હાથીની પજવણી કરવી લોકોને પડી ભારે, ગજરાજે દોડાવી દોડાવીને લોકોને ફટકાર્યા

હાથી ખૂબ બુદ્ધિશાળી હોવાની સાથે સાથે ખૂબ ગુસ્સા વાળુ પ્રાણી છે. જ્યારે તેમને ગુસ્સો આવે છે, ત્યારે તેમને રોકવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ક્રોધિત હાથી જોઇ શકાય છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે હાથીને ગુસ્સો આવતા તે લોકોને ખરાબ રીતે કચડી રહ્યો છે. લોકો ભયના કારણે આમ તેમ દોડવા લાગે છે.

ચારે બાજુ હડકંપ મચી ગયો

image source

ચારે બાજુ હડકંપ મચી જાય છે. ત્યાર બાદ હાથીની સામે એક કાર આવી જાય છે ત્યાર બાદ હાથી કારને પોતાની સૂંઢ દ્વારા પલટાવવાનુ શરૂ કરી દે છે. હાથી થોડીવારમાં જ કરાને પલટાવી દે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને નાજી અલ તખિમ નામના ટ્વિટર યુઝરે પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે.

હુમલાથી બચવા લોકો આસપાસ ભાગવા માંડ્યા

image source

આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે બીચ પર લોકો વચ્ચે પાણીમાં ત્રણ હાથી મજા લઇ રહ્યા છે. સૌ પ્રથમ ત્રણેય હાથીઓ મજામાં જોવા મળે છે અને ધીરે ધીરે તેઓ ગુસ્સે થવા લાગે છે અને તે પછી જે મહાવત તેમને સંભાળે છે તેઓ પણ રોકી શકતા નથી અને તે પછી તેઓ ગુસ્સે થઈ જાય છે, તેઓ લોકોને દોડાવી દોડાવીને મારવા લાગે છે. ચારે બાજુ લોકોની ચીંચકારીએ ગુંજવા લાગે છે. હાથીના હુમલાથી બચવા માટે લોકો આસપાસ ભાગવા માંડે છે. પછી હાથી એક કાર જુએ છે અને તે કાર પર હાથી તૂટી પડે છે. તે પોતાની સૂંઢથી કારને આગળ ધપાવવા માંડે છે અને જોત જોતામાં કારને પલટી નાખે છે.

હાથીના મોત પર ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યો આ વ્યક્તિ

image source

બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માણસ મૃત હાથીની સૂંઢ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. તમને જણાવી દઈએ આ માણસ ફોરેસ્ટ રેન્જર છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાક સારવાર દરમિયાન હાથીનું મોત થતા રેન્જર રડી પડ્યા હતા. આ વીડિયો મુદુમલાઈ ટાઇગર રિઝર્વનો છે, જેને ભારતીય વન સેવાના અધિકારી રમેશ પાંડેએ ટ્વિટર પર શેર કર્યો હતો. જ્યારે હાથીનો મૃતદેહ ગાડી પર ચઢાવવામાં આવ્યો ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તમને જણાવી દઈએ આ હાથીની સારવાર લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. હાથીની સારવાર કરતી ટીમમાં આ ફોરેસ્ટ રેન્જર પણ સામેલ હતા. નોંધનિય છે કે હાથી અકસ્માતને કારણે ઘાયલ થયો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મોત નિપજતા સૌ કોઈ દુખી થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત