અ’વાદના આ પતિએ હદ વટાવી, આ બાબતમાં પત્નીને કરતો હતો દબાણ, અને જો વિરોધ કરે મારતો માર પછી આખરે થયું કંઇક એવું કે…

ઘર કંકાસ એ દેરક ઘરની સમસ્યા છે. આ સાથે જ આપણે ઘણા એવા કિસ્સા જોયા છે કે જેમાં પતિ પત્નીને વાંધો હોય છે અને જેનું કારણ ઘર કંકાસ સાથે સાથે શારીરિક સંબંધો પણ હોઈ શકે છે. આમ જોવા જઈએ તો પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધ એ બેડરૂમના દરવાજાની અંદર જ હોય છે, પણ ઘણી વખત બન્નેમાંથી કોઈ એક પાત્ર પોતાની વિચિત્ર માગણી પાર્ટનરને પસંદ આવતી નથી. કારણ કે આજકાલ પુરુષો અને સ્ત્રીઓની સેક્સ બાબતે અલગ અલગ ડિમાન્ડ રહેતી હોય છે. પણ ક્યારેક આ અલગ અલગ માંગણીઓ સ્ત્રી કે પુરુષને ભારે પડતી હોય છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પુરુષે સેક્સની અલગ અલગ માગણીને કારણે સ્ત્રીએ 181ની મદદ લેવી પડી હતી.

આ વાત છે અમદાવાદના રામોલ વિસ્તારની કે જ્યાં પતિએ પત્ની પાસે અલગ અલગ પોઝમાં સેક્સ માટે મજબૂર કરતો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પત્નીએ આ સમગ્ર બાબતનો વિરોધ કરતાં પતિએ તેને માર મારતો હોવાનું પણ સામે આવ્યું છે અને હવે આ બેડરૂમનો મામલો પોલીસ સ્ટેશન સુધી આવી ગયો છે. જો વિગતે વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા અન્ય રાજ્યના પરિવારના દીકરા રાજીવ (નામ બદલ્યું છે ) જાણીતી બેંકમાં ક્લર્ક છે. રાજીવના લગ્ન પોતાના સમાજની નેહા (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે થયા છે.

વાત કરીએ લગ્ન બાદની તો રાજીવ અને નેહા લગ્ન બાદ અન્ય સામાન્ય પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં. લગ્ન બાદ નેહાને તેનાં સાસરિયાં સતત નાની-મોટી વાતને લઈ મહેણાંટોણાં મારતાં હોવાનું પણ સામે આવ્યું છે. પણ લગ્નજીવન ન તૂટે એ માટે નેહા સતત દરેક બાબત મૂંગા મોઢે સહન કરતી હતી. પતિ જે કહેતો એ બધું જ પત્ની કરતી અને ક્યારેય વિરોધ પણ ન કરતી. બધાની વાત સાથે જ આની સાથે સાથે બેડરૂમમાં પતિ નેહાને સતત શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો.

image source

જો વાત કરીએ તો નેહાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રાજીવ નેહાને અલગ અલગ પોઝમાં રતિક્રીડા કરવા માટે મજબૂર કરતો હતો, આ વાત નેહા માનતી એવું નહોતું, નેહાએ અનેક વખત વિરોધ કર્યો પણ આ વિરોધનું પરિણામ એવું આવ્યું કે રાજીવ તેને ખૂબ માર મારતો હતો. આખરે કોઈ જ કારણ ન બચતા આ સમગ્ર મામલે નેહાએ મહિલા હેલ્પલાઇન 181ને ફોન કરીને બોલાવતાં તેઓ તેને જ પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં. ત્યાં નેહાએ તેનાં પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે અને હવે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પણ હવે આ કિસ્સામાં પુરુષ પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે અને સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્તિ કરી રહ્યા છે.

આ સાથે જ અમદાવાદની એક વિચિત્ર ઘટના સામે આવી હતી કે શહેરમાં પત્નીઓને છોડી ગે સાઢુઓ એક સાથે રહેવા લાગ્યા હોવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ સમક્ષ આવેલા આ ચોંકાવનારા કિસ્સામાં બે પુરુષોએ એક સાથે રહેવા માટે પોતાની પત્નીઓને છોડી દીધી હતી. બંન્ને પુરુષો સાઢુ છે અને તેમણે બે સગી બહેનો સાથે લગ્ન કર્યા હતા. બે સાઢુભાઇ પત્નીઓને તરછોડી પરસ્પરના પ્રેમમાં ગળાડૂબ બની ગયા છે. સાથે રહેવા માટે બંન્નેએ પત્નીઓને છોડીને એક સાથે રહેવા લાગ્યા હતા. ત્યારબાદ મહિલાઓએ કોર્ટનું શરણ લીધુ હતું અને ન્યાયની માંગણી કરી રહી છે.

image source

એક અહેવાલ અનુસાર, 2010માં મોટી બહેનના લગ્ન એક સ્થાનિક વેપારીના પુત્ર સાથે થયા હતા. તેમને સુખી લગ્નજીવનમાં એક બાળકનો જન્મ થયો હતો. 2013માં નાની બહેનના પણ લગ્ન થઇ ગયા. મોટી બહેનના ગે પતિએ નાની બહેનના સીધાસાદા પતિને પટાવી તેને પણ ગે બનાવી લીધો હતો. આ બહેનોએ કોર્ટમાં એકબીજાના ગે પતિ સામે ઘરેલું હિંસાનો કેસ માંડી ભરણપોષણનો હક માંગ્યો છે. બંન્ને ગે સાઢુએ દોઢ વર્ષ અગાઉ પોતાની પત્નીને છોડી એક સાથે રહેવા લાગ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત