અરે બાપ રે, સવારે પાંચ વાગ્યામાં દિલ્હી એમ્સના ઈમરજન્સી વોર્ડમાં આગ ભભૂકતા ચારેકોર હાહાકાર, દર્દીઓના જીવ તાળવે ચોટ્યાં

આખા દેશમાં એક સમાચાર ચર્ચાનો વિષય બન્યો હતો કે 17 જૂને એમ્સના નવમાં માળે આગ લાગી હતી. એમ્સના કન્વર્જેસ બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડિયો સ્થળ પર મોકલવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની કુલ 20 ગાડીઓ સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ કર્મચારીઓની સમજથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરીવાર આ જ હોસ્પિટલમાં આગ લાગી હતી. એટલે કે એમ્સમાં આજે સવારે 5 વાગે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

image source

જો હાલમાં મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો દિલ્હીમાં આવેલી All India Institute of Medical Sciences (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં સોમવારે સવારે આગ લાગી હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન ઈમરજન્સી વોર્ડની અંદર હાજર દર્દીઓને બહાર કાઢીને બહાર રસ્તા પર જ સારવાર કરતો નજારો જોવા મળ્યો હતો.

આ સાથે જ માહિતી સામે આવી રહી છે કે વેન્ટિલેટર પર હાજર દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અન્યની ડોક્ટરો દર્દીઓની બહાર સારવાર કરી રહ્યા હતા. ઘણા લોકોએ ડોક્ટરની આ કામગીરીની પ્રશંસા પણ કરી છે અને ડોક્ટરોએ તાત્કાલિક જ બહાર સારવાર કરી રહ્યાં હતા. આગને લઈને દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું કે એમ્સમાં આજે સવારે 5 વાગે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈને પણ નુકસાન થયાના સમાચાર હાલ સુધી બહાર આવ્યા નથી. ત્યારે હવે આ વાત ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકોને એ પણ જાણવું છે કે આખરે આ આગ કયા કારણોસર લાગી હતી.

image source

તમને જણાવી દઈએ કે દિલ્હી એમ્સ એ ખૂબ જ પ્રખ્યાત હોસ્પિટલ છે અને દેશની મોટી મોટી સેલેબ્રિટીઓ આ જ દવાખાનામાં જઈને સારવાર કરાવે છે. જો એક ઉદાહરણ તરીકે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હી સ્થિત એમ્સમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા હતા. થોડા દિવસથી એમ્સમાં જ તેમની સારવાર ચાલી રહી હતી. શ્વાસ લેવામાં સમસ્યા બાગ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

image source

કોવિડની સારવાર કરાવીને ઘરે પરત ફર્યા બાદ શાહને શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહને પાછલા શનિવારે રાત્રે 11 કલાકે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું હતું કે કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થયા હાદ શાહને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી હતી. એમ્સમાં ડોક્ટરોની એક ટીમને તેમને દેખરેખમાં રાખ્યા. અમિત શાહને એમ્સમાં કાર્ડિયો ન્યોરૂ ટાવરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong