આદિત્ય નારાયણથી યુવિકા ચૌધરી સુધી, જ્યારે ટીવીના આ સેલેબ્સને પોતાના વિવાદિત ટીપ્પણીઓના કારણે માંગવી પડી માફી.

ટીવી જગતના કલાકારો ઘણીવાર જાણતા અજાણતા અમુક એવા શબ્દો બોલો જાય છે જેના માટે એમને ન ફક્ત લોકોના ગુસ્સોનો સામનો કરવો પડે છે પણ પોતાની ટિપ્પણીઓ માટે માફી પણ માંગવી પડે છે. હાલમાં જ સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણને પોતાની વિવાદિત ટિપ્પણી માટે માફી માંગવી પડી છે એ સિવાય મુનમુન દત્તાને પણ પોતાની આપત્તીજનક ટીપ્પણીના કારણે લોકોમાં ગુસ્સાનો શિકાર થવું પડ્યું હતું. ચાલો જાણી લઈએ ટીવીના એ સેલેબ્સ વિશે જેમને પોતાની વિવાદિત ટીપ્પણીના કારણે માફી માંગવી પડી.

યુવિકા ચૌધરી.

image source

બિગ બોસ 9માં દેખાઈ ચુકેલી એક્ટ્રેસ યુવિકા ચૌધરીએ પોતાના પતિ પ્રિન્સ નરૂલાના ગૃમિંગ સેશનનો વિડીયો રેકોર્ડ કર્યો. યુવિકાએ આ વીડિયોમાં ભંગી શબ્દનો ઉપયોગ કર્યો એ પછી એ ટ્રોલિંગની શિકાર થઈ ગઈ. આ ટિપ્પણી પર બબાલ થવાના કારણે યુવિકાને માફી માંગવી પડી. એક્ટ્રેસે કહ્યું કે એવું જાણી જોઈને નહોતું કહ્યું અને એમનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો.‘

આદિત્ય નારાયણ.

image source

ઇન્ડિયન આઇડલ 12ના હોસ્ટ આદિત્ય નારાયણને શોમાં અલિબાગ શબ્દના ઉપયોગ કરવા માટે માફી માંગવી પડી. કથિત રીતે અલિબાગ શબ્દનો ઉપયોગ કરીને મજાક ઉડાવવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નિર્માતાઓએ માફીની માગણી કરી હતી એ પછી આદિત્યએ એક વિડીયો જાહેર કરીને માફી માંગી હતી. આદિત્યએ શોના કન્ટેસ્ટન્ટ સ્વાઈ ભટ્ટને પૂછ્યું હતું કે એમને શુ લાગે છે એ અલિબાગથી આવ્યા છે.‘

મુનમુન દત્તા.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માંની અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા પર હાલમાં જ એક વીડિયોમાં જાતિગત શબ્દના ઉપયોગ કરવા માટે એસસી અને એસટી એક્ટ હેઠળ કેસ નોંધાયો છે. 11 મેએ દલિત માનવધિકારો માટે રાષ્ટ્રીય ગઠબંધનના સંયોજલ રજત કલસનની ફરિયાદ પછી એક્ટ્રેસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઇ છે. એક વીડિયોમાં મુનમુન દત્તાએ કહ્યું હતું કે એ ભંગી જેવી નથી પણ સારી દેખાવા માંગે છે. એમની આ ટીપ્પણીના કારણે એમને માફી માંગવી પડી હતી.‘

સુનિલ પાલ.

image source

સુનિલ પાલને પણ પોતાની વિવાદિત ટિપ્પણીને લઈને માફી માંગવી પડી છે. એમને કોવીડ 19 દર્દીઓને ડરાવવા માટે ડોક્ટરોના એક વર્ગને ચોર અને રાક્ષસ કહ્યા હતા. કથિત વિડીયો જોયા પછી અંધેરી પોલીસે 4મેના રોજ પાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. સુનિલ પાલે વીડિયોમાં કહ્યું હતું કે 90% ડોકટરોએ રાક્ષસના કપડાં પહેરેલા છે જ્યારે 10 ટકા ડોકટરો આજે પણ લોકોની સેવા કરી રહ્યા છે.

કપિલ શર્મા.

image source

દર્શકોને હસવાનાર જાણીતા કોમેડિયન કપિલ શર્માએ ગયા વર્ષે કાયસ્થ સમુદાય વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી જેના માટે એમને માફી માંગવી પડી હતી. એમને લખ્યું હતી કે ડિયર કાયસ્થ કમ્યુનિટી, 28 માર્ચ 2020એ પ્રસારિત ધ કપિલ શર્મા શોના એક એપિસોડમાં શ્રી ચિત્રગુપ્તજીના ચિત્રણે તમારી ભાવનાઓને દુભાવી છે એ માટે હું મારી આખી ટીમ વતી ખેદ વ્યક્ત કરું છું.

મુકેશ ખન્ના.

image source

સિરિયલ શક્તિમાનના અભિનેતા મુકેશ ખન્નાએ મી ટૂ આંદોલન દરમિયાન વિવાદિત ટિપ્પણી કરી હતી. એમને કહ્યું હતું કે સ્ત્રીઓ અને પુરુષોને અલગ રીતે બનાવવામાં આવે છે. સ્ત્રીઓને ઘરની દેખભાળ કરવી જોઈએ. મને એ કહેતા ખેદ થાય છે પણ મી ટુ સમસ્યા સ્ત્રીઓ કામ કરવા લાગી એ પછી શરૂ થઈ. જો કે પોતાના આ બયાન માટે મુકેશ ખન્નાએ પછી માફી માંગવી પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!