10 વર્ષ સુધી એક જ રૂમમાં પુરાઈને રહ્યા આ 3 ભાઈ બહેન, હાલત થઈ ગઈ અઘોરી જેવી, કપડાં પણ દુર્ગંધ મારતા’તા

ઘણી વખત સમાજમાં એવા એવા કિસ્સા સામે આવતા હોય છે કે જેને જોઈને લોકો ધ્રુજી જતાં હોય છે. કારણ કે આવા કિસ્સાઓ ખુબ ઈમોશનલ હોય છે. તમે વિચારો કે કોઈ માત્ર 10 દિવસ તમને ઘરમાં પુરીને રાખે તો કેવી ફિલીંગ આવે. તો આજે જેની વાત કરવી છે એ લોકો તો વર્ષોના વર્ષોથી ઘરમાં જ છે અને આજે 10 વર્ષ પછી ઘર બહાર નીકળ્યા છે. તો આવો વાત કરીએ કે આખો મામલો શું છે. રાજકોટમાં એક જ પરિવારના એક બહેન અને બે ભાઇઓ છેલ્લા 10 વર્ષથી ઘરની બહાર નિકળ્યા જ નહી. લગભગ 10 વર્ષથી ઓરડામાં 3 ભાઈ-બહેન છુપાવી રાખ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

image source

પણ મોટી વાત એ છે કે 10 વર્ષથી 3 ભાઇ-બહેનોને જાતે જ બંધક હોવાની વાત સાથી સેવા ગ્રુપને મળતા જ તેઓની ટીમ એક્શન મોડમાં આવી ગઇ હતી અને તમામને સહી સલામત બહાર કાઢયા હતા. દરમિયાન 3 ભાઈ-બહેનોની માનસિક સ્થિતિ ખરાબ હોવાની માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે. વિગતે વાત કરીએ તો રાજકોટના કિસાનપરા ચોકમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે તેની આવી સ્થિતિની કારણે ભાઈ બહેને પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા. માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે ત્રણેય ભાઈ-બહેને આ કૃત્ય કર્યુ હતું. આજે સાથી સેવા ગ્રુપ દ્વારા ઓરડીનો દરવાજો તોડી ત્રણેયને બહાર કાઢ્યા હતા. જો આ ગૃપ વિશે વાત કરીએ તો ત્રણેય ભાઈ-બહેનને છોડાવવા માટે સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ દોડી ગઈ હતી. પરંતુ જ્યારે પિતાએ ત્રણેયને દરવાજો ખોલવા માટે આજીજી કરી પણ ખોલ્યો નહીં. મકાનની ડેલી સાથી સેવા ગ્રુપના એક સભ્યએ દીવાલ ટપી ખોલી હતી.

image source

જ્યારે ખુબ આજીજી બાદ પણ દરવાજો ન ખોલતા આખરે સાથી સેવા ગ્રુપની ટીમે દરવાજો તોડી નાંખ્યો. પછી જોયું તો બધાના મગજ હલી ગયા અને ત્રણેય ભાઈ-બહેન અઘોરી જેવુ જીવન જીવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. બંને ભાઈની દાઢી અને વાળ વધી ગયેલા જોવા મળ્યા હતા તો કપડાં પણ દુર્ગંધ મારતા હતા. ત્યારે આવું સરસ જેણે કામ કર્યું અને કઈ રીતે કર્યું એના વિશે વાત કરતાં સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, અમને એક ફોન આવ્યો હતો કે આવી રીતે ત્રણ ભાઈ-બહેન રહે છે. જમવાનું તેમના પિતા પહોંચાડતા હતા. દરવાજા પાસે થાળી રાખે એટલે લઈ લેતા હતા.

image source

આગળ વાત કરતાં જલ્પાબહેન કહે છે કે ત્રણેય ભાઈ-બહેન આશરે 10 વર્ષથી અંદર રહેતા હતા. અમે દરવાજો તોડીને અંદર ગયા હતા. તેમના પિતાને કહ્યું છે કે અમને સોંપી દ્યો અમે એક મહિનાની અંદર સારૂ કરી દેશું. તેમના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી છે અને 35 હજાર જેટલું પેન્શન આવે છે. ત્રણેયની ઉંમર 30થી 42 વર્ષ જેટલી છે. તેમના પિતા પરિવાર સાથે વાત કરીને નિર્ણય લેશે. તો વળી આ સાથે જ નવીનભાઈ મહેતાનું આ વિશે કહેવું છે કે વર્ષો સુધી દવા અને દુવા બંને કરી છે.

આ સાથે જ નવીનભાઈ જણાવે છે કે, રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ ઘણી મોટા નામ ધરાવતી ધાર્મિક જગ્યાઓના મહંતો તેમજ આચાર્ય પાસેથી પણ સારું થઈ જાય તે માટે જોવરાવાનું કામ કરાવ્યું છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોનું ક્યારેય પણ સારું નથી થયું. મારા મોટા પુત્રનું નામ અંબરીશ મહેતા છે તેણે વકીલનો અભ્યાસ કર્યો છે. સંતાનમાં બીજા નંબરે મેઘા મહેતા નામની દીકરી છે તેણે એમ.એ. વિથ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. જે રાજકોટ શહેરની કણસાગરા કોલેજમાં ભણતી હતી. ત્રીજા નંબરનો દિકરો ભાવેશ મહેતા છે તે પણ ઇકોનોમીમાં બી.એ. ફર્સ્ટ છે. સાથોસાથ તે રાત્રિ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરતો હતો.

image source

પણ સૌથી મોટી વાત કરતાં નવીનભાઈએ કહ્યું કે, જ્યારથી ત્રણેય સંતાનોએ પોતાની માતા ગુમાવી છે ત્યારથી ત્રણેય સંતાનો ઉપર કોઈએ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. મારા નાના દિકરા ભાવેશમાં અઘોરીની અસર છે. તે કપડા પહેર્યા વગર અગાસી પર આંટાફેરા કરતો હતો. સોસાયટી સારી છે એટલે કોઈ લોકો બોલતા નથી. તુલસી ખાતો હતો એટલે તેમાં કંઈ ભેળવી દઈ કોઈકે કંઇ ખવડાવ્યું છે. આથી તે મારામારી કરતો હતો. 1986થી તેની મમ્મી બીમાર પડી ત્યારથી અસર થઈ છે. પાંચ વર્ષ પહેલા તેની મમ્મી ગુજરી ગઈ ત્યારથી આવી હાલતમાં રહે છે. છ વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે.

આ ત્રણેય માટે નવીનભાઈનું કહેવું છે કે દવાની કોઈ અસર થતી નથી. જૈન સાધુ મહારાજે પાલિતાણામાં કહ્યું હતું કે, આ અમારૂ કામ નથી. સાળંગપુર પણ ગયા છીએ પણ કોઇ જ પ્રકારનો ફેર નથી. હાલ નિકાવા જોવરાવાનું કામ ચાલે છે. પ્રાપ્ય માહિતી અનુસાર હાલમાં રાજકોટના કિસાનપરા ચોકમાં શેરી ન.8ના ખુણા પર આવેલા એક જૂનવાણી મકાનમાં ત્રણેય ભાઈ-બેહન રહેતા હતા. બે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ છે જ્યારે બહેનની હાલત સારી છે. આથી બંને ભાઈને તે સાચવી રહી હોવાનું પણ કહેવામાં આવે છે. 82 વર્ષીય નવીનભાઈ મહેતાના ત્રણેય સંતાનો છે. નવીનભાઈ જ ત્રણેય સંતાનોને જમવાનું પહોંચાડતા હતા એવી પણ વાત સામે આવી છે.

image source

આ સિવાય જો વાત કરવામાં આવે તો નવીનભાઈની દીકરીએ પણ વાત કરી હતી કે, લોકડાઉનને કારણે અમે સાતથી આઠ મહિના સુધી બહાર નીકળતાં નહોતા. લોકડાઉન પહેલા હું શાકભાજી અને કરિયાણું લેવા બહાર નીકળતી હતી. ઉલ્લેખનીય છે કે નવીનભાઈનો નાનો દીકરો ક્રિકેટ રમતો હતો. જ્યારે મોટા દીકરાએ LLB બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે દીકરીએ સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. હાલ આ ત્રણેયને કંઈ જગ્યાએ રાખવા તે અંગે પરિવારજનો ચર્ચા કરી રહ્યાં છે. તો વળી આ કેસ વિશે આજુબાજુમાં રહેતા લોકોનું પણ કહેવું હતું કે છેલ્લા છ વર્ષથી તો આ તમામ ત્રણેય ભાઈ-બહેન ઘરની અંદર જ રહે છે. એક સમયે આ તમામ ત્રણેય ભાઈબહેન ભણવામાં ખૂબ જ આગળ પડતા હતા. રાજકોટ શહેરમાં આજે આ ઘટના સામે આવી છે તે ઘટના અંગે લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે હવે આનું ભવિષ્ય શું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત