આવી રહી છે કોરોનાની ‘સુપરવેક્સિન’, નહીં રહે મહામારીનું જોખમ, આ વિશે વધુમાં જાણીને તમે પણ થઇ જાવો ચિંતામુક્ત

જલ્દી આવશે કોરોનાની નવી યુનિવર્સલ વેકસીન, દરેક વેરીએન્ટ પર કરશે અસર, ટાળી શકાશે મહામારીનું જોખમ.

કોરોના વાયરસના નવા નવા વેરીએન્ટ આખી દુનિયા માટે પરેશાનીનું કારણ બની ગયું છે. એટલે વૈજ્ઞાનિકો હાલના દિવસોમાં એક એવી વેકસીન પર કામ કરી રહ્યા છે, જે કોરોના વાયરસના દરેક વેરીએન્ટથી લોકોને સુરક્ષિત રાખશે. આ વેકસીન હાલ એના છેલ્લા સ્ટેજમાંથી પસાર થઈ રહી છે. એકવાર આ વેકસીન તૈયાર થઈ જશે તો ભવિષ્યમાં આવનારી આવી મહામારીથી લડવા માટે આપણી પાસે એક શક્તિશાળી હથિયાર હશે.

image source

વૈજ્ઞાનિકોએ એક એવી વેકસીન લગભગ તૈયાર કરી જ લીધી છે. એ કોવિડ 19 સિવાય કોરોના વાયરસ ફેમિલીને બધા વાયરસ સાથે લડવામાં આપણને શક્તિ પ્રદાન કરશે તેમજ એ કોરોનાના બધા વેરીએન્ટ પર અસરકારક હશે. આ વેકસીનનું ટ્રાયલ હાલ ઉંદર પર કરવામાં આવી રહ્યું છે.

ઉંદર પર જ્યારે આ વેકસીનનું ટ્રાયલ કરવામાં આવ્યું ત્યારે વેકસીને ઘણા એવા એન્ટીબોડી ડેવલપ કર્યા જે સ્પાઈક પ્રોટીનનો સામનો કરી શકે છે.એમાં સાઉથ આફ્રિકામાં મળી આવેલા B. 1. 351 જેવા વેરીએન્ટ પણ સામેલ રહ્યા. જો વૈજ્ઞાનિકો સફળ રહે છે તો માનવ જાતિ માટે આ કોઈ વરદાનથી જરાય ઓછું નહિ હોય..

image source

આ વેકસીન પર અમેરિકાના નોર્થ કેરોલીના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો અનુસાર કોઈને ખબર નથી કે કયો વાયરસ આવનારી મહામારીને પેદા કરી દે, એવામાં અત્યારથી જ દરેક પ્રકારની તૈયારી કરવી પડશે. જણાવવામાં આવી રહ્યું છે કે નવી વેકસીન કોરોના વાયરસના હાલના બધા જ વેરીએન્ટ પર અસર કરશે જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાવવાની ક્ષમતા ધરાવે છે.

image source

તમને જણાવી દઈએ કે જે વૈજ્ઞાનિકોની ટીમ આ મિશન પર કામ કરી રહી છે એમને એમઆરએનએ રીત અપનાવી છે. આ એ રીતે છે જેને ફાઇઝર અને મોર્ડનાએ હાલની વેકસીન બનાવવામાં ઉપયોગ કર્યો છે. વૈજ્ઞાનિક હાલ આ પરીક્ષણ પ્રાણીઓ પર કરી રહ્યા છે. જો બધું ઠીક રહ્યું તો વર્ષ 2022માં આ વેકસીનના મનુષ્યો પર ટ્રાયલ કરવાની યોજના છે. મનુષ્ય પર ત્રણેય ટ્રાયલ સફળ રહ્યા પછી એને મંજૂરી મળી જશે.

image source

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના રસીકરણ વેગીલું બનાવવા સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. હાલ દેશમાં કોવીશીલ્ડ અને કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલીક કંપનીઓ પણ રસીને લઈ પરીક્ષણ કરી રહી છે. ભારતમાં અમેરિકન કંપનીની રસી પણ ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સપ્ટેમ્બર સુધીમાં દેશમાં અમેરિકન કંપની નોવાવેક્સની કોવિડ-19 રસી કોવાવેક્સને ભારતમાં લોન્ચ કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!