કોરોનાના કેસ વધતાં આજથી અનેક જગ્યાઓએ લાગૂ થયુ લોકડાઉન, ક્યાંય જતા પહેલા ખાસી વાંચી લેજો આ લેટેસ્ટ માહિતી

અનલોક બાદ બગડી રહેલી દેશની સ્થિતિને સુધારવા માટે, દેશમાં ફરી એકવાર રાજ્યો દ્વારા લોકડાઉન નીતિનો અમલ શરુ કરાયો

વિશ્વ ભરમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ભારતમાં પણ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. હાલમાં આવેલા એક અહેવાલ પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો વધીને નવ લાખને પાર પહોચી ગયો છે. આવા સમયે દેશમાં ફરી એકવાર લોકડાઉનની સ્થિતિ સર્જાવા જઈ રહી છે. ત્યારે ફરી એક વાર દેશના વિવિધ વિસ્તારોમાં સ્થિતિ પ્રમાણે લોકડાઉન લગાડવામાં આવી રહ્યું છે. જેમાં પુના, ગ્વાલિયર અને કર્ણાટક સહીત ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અનલૉક પછીથી દેશમાં સતત વધતા જઈ રહેલા કોરોના વિસ્ફોટને કાબૂમાં લેવા માટે ફરી એકવાર સરકાર લૉકડાઉનનો વિકલ્પ વિચારી રહી છે.

image source

દેશમાં કોરોના સંક્રમણ આંક ૯ લાખને પાર

દેશમાં સતત વધી રહેલા અને નવા ઉમેરાઈ રહેલા ચિંતાજનક કોરોના સંક્રમણના આંકડાઓ ડરાવી રહ્યા છે. આવા સમયે દેશ ભરમાં કુલ કેસની સંખ્યા વધીને 9 લાખને પાર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ કોરોના કાળમાં ૯૩ જેટલા સ્વાસ્થ્ય રક્ષક એવા ડોક્ટરોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવામાં પ્રશ્ન એ છે કે શું ખરેખર અનલોક પછી સ્થિતિ બગડી રહી છે? આ સમયે રાજ્યોએ હવે કોરોનાને કાબૂમાં લેવા મંગળવાર એટલે કે આજથી ફરી લૉકડાઉન અંગે નિર્ણય લીધો છે. કારણ કે વધારે છૂટછાટ સાથે કોરોના પણ વધુ ફેલાઈ રહ્યો છે.

કર્ણાટક ૭ દિવસ, તમિલનાડુ ૧૪ જુલાઈ સુધી બંધ

કોરોના કેસના વધતા કર્ણાટક સરકારે બેંગ્લોરમાં ૧૪ જુલાઈથી લઈને ૭ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે, ત્યારે બીજી બાજુ તામીલનાડુ સરકારના મુખ્યમંત્રીએ મદુરાઈ અને એના આસપાસના વિસ્તારોમાં પણ ૧૪ જુલાઈ સુધી લોકડાઉનને લંબાવી દીધું છે.

image source

મહારષ્ટ્રમાં પિંપરી ચિંચવાડ સપૂર્ણ બંધ

મહારાષ્ટ્ર સરકાર દ્બારા પુના અને પિંપરી-ચિંચવાડમાં 14 થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન આપી દીધું છે. આ જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. જો કે હાલમાં જ મુંબઈના આસપાસના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે લોકડાઉન પાળવાની જાહેરાત કરવામાં આવી છે.

લાલચોકને સંપૂર્ણપણે બંધ કરાવાયો

કશ્મીરમાં અધિકારીઓ દ્વારા પણ રવિવારના દિવસે લોકડાઉનના બીજા તબક્કે લાલચોકને સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યો હતો. આ સહીત શ્રીનગરના અન્ય ૬૭ જેટલા વિસ્તારોને પણ બંધ કરાવવામાં આવ્યા છે. કારણ કે છેલ્લા એક અઠવાડિયાના સમયગાળા અહી અચાનક કેસ વધી ગયા હતા.

image source

વારાણસી અને ગ્વાલિયરમાં પણ લોકડાઉન

ગ્વાલિયરમાં એક જ દિવસમાં એક સાથે ૧૯૧ નવા કેસ આવતા જ એક અઠવાડિયા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વારાણસીમાં આજે સાંજના ૫ વાગ્યાથી જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં સોમવારથી શુક્રવાર સુધી અડધા દિવસનું લોકડાઉન પાળવામાં આવશે. સાંજના ૪ વાગ્યા પછી લોકડાઉનના દરેક નિયમો પાળવાના રહેશે.

ગુજરાત રાજ્યમાં વેપારીઓ દ્વારા આંશિક લોકડાઉન

અનલોક વચ્ચે હવે વેપારીઓએ ગુજરાતમાં જાતે જ આટલા તાલુકા અને જિલ્લઓમાં આંશિક લોકડાઉન પાળવાનો નિર્ણય લીધો છે. જેમાં ભાવનગર, જામનગર, બોટાદ, ભરૂચ, માલપુર, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠા, તાપી અને જૂનાગઢ જિલ્લાઓમાં વેપારીઓ દ્વારા જાતે જ આંશિક લૉકડાઉનનો પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાય.

image source

એસટી વિભાગે આ રૂટની બસો બંધ કરી

વેપારીઓના આંશિક લોકડાઉનના નિર્ણય સમયે ગુજરાત એસટી વિભાગે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદથી સુરત જતી તેમજ અમદાવાદથી વડોદરા તરફ જતી બસો બંધ કરી દેવામાં આવી છે. આ વચ્ચે વડોદરાથી ભરૂચ જનારી એસટી સેવાઓને પણ બંધ કરવામાં આવી છે. આ નિર્ણય કોરોના સંક્રમણમાં વ્યાપક વધારો થતા અટકાવવા માટે લેવાયો છે.

હીરા બજાર પણ ૧૯ જુલાઈ સુધી બંધ

હીરા ઉદ્યોગમાં સતત વધતા જઈ રહેલા કેસના પગલે સુરક્ષાને ધ્યાનમાં લઈને હીરા બજારને પણ ૧૯ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મીની બજાર, માનગઢ ચોક સહીત તમામ સેઈફ બંધ રાખવામાં આવશે. જો કે ૨૦ જુલાઈથી લઈને હીરા બજારના વ્યાપારીઓ દ્વારા સેઈફ ખોલવામાં આવશે. ત્યાર પછી એટલે કે ૨૦ જુલાઈથી બપોરના ૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી કામકાજ ચાલુ રહેશે.

image source

AMC દ્વારા પનના ગલ્લાઓનું ચેકિંગ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે કોરોનાની સુરક્ષાને ધ્યાનમાં લઈને પાનના ગલ્લાઓ પર તવાઈ બોલાવાઈ રહી છે. આ ચેકિંગ નવા નિયમોમાં જણાવેલ સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરાયું છે. આ દરમિયાન પાનના ગલ્લાઓ પર પિચકારી મારેલી જોવા મળતા જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોધપુર પાસે આવેલા સિવાસ પાન પાર્લરને ચેકિંગ દરમિયાન સિલ કરાયુ છે. જો કે હવે અલગ અલગ ઝોનમાં સોલિડ વેસ્ટનું ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે.

આટલા જિલ્લાઓમાં આંશિક લોકડાઉનનો નિર્ણય લેવાયો

બોટાદ : આજથી ૨૦ જુલાઈ સુધી સવારના ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે.

image source

જામનગર : આજથી લઈને ૨૦ જુલાઈ સુધી ચાની લારીઓ, પનના ગલ્લા અને દુકાનો સાંજના ૬ વાગ્યા સુધી જ ચાલુ રહેશે.

ભાવનગર : જ્યાં સુધી અન્ય કોઈ પ્રકારની જાહેરાત ન થાય ત્યાં સુધી, આજથી જ સોનીબજાર માટે સમય સવારના ૯ થી સાંજના ૪ સુધી, ઇલેક્ટ્રિક એસોસિએશન સવારના ૯ થી સાંજના ૫ સુધી, રેડીમેટ કપડાના વેપારીઓ માટે સવારના ૮ થી સાંજના ૫ સુધી, સલુન વેપારીઓ માટે સવારના ૮ થી સાંજના ૫ અને જથ્થાબંધ તેમજ કરીયાણા વેપારીઓ માટે સવારના ૮ થી બપોરના ૨ વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

ભરૂચ : અહી ૨૨ જુલાઈ સુધી તમામ દુકાનો માટે સવારના ૭ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જો કે દૂધ અને મેડીકલ સુવિધાઓ આખો દિવસ ચાલુ રાખી શકાશે.

image source

માલપુર (અરવલ્લી) : એક અઠવાડિયા માટે આજથી જ સવારના ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે.

પાલનપુર અને ડીસા : જ્યાં સુધી અન્ય કોઈ પ્રકારની જાહેરાત ન થાય ત્યાં સુધી, સવારના ૭ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે. જીવન જરૂરિયાત વસ્તુ પર પ્રતિબંધ નહિ. જો કે ૪ વાગ્યા પછી તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ રખાશે.

મહેસાણા, ઊંઝા અને ખેરાલુ : મહેસણા અને ઊંઝામાં ૨૬ જુલાઈ સુધી બજારો સવારના ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જ્યારે ખેરાલુમાં આ સમય સવારના ૮થી સાંજના ૪ સુધી રહેશે. ઊંઝા APMC પણ ૨ વાગ્યા પછી બંધ રહેશે.

ગોધરા અને હાલોલ : જ્યાં સુધી અન્ય કોઈ પ્રકારની જાહેરાત ન થાય ત્યાં સુધી સવારના ૮ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી બજાર ખુલ્લા રાખી શકાશે.

વ્યારા : જ્યાં સુધી અન્ય કોઈ પ્રકારની જાહેરાત ન થાય ત્યાં સુધી સવારના ૮ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી બજાર ખુલ્લા રાખી શકાશે.

image source

જુનાગઢ : જ્યાં સુધી અન્ય કોઈ પ્રકારની જાહેરાત ન થાય ત્યાં સુધી સવારના ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી બજાર ખુલ્લા રાખી શકાશે.

સુરત : જ્યાં સુધી અન્ય કોઈ પ્રકારની જાહેરાત ન થાય ત્યાં સુધી તમામ દુકાનો સવારના ૭ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. મેડીકલ અને દૂધ ડેરીઓ સાંજના ૭ સુધી ખુલ્લી રાખી શકાશે. હીરાબજારના મીની બજાર અને માનગઢ ચોક સહિતના તમામ સેઈફ ૬ દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે. નિયમોનું પાલન ન કરનાર સામે દંડનીય કાર્યવાહી થશે.

image source

રાજકોટ : જ્યાં સુધી અન્ય કોઈ પ્રકારની જાહેરાત ન થાય ત્યાં સુધી જુદા જુદા સમય માટે જુદા જુદા વિસ્તાર ખુલ્લા રહેશે. જેમ કે સોનીબજાર સવારના ૧૦ થી લઈને સાંજના ૪ સુધી, બજાર એસોસીએશન સવારના ૮ થી લઈને સાંજના ૫ સુધી, કાપડ બજાર સવારના ૧૦ થી લઈને સાંજના ૪ સુધી તેમજ દાણાપીઠ એસોસિએશન સવારના ૯ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે.

જો કે આ દરમિયાન કોરોનાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા લોકડાઉનના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે, આ સિવાય દરેક વ્યક્તિએ સૌથી વધારે ધ્યાન હવે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પર રાખવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત