સુશાંતના રુમમાંથી મળ્યા આ દવાના પ્રિસ્ક્રિપ્શન, આત્મહત્યા સમયે ઘરમાં આ ચાર લોકો હતા હાજર

બોલિવૂડ માટે 2020નું વર્ષ આઘાતજનક સાબિત થઈ રહ્યું છે. આ વર્ષમાં કોરોના મહામારીના કારણે ફિલ્મોની શૂટિંગો ઠપ્પ થઈ, તૈયાર થયેલી ફિલ્મોની રિલીઝ અટકાવવી પડી, હજારો લોકો હાલ બેરોજગાર થયા છે અને સૌથી વધારે દુખદ કે આ વર્ષમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. આજે આ યાદીમાં સુશાંત સિંહ રાજપૂતનું નામ જોડાઈ ગયું છે. સુશાંતના મોતના સમાચારથી બોલિવૂડની સાથે તેના ફેન્સમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

image source

આજે સુશાંત સિંહ રાજપૂતે તેના મુંબઈના બાંદ્રામાં આવેલા ઘરમાં પોતાના રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. 34 વર્ષીય સુશાંતની આત્મહત્યાના સમાચારથી દરેક વ્યક્તિને આઘાત લાગ્યો છે. સુશાંત પટનાનો છે પરંતુ તે બાંદ્રામાં માઉન્ટ બ્લાન્ટ અપાર્ટમેન્ટના એક ડુપ્લેક્ષમાં એકલો રહેતો હતો. જો કે તેણે આ અંતિમ પગલું ભર્યું ત્યારે તેની સાથે ઘરમાં અન્ય ચાર લોકો પણ હતાં. જેમાંથી બે ઘરના હેલ્પર હતાં અને એક તેનો મિત્ર હતો.

image source

આ અંગે જાણવા મળ્યા અનુસાર રાત્રે સુશાંત સાથે તેનો મિત્ર તેના ઘરે જ હતો. તેમણે સાથે સમય પસાર કર્યો ત્યારબાદ સવારે 10 કલાકે સુશાંત જ્યૂસ પી અને પોતાના રૂમમાં ગયો. સુશાંતના ગયા પછીના કલાકો સુધી તે રુમમાંથી બહાર આવ્યો નહીં. ત્યારે ઘરના નોકરે દરવાજો ખખડાવ્યો અને ત્યારે પણ કોઈ જવાબ ન મળતા ઘરમાં હાજર લોકોને શંકા ગઈ અને તેમણે સાથે મળી અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો.

image source

દરવાજો લોક હોવાથી ઘરના હેલ્પરે તુરંત એક ચાવીવાળાને બોલાવ્યો. ચાવી બન્યા બાદ તેમણે દરવાજો ખોલ્યો તો સુશાંત સિંહને પંખા સાથે લટકતો જોયો. ત્યારબાદ તુરંત ઘરના નોકરે જ પોલીસને ફોન કર્યો અને આ અંગે માહિતી આપી. પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી.

image source

પોલીસે તેના રુમમાં તપાસ કરી અને તેના ફોન ચેક કર્યો. જેમાં જાણવા મળ્યું કે સુશાંતે ગત રાત્રે 12 વાગે એક્ટર મહેશ કૃષ્ણ શેટ્ટીને ફોન કર્યો હતો પરંતુ તેનો કોલ રિસીવ થયો નહીં. ત્યારબાદ સુશાંતના ફોનમાંથી કોઈ કોલ થયા નથી. આ સિવાય પોલીસને સુશાંતના ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. સુશાંતે એક કપડાથી પંખા સાથે લટકી અને ફાંસી લગાવી લીધી હતી. પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે. જો કે પોલીસને ફ્લેટમાંથી કેટલીક દવા મળી આવી છે. જે દવાઓ ડિપ્રેશનમાં લેવાતી હોય છે. તેના પરથી અનુમાન સેવાઈ રહ્યું છે કે તે કેટલાક મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર પણ ચાલતી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત