવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેવો મેસેજ વાયરલ થયો હતો જે PIB ફેકટ ચેકમાં ખોટો હોવાનો ખુલાસો થઈ ગયો છે.

image source

એક જાણકારીમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RBI દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ માર્ચ, ૨૦૨૧ પછીથી ૫, ૧૦ અને ૧૦૦ રૂપિયાની જૂની ચલણી નોટ નહી ચાલે. #PIBFactCheck: આ દાવો # ફર્જી છે. @RBI દ્વારા આવી કોઈ ઘોષણા કરવામાં આવી છે નહી.

શું હતું આ મેસેજમાં?

શુક્રવારના રોજ આરબીઆઈના સહાયક જનરલ મેનેજર બી મહેશ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, સેન્ટ્રલ બેંક માર્ચ આથવા એપ્રિલ મહિના સુધીમાં ૧૦૦, ૧૦ અને ૫ રૂપિયાની જૂની સીરીઝ ધરાવતી ચલણી નોટો પાછી ખેચવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આરબીઆઈ દ્વારા આ જાહેરાત કર્યા બાદ જૂની નોટોનું ચલણ સામાન્ય જનતાની બહાર થઈ જશે.

image source

વાયરલ થયેલ મેસેજમાં એવું લખવામાં આવ્યું હતું કે, જનતા પાસેથી આ જૂની ચલણી નોટોને પાછી ખેચવા વિષે બી મહેશએ જણાવ્યું હતું કે, આરબીઆઈ માર્ચ મહિના અથવા એપ્રિલ મહિના સુધીમાં આ નોટોને પરત ખેચી લેવાની યોજના બનાવી રહ્યું છે. આરબીઆઈ તરફથી નોટો પરત ખેચવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યા પછી નેત્રાવતી હોલમાં જીલ્લા લીડ બેંક તરફથી આયોજિત કરવામાં આવેલ જીલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ (DLMC) અને જીલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન સમિતિ (DLMC)ની મીટીંગમાં સહાયક જનરલ મેનેજર બી. મહેશ દ્વારા આ વાત કહેવામાં આવી હતી.

image source

બી. મહેશ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, ૧૦ રૂપિયાના સિક્કાની રજૂઆત કર્યાને ૧૫ વર્ષ થઈ ગયા પછી પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા ૧૦ રૂપિયાના સિક્કાને સ્વીકારવામાં આવ્યા નથી. જે બેંકો અને આરબીઆઈ માટે મુશ્કેલી બની રહ્યું છે. બી. મહેશે કહ્યું હતું કે, ‘બેંકો દ્વારા લોકોને સિક્કાની માન્યતા વિષે અફવાઓ ફેલાવવાની માહિતી આપવી જોઈએ. આ સાથે જ, બેંકો દ્વારા જનતામાં ૧૦ રૂપિયાના સિક્કાને પ્રોત્સાહન આપવાના ઉપાયો શોધી લેવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત