માર્ચ મહિનામાં 9,10 નહિં પણ આટલા દિવસો બેન્કો રહેશે બંધ, સાથે થશે આ મોટા ફેરફારો પણ, ખાસ જાણી લેજો નહિં તો…

હવે તમારે આ જાણવું ખૂબ જરૂરી છે કે હવે ૧ માર્ચથી ઇ વિજયા અને ઇ દેના બેન્ક તેના આઇએફએસસી કોડ બદલવા જઇ રહ્યું છે. તેને સાથે તમારા આધાર એકાઉન્ટના ઘણા નિયમોમાં પરીવર્તન કરવામાં આવશે. ૧ માર્ચથી ઘણા નિયમો બદલવા જઇ રહ્યા છે.

image source

તેની અસર સામાન્ય લોકોના જીવનમાં ઘણી અસર જોવા મળશે. તેમાં ઘણી બેંકોમાં પણ તેના નિયમો વિષે ઘણા પરીવર્તન કરવામાં આવ્યું છે. તેના વિષે બધાએ જાણવું જોઈએ. જો તમે સમય પર આ બેન્કના નવા નિયમો વિષે નહીં જાણો તો તેમાં જો તમારું અકાઉન્ટ હશે તો તે બંધ થઈ શકે છે. તેથી તમારે આના નિયમો અંગે જરૂર જણાવી જોઈએ.

બેન્ક ઓફ બરોડાના ગ્રાહકને કર્યા સાવચેત :

image source

આ બેન્કે તેમના બધા ગ્રાહકને એલર્ટ કર્યા છે કે આવતા મહિનાથી ઇ વિજયા અને ઇ દેનના આઈએફએસસી કોડમાં ઘણા બદલાવ કરી રહ્યા છે. ૧ માર્ચ ૨૦૨૧થી તે બંધ થઈ જશે. બેન્ક ઓડ બરોડાએ તેમના બધા ગ્રાહકને કહ્યું કે આ કોડ લેવાનું ખૂબ સરળ છે. તેના માટે તેમણે સરળ રીત બતાવી હતી.

તેના માટે ગ્રાહકે થોડીવારમા અને સરળ રીતે તેમણે તેમનુ આ કોડ મળી જશે તેમના માટે તેમણે બેન્કની વેબસાઇટ પર જવું અને મેસેજની મદદ લેવી. ત્યારે બેન્ક આની સાથે એક ટોલ ફ્રી નંબર પણ આપે છે ૧૮૦૦૨૫૮૧૭૦૦ આપેલો છે. નવા આ કોડ બેન્કની તરફ મોબાઈલ નંબર ૮૪૨૨૦૦૯૯૮૮ આપવામાં આવ્યા છે.

image source

આ બેંક તેના નિયમો બદલશે :

બેન્ક ઓફ બરોડા સિવાય ઘણી બધી બેન્ક છે જે તેમના આ કોડ બદલવા માટે જઇ રહી છે. તેમાં પંજાબ નેશનલ બેન્ક તેના આ કોડને બદલવા માટે જઇ રહી છે. પંજાબ નેશનલ બેન્ક તેની સહયોગી બેન્ક ઓરિએંટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા જૂના ચેક અને આઈ.એફ.એસ.સી. કે માઈકર કોડમાં ઘણા નવા પરીવર્તન કરી રહી છે. જોકે ૩૧ માર્ચ સુધી જૂના કોડ કામ કરી શકશે તે પછી તમારે નવા કોડ વાપરવાના રહેશે. ત્યાં સુધીમાં બધા ગ્રાહકોએ નવા કોડ મેળવી લેવાના રહેશે. તેનાથી કોઈ પણ ગ્રાહકને પરેશાની નહીં થાય.

માર્ચ મહિનામાં બેંકમાં ઘણી રજાઓ રહેશે :

image source

રજાઓને લઈને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક કેલેન્ડર બહાર પાડ્યું છે. તેમાં માર્ચ મહિનામાં બેન્કમાં ૧૧ દિવસ રજા જાહેર કરવામાં આવી છે. તેથી આ રજાને જાણીને તમે તમારા બધા કામ આગળના દિવસોમાં જ કરી શકો તેના માટે તમારે એ જાણવું જોઈએ કે બેંકમાં ક્યાં દિવસે રજા જાહેર કરવામાં આવી છે. તેમાં ૫ માર્ચ, ૧૧ માર્ચ, ૨૨ માર્ચ, ૨૯ માર્ચ અને ૩૦ માર્ચના દિવસે રજા રહેશે. આ ઉપરાંત આ માહિનામાં ચાર રવિવાર અને બે શનિવારે રજા પણ રજા રહેશે. તેથી કુલ ૧૧ દિવસ બેન્ક બંધ રહેશે તેથી તમારા બધા કામ વહેલા કરી લેવા.

આધારકાર્ડ અને બેન્ક એકાઉન્ટને લિન્ક કરવુ ફરજિયાત :

નાણાં મંત્રાલયે જણાવ્યુ છે કે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી બધી બેન્ક પોતાના એકાઉન્ત્ને આધારે કાર્ડ સાથે લિન્ક કરવાની જરૂર રહેશે. નાણાકીય સમાવેશન અને ગ્રાહકોને સરકારી યોજનાનો લાભ મળે તેના માટે આધાર અને બેન્ક અકાઉન્ટ સાથે લિન્ક કરાવવું જોઈએ. આ કામ જો કે પૂરું થઈ ગયું છે પરંતુ ઘણી બેંકમાં આ કામ ચાલુ છે. આ માટે મંત્રાલયે ૩૧ માર્ચ સુધીનો સમય આપ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!