ગુજરાતના અમદાવાદના પોર્શ વિસ્તારમાં ધોળા દિવસે 2 કરોડ રૂપિયાની ઉઘાડી લૂંટ, પોલીસે આરોપીઓને પકડ્યા

અમદાવાદ શહેરમાં લૂંટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ સમયે શહેરના પોર્શ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં 2 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાંખીને આરોપી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

મહેન્દ્ર સોમા પટેલની પેઢીનો કર્મચારી આ લૂંટારુઓને ભોગ બન્યો છે. આંગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચુ નાખી 2 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી. આ સાથે નજીકમાં ઊભેલી પોલીસે આરોપીને પકડીને તેની વધુ તપાસ હાથ ધરી છે.

image source

સીસીટીવી ફૂટેજ પણ મળ્યા

પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી તો અહીં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે 2 કરોડ રૂપિયાથી વધારેની લૂંટ કઈ રીતે ચલાવવામાં આવી છે. સૌ પહેલા એક એક્ટિવા પર બુકાની પહેરીને લૂંટારુંઓ આવે છે. પાસે પોડ પર ઊભેલી કારનો દરવાજો પાછળથી ખખડાવીને કાચ ખોલાવે છે.

તેમાંથી રૂપિયો ભરેલો થેલો ઉઠાવે છે અને ભાગી જાય છે. એક્ટિવા પર આરોપીઓ ભાગે છે ત્યારે જ અચાનક ગાડી પાસે ઊભેલો અન્ય વ્યક્તિ શંકા જતા એક્ટિવાને પાછળથી પકડી લે છે અને બીજા લોકો તેની મદદે આવે છે. આ સમયે પોલીસ પણ આવી પહોંચે છે અને આરોપીઓને પકડી લે છે.

image source

લાઈફસ્ટાઈલનું સ્ટાન્ડર્ડ જાળવી રાખવા માટે દંપતિએ જ બનાવી દીધો પ્લાન

આ પહેલા પણ આ દંપતિ કૃષ્ણનગર વિસ્તારમાં જ્વેલર્સના શો રૂમમાં ગયા હતા અને અહીં લૂંટનો ઈરાદો લઈને પહોંચ્યા બાદ તેઓ પકડાઈ ગયા હતા. આ સમયે તેઓ ગરીબી અને લોકડાઉનની વાતો કરતા હતા પણ પરિસ્થિતિ અલગ હતી. આ દંપતિ જરૂરિયાત માટે નહીં પણ હાઈ પ્રોફાઈલ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવા લૂંટનો પ્લાન ઘડતા અને પછી તેને અલગ અલગ રીતે અંજામ આપતા. પોલીસે જ્યારે આરોપીઓની તપાસ શરૂ કરી છે તો તેમને જાણવા મળ્યું છે કે આ દંપતિ પાસે 100થી વધુ બ્રાન્ડેડ બૂટ ચંપલ અને અનેક જોડી સ્ટાન્ડર્ડ કંપનીના કપડા પણ છે. આ સિવાય પણ તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.