ઉનાળાનો આકરો તાપ અને પેટમાં ગર્ભ હોવા છતાં DSP શિલ્પા નિભાવી રહી છે ફરજ, સો સો સલામ ભારતની આ નારીને

હાલમાં કોરોનાએ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના પુણેમાં પોલિસકર્મીઓની માંગ છે કે તેમને ડોક્ટર્સ અને હેલ્થકર વર્કર્સની જેમ વિશેષ જોખમ ભથ્થુ આપવામાં આવે. ફીલ્ડમાં રહેવાના કારણે ફ્રન્ટલાઇન વર્કરની જેમ ખતરો તોળાઇ રહ્યો છે. મહારાષ્ટ્રના DGPએ રાજ્ય સરકારની સામે આ મુદ્દો ઉઠાવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે એક એવી વાત અને વીડિયો ફોટો સામે આવ્યું છે કે લોકો પ્રશંસા કરતા થાકતા નથી. કારણ કે એક ગર્ભવતી મહિલા કોરોનાના આ કપરાં સમયમાં ફરજ પર તૈનાત છે. આ ઓફિસરનું નામ છે શિલ્પા સાહૂ.

જો શિલ્પા વિશે વધારે વાત કરીએ તો શિલ્પા માઓવાદી વિસ્તાર બસ્તર જિલ્લાના દંતેવાડામાં ડ્યુટી પર છે. ગર્ભાવસ્થા દરમિયાન આકરા તાપ વચ્ચે પણ રસ્તા પર લોકડાઉનના નિયમોનું કડક પાલન કરાવવા તેમજ કોવિડ સુરક્ષા પ્રોટોકોલનું મહત્વ સમજાવતા આ લેડીને લાખ લાખ સલામ. શિલ્પા તેની ટીમ સાથે ખડે પગે ઉભી રહીને પોતાની ડ્યુટી નિભાવી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જોનારા આ મહિલાની હિમ્મત અને કામ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી રહ્યા છે.

મંગળવારે કોરોનાના આંકડાઓએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વખત એક દિવસની અંદર સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સિવાય સૌથી વધુ મૃત્યુ થયાં અને સાજા થનારાઓનો પણ રેકોર્ડ બન્યો. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 94 હજાર 11 લોકો સંક્રમિત થયા છે. ગત વર્ષે શરૂઆતથી લઈને અત્યારસુધીમાં એક દિવસમાં મળનારા દર્દીઓનો આ સૌથી મોટો આંકડો છે.

આ 24 કલાકમાં સંક્રમણથી 2020 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં એક દિવસમાં 2004 મૃત્યુ નોંધાયાં હતાં. જોકે એ વખતે કેટલાક જૂના મૃત્યુના આંકડા પણ તેમાં જોડવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે રાહતની વાત એ છે કે 24 કલાકમાં 1 લાખ 66 હજાર 520 લોકો સાજા થયા. રિકવરીનો આ આંકડો અત્યારસુધીની સૌથી વધુ છે.

ગુજરાતની હાલત પણ બદથી બદ્દતર થઈ રહી છે. રાજ્યમાં મંગળવારે 12206 લોકો કોરોના સંક્રમિત થયા છે, 4339 લોકો રિકવર થયા અને 121નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 4.28 લાખ લોકો સંક્રમિત થયા છે, તેમાં 3.46 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5615 દર્દીનાં મૃત્યુ થયાં છે. 76500 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. સાથે મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં મંગળવારે 62,097 નવા દર્દીઓ મળ્યા. 54,224 દર્દીઓ સાજા થયા અને 519નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધી 39.60 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, તેમાં 32.13 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!