પ્રેગનન્ટ અનુષ્કાએ પેટ ભરીને ખાધી પાણીપૂરી, શેર કરેલી તસવીર જોઇને તમારા મોંમા પણ આવી જશે પાણી

સગર્ભા અનુષ્કા શર્માએ ઘરે પાણીપૂરીની મજા માણી, ફોટો શેર કર્યો!

અનુષ્કા શર્માને પ્રેગ્નેન્સીનો છેલ્લો મહિનો છે. અને હવે ગમે તે સમયે તેની ડિલીવરી થઇ શકે છે. ત્યારે આ પહેલાં તેને પાણી પુરી ખાવાની ખુબજ ઇચ્છા થઇ હતી. અને તેણે મન ભરીને પાણી પુરી ખાધી પણ ખરી.. અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર પણ કરી. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજકાલ પ્રેગ્નન્સી પિરિયડ એન્જોય કરી રહી છે. આ મહિનામાં તે માતા બનવા જઈ રહી છે. અનુષ્કા વચ્ચે પતિ વિરાટ કોહલી સાથે ડોક્ટર પાસે જતી રહે છે. હવે અનુષ્કા શર્માએ ઘરે પાણીપુરીની મજા માણી. તેણે ઈન્સ્ટા સ્ટોરી પર પાણીપુરીનો ફોટો શેર કર્યો છે.

image source

આ પહેલા અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી સાથે ઘરની બાલ્કનીમાં બેઠા હોવાની તસવીરો લેતા ફોટોગ્રાફર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સંદેશ શેર કરતાં લખ્યું છે કે, ‘ફોટોગ્રાફર અને પ્રકાશનને ઘણી વાર ના પાડી દીધા પછી પણ તેઓ અમારી ગુપ્તતામાં દખલ કરી રહ્યા છે. હવે તેને બંધ કરો. ‘ આ સાથે અનુષ્કા શર્માએ તે તસવીર પણ શેર કરી છે જે ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવી હતી. ખરેખર તસવીરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઘરની બાલ્કનીમાં બેઠા જોવા મળ્યા હતા.

image source

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)નાં ઘરે જલ્દી જ કિલકારીઓ ગુંજવાની છે. આ મહીને તે ગમે તે સમયે ખબર આવી શકે છે કે, વિરાટ અનુષ્કા માતા-પિતા બની ગયા છે. આ પળનો જેટલો ઇન્તેઝાર આ બંનેને છે તેટલો જ તેમનાં ફેન્સને પણ છે. કહેવાય છે ને કે, પ્રેગ્નેન્સીનાં સમયમાં તમને અલગ અલગ ખાવાની ઇચ્છા જ થાય છે. અને આ સમયમાં જે ખાવા પીવાની ઇચ્છા થાય તે ખાઇ લેવું જોઇએ.

image source

અનુષ્કા પણ હાલમાં એજ કરી રહી છે. તેની તમામ ખાવા પીવાની ઇચ્છાઓ પૂર્ણ કરી રહી છે. હાલમાં જ તેને પાણીપુરી ખાવાની ઇચ્છા થઇ હતી. અને તેણે મન ભરીને પાણી પુરી ખાધી પણ ખરી.. અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે. આ સમયમાં અનુષ્કાએ તેનું ફિગર અને વજન બંને જ સારી રીતે મેઇન્ટેઇન કર્યું છે. તે પ્રેગ્નેનન્સીનાં સમયમાં યોગ અને વર્કઆઉટ કરતી પણ નજર આવી છે. હાલમાં અનુષ્કાએ તેનાં ઇન્સટાગ્રામ પર બે તસવીરો શેર કરી ચે. પહેલી તસવીરમાં તે નારિયળ પાની પીતી નજર આવે છે અને બીજી તસવીરમાં પાણી પુરીની પ્લેટ નજર આવે છે. અન્ય એક તસવીરમાં થાળી નજર આવે છે. જેમાં પાણી પુરી છે સાથે જ તીખુ અને મીઠુ પાણી છે.

image source

આ તસવીર જોઇને લાગે છે કે અનુષ્કાને પાણીપુરી ખાવાની ઇચ્છા થઇ છે અને તેણે આ ફોટો શેર કરતાં લખ્યું છે કે, ‘Go Big at Home’ અને સાથે ઘણી બધી ઇમોજી પણ શેર કરી છે. આ પહેલાં અનુષ્કાને પિઝા ખાવાની ઇચ્છા થઇ હતી ત્યારે પતિ પત્ની મુંબઇની હોટલમાં પિઝા ખાવા ગયા હતાં. જેની તસવીરો વાયરલ થઇ હતી. જે પહેલાં અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીની સાથે બાન્દ્રા સ્થિત ક્લિનિક પર પહોંચી હતી જેની તસવીરો વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા શર્માએ પોતાની પોસ્ટમાં કહ્યું છે કે તે આ પહેલા પણ કહી ચૂકી છે, પરંતુ હજી પણ પ્રાઇવસીમાં દખલ ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોથી, જ્યારે પણ તે બહાર જાય છે, ત્યારે પાપરાઝી ઘણીવાર તેની તસવીરો ક્લિક કરતા જોવા મળે છે. સામાન્ય રીતે તે ઘણી વખત ડોક્ટરની મુલાકાત લેતી જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં, ગર્ભાવસ્થાના 9 મા મહિનામાં, તેણે એક ઇન્સ્ટાગ્રામ વાર્તામાં જીમમાં ટ્રેડમિલ પર દોડતો પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક જેગિંગ્સમાં જોવા મળી હતી.

source:- livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત