અક્ષય કુમારે તો ભારે કરી, હેરા ફેરી 3 માટે મૂકી આવી શરતો અને અટકી ગયું શુટિંગ, મેકર્સને થયું ભારે નુકસાન

વર્ષ 2000માં ફિલ્મ ‘હેરા ફેરી’ રિલીઝ થઈ ત્યારે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની જોડી દર્શકોમાં ધુમ મચાવતી જોવા મળી હતી. લોકોને આ ફિલ્મમાં ત્રણેય પાત્રો ગમ્યાં. ફિલ્મની સફળતાને જોતા, વર્ષ 2006માં, હેરા ફેરી (ફિર હેરા ફેરી) નો બીજો ભાગ રીલિઝ થયો. આ ફિલ્મે પણ તેની કોમેડી અને શ્રેષ્ઠ અભિનય સાથે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે સોશિયલ મીડિયા પર મિમ્સનો યુગ શરૂ થયો ત્યારે હેરા ફેરી 2 ને લગતા મિમ્સ ખૂબ વાયરલ થવા લાગ્યા. એવું લાગ્યું કે આ ફિલ્મ મીમ ક્રિએટર્સની પસંદ છે.

image source

લોકો રાજુ, બાબુ રાવ અને શ્યામની ત્રણેયને ફરીથી મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બીજા ભાગ પછી તેને 14 વર્ષ થયા છે, પરંતુ આ ફિલ્મનો ત્રીજો ભાગ હજી રિલીઝ થયો નથી. 2015માં, ફિલ્મના નિર્માતા, ફિરોઝ નડિયાદવાલાએ હેરા ફેરી 3 નું શૂટિંગ શરૂ કર્યુ હતું. ફિલ્મમાં અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની જગ્યાએ જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન હતા. પરેશ રાવલ પણ આ ફિલ્મનો એક ભાગ હતા. આ ફિલ્મમાં નેહા શર્મા પણ જોવા મળી હતી. પરંતુ આર્થિક સમસ્યાને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું.

image source

બોલિવૂડ હંગામામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ થોડા સમય પહેલા આ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાની ચર્ચા શરૂ થઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે એક સૂત્રએ જણાવ્યું હતું કે- “ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ અક્ષય કુમાર સાથે ફિલ્મ હેરા ફેરી માટે વાત કરી હતી. અક્ષય ફિલ્મનો ભાગ બનવા સંમત થયો હતો, પરંતુ તેની બે શરતો હતી. અક્ષય કુમારની પહેલી શરત ‘ધ ડ્રીમ ગર્લ’ ફિલ્મના નિર્દેશક, રાજ શાંડિલ્યાએ આ ફિલ્મનું નિર્દેશન કરવું જોઈએ કારણ કે તેમના મતે રાજ કોમેડી ફિલ્મોનું નિર્દેશન કેવી રીતે કરવું તે જાણે છે. આ સિવાય અક્ષયની બીજી શરત એ હતી કે તેને આ ફિલ્મથી 70 પ્રોફિટ જોઈએ છે. ફિરોઝ નડિયાદવાલાએ બીજી શરત નકારી. આટલું જ નહીં, રાજ શાંડિલ્યએ પણ ફિલ્મનું નિર્દેશન કરવાની ના પાડી કારણ કે તેમના મતે હેરા ફેરી એક આઇકોનિક ફિલ્મ હતી અને તે આ ફિલ્મને ન્યાય આપી શકે એમ નથી”

image source

આ જ વર્ષે માર્ચ મહિનામાં આ ફિલ્મ વિશે વાત કરતા ઇન્દ્રકુમારે ડીએનએ ન્યૂઝપેપરને માહિતી આપી છે કે મને ખુશી છે કે રાજુ, શ્યામ ને બાબુરાવ આપ્ટે મોટા પડદા પર ફરી આવી રહ્યાછે. હું હેરા ફેરી 3 પર છેલ્લા ત્રણ મહિનાથી બિલકુલ ધ્યાન નહોતો આપી શખ્યો કારણ કે હું ટોટલ ધમાલમાં વ્યસ્ત હતો. હું આ ફિલ્મ 2019ના અંતમાં શરૂ કરીશ. આ ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, હાલમાં ફિલ્મની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. ઈન્દ્ર કુમાર પોતાના રાઈટર્સની ટીમ સાથે પાછલા એક વર્ષથી કામ કરી રહ્યા છે અને ફર્સ્ટ હાફને લોક કરી દેવાયો છે. બીજા હાફમાં થોડું કામ બાકી છે. ફિલ્મ ટોટલ ધમાલની રીલિઝ પછી આ કામ શરુ કરાશે.

image source

પહેલા પ્લાન હતો કે પાછલા વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ ફ્લોર પર લાવવામાં આવે પણ સ્ટોરીમાં સમસ્યા હોવાના કારણે મોડું થઈ ગયું. એક તબક્કે સમાચાર હતા કે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા સાથે અણબનાવના કારણે અક્ષયે આ પ્રોજેક્ટ છોડવાનું નક્કી કર્યું હતું, હવે બન્ને વચ્ચે ફરી સુલેહ થઈ છે અને સાથે કામ કરવાનું નક્કી કર્યું છે.

image source

મે મહિનામાં અભિનેતા સુનીલ શેટ્ટીનું કહેવું હતું કે તે ફિલ્મ ‘હેરા ફેરી 3’ને લઇને ખૂબ ઉત્સાહિત છે, જેના પર વર્ષના અંતમાં કામ શરૂ કરવામાં આવશે. સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે પ્રિયદર્શન સાથે ત્રીજા પોર્ટને લઇને વાતચીત ચાલુ છે. આ વર્ષના અંતમાં કામ શરૂ કરવામાં આવી શકે છે. તેના પર ખૂબ વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. હું ખૂબ ઉત્સાહિત છે. અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે તેમણે પહેલીવાર ‘હેરા ફેરી’ ગમી હતી પરંતુ બીજામાં તેમને ખાસ મજા આવી ન હતી. પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત પહેલી ‘હેરા ફેરી’ 2000 માં રિલીઝ થઇ હતી, જેમાં સુનીલ શેટ્ટીની સાથે પરેશ રાવલ અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ ત્રણેય ફરી એકવાર 2006માં આવેલી ‘ફિર હેરા ફેરી’ માં જોવા મળશે, જેનું નિર્દેશન નીરજ વોરાએ કહ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સીરિઝમાં ત્રીજો ભાગ ક્યારે આવે છે અને આવે છે કે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત