ક્યાંય પણ બહાર જતા પહેલા વાંચી લો અંબાલાલ પટેલની આ આગાહી, નહિં તો શેકાઇ જશો ગરમીમાં

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી- જાણો ક્યાં શહેરમાં કેટલા ડીગ્રી રહેશે તાપમાન…

આ વખતે ઉનાળાની શરૂઆતથી જ ગરમીએ જોર પકડ્યું છે. હજી તો માંડ એપ્રિલ મહિનાની શરૂઆત થઈ છે ત્યાં તો ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે, લોકો અત્યારથી જ પરસેવે નિતરી ગયા છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે, 10થી 16 એપ્રિલ આકરી ગરમી પડી શકે તેમ છે.

ગુજરાત રાજ્યમાં અમદાવાદ સહિત બધા જિલ્લાઓમાં ગરમીનો પારો હજી વધારે ઊંચો જશે.ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તો ગરમીનો પારો અત્યારથી જ 40 ડિગ્રીને પાર ગયો છે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમી સાથે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

image source

તેમણે જણાવ્યું છે કે, તારીખ 13થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં તેમજ મધ્ય ભાગમાં વાદળો ઘેરાય તેવી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ વાદળોની શક્યતા રહેશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 7 તારીખ સુધીમાં હિમવર્ષા કે કમોસમી વરસાદની સંભાવના છે. આ સિવાય પંજાબ, હરિયાણા અને દિલ્હીના અમુક ભાગોમાં પણ વાતાવરણ પલટાઈ શકે તેમ છે.રાજસ્થાનના ભાગોમાં પણ હવામાન પલટો આવી શકે છે

image source

આ ઉપરાંત ગુજરાતમાં ધીરે ધીરે ગરમી વધશે અને 10 એપ્રિલથી ગરમી એકદમ વધવાની ચાલુ થશે એવું પણ તેમને જણાવ્યું છે. એટલું જ નહીં 16મી એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્રારા બે દિવસ સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને ઉપર પહોંચી ગયો છે. રાજકોટ શહેરમાં ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા સમગ્ર શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.ત્યારે રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્રારા હિટવેવને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

image source

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, તા.10 એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે જેનો પ્રભાગ આખા રાજ્યમાં જણાશે. ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચે એવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે.

તમને જણાવી દઈએ કે રવિવારે અમદાવાદ બાદ સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 37.8 ડિગ્રી રહ્યો હતો.જ્યારે રાજકોટમાં 37.6 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી, વિદ્યાનગરમાં 36.7 ડિગ્રી, વડોદરામાં 36.6 ડિગ્રી, ડીસામાં 36.4 ડિગ્રી, સુરતમાં 35.5 ડિગ્રી, કેશોદ-ભાવનગરમાં 35.2 ડિગ્રી, ભૂજમાં 35 ડિગ્રી, દીવમાં 32.3 ડિગ્રી, વલસાડમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

image source

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, તા.10 એપ્રિલથી અતિ આકરો તાપ પડી શકે છે.જ્યારે તા.10 થી 16 દરમિયાન રાજસ્થાનના બાડમેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચે એવી પૂરી શક્યતાઓ છે. જેની એક અસર ગુજરાત પર થશે. જોકે, એપ્રિલ મહિનો શરૂ થતા જ અમદાવાદમાં ગરમી શરૂ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!