બુર્જ ખલીફા જેટલો મોટો ઉલ્કાપિંડ મિસાઈલની ઝડપે આવી રહ્યો છે પૃથ્વી તરફ, કદ વિશે જાણીને ચોંકી ઉઠશો તમે પણ

વર્ષ 2020 માં દુનિયાએ કેટલાએ સ્તર પર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ક્લાઇમેટ ચેંજ, કોરોના વાયરસની મહામારી જેવી બધી જ મહામારીઓએ દુનિયાને આ વર્ષમાં અંતિમ હદ સુધી પરેશાન કરr મુકી છે. હવે આ વર્ષ પુરં થાય તે પહેલાં જ એક ઉલ્કાપિંડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે અને આ કોઈ સામાન્ય નાનો-મોટો ઉલ્કાપિંડ નહીં હોય પણ તેનું કદ દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગની
લંબાઈ જેટલું હશે. હા તેનુ કદ દુબઈમા આવેલી બુર્જ ખલિફા બિલ્ડિંગ જેટલું વિશાળ હશે.

image source

નાસાએ કન્ફર્મ કર્યું છે કે 153201 2000 WO107 નામની આ ઉલ્કા નવેમ્બર 29 એટલે કે રવિવારે ધરતી નજીકથી પસાર થશે. આ ઉલ્કાપિંડ 90 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાવેલ કરી રહ્યો છે. આ ઉલ્કાપીંડનું કદ 820 મીટરની આસપાસ જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે બુર્જ ખલીફાની ઉંચાઈ 829 મીટરની છે જે દુનિયાનું સૌથી મોટું માનવ નિર્મિત સ્ટ્રક્ચર છે.

image source

આ ઉલ્કાપિંડની ગતીનો અંદાજો એ રીતે લગાવી શકાય છે કે કોઈ બંદૂકમાંથી નીકળેલી ગોળી જે સાડાચાર હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાવેલ કરે છે. પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેનું અંતર 3 લાખ 85 હજાર કિલોમીટર છે પણ નાસા આ અંતરના લગભઘ 20 ગણી રેન્જમાં આવનારી બધી જ વસ્તુઓને મોનીટર કરવાને પ્રાથમિકતા આપે છે.

image source

આ ઉલ્કાપિંડનું કદ અને તેની ગતિને જોઈ ચિંતા થવી સ્વાભાવિક ચે અને તે પૃથ્વી પર જો પડે તો તેનાથી ભારે નુકસાન થવાની શક્યતા છે. જો કે નાસાએ સ્પષ્ટ કહ્યું છે કે ઉલ્કાપિંડ ધરતી સાથે ટકરાવાની સંભાવના નથી. નાસાએ આ ઉલ્કાપિંડને નિયર અર્થ ઓબ્જેક્ટની કેટેગરીમાં રાખ્યો છે.

प्रतीकात्मक तस्वीर
image source

નાસાના કહેવા પ્રમાણે 4.6 બિલિયન વર્ષ પહેલાં નિર્માણ થયેલી આપણી સોલર સિસ્ટમના પથરાળ, વાયુહીન અવશેષોને ઉલ્કાપિંડ કહેવાય છે. નાસા અત્યાર સુધીમાં દસ લાખ કરતાં પણ વધારે ઉલ્કાપિડોં વિષે માહિતિ મેળવી ચુકી છે. વર્ષ 2020માં ઘણા બધા નાના-મોટા ઉલ્કાપીંડ ધરતીની નજીકથી પસાર થયા છે.

તો હવે સાથે સાથે ઉલ્કાપીંડ સાથે જોડાયેલી આ રોમાંચક હકીકતો પણ જાણી લો

– તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ રોજ લાખોની સંખ્યામાં નાના-મોટા ઉલ્કાપિંડો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.

– જ્યારે પણ એક ઉલ્કાપિંડ આપણા વાતાવરણનો સામનો કરે છે ત્યારે તેમાંથી વરાળ નીકળે છે અને તે તેની પાછળ એક પૂંછડી જેવી જ્વાળા છોડે છે જે બળી રહી હોય છે.

– જ્યારે આકાશના કોઈ એક ભાગમાં સતત ઉલ્કા પસાર થતી રહે ત્યારે તેને ઉલ્કા વર્ષા કહેવાય છે.

प्रतीकात्मक तस्वीर
image source

– મોટા ભાગના ઉલ્કાપિંડો ત્રણ પ્રકારના હોય છે, પથ્થર, પથ્થર અને લોખંડ મિશ્રિત અથવા તો માત્ર લોખંડના. ઉલ્કાપિંડનું આ કમ્પોઝીશન આપણ ને કહે છે કે તે ઉલ્કા ક્યાંથી અસ્તિત્વમાં આવી હતી. લોખંડવાળી ઉલ્કા કે પછી પથ્થર અને લોખંડ મિશ્રિત ઉલ્કા એ કોઈ નાનકડા તારાના કોરની નજીકથી આવેલી હોય છે જ્યારે જે પથ્થરવાળી ઉલ્કા હોય તે તેની સર્ફેસની નજીક હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત