બાબરી કેસમાં ચૂકાદો શંભળાવનાર જજ આજે જ નિવૃત, 32 આરોપીઓને નિર્દોષ જાહેર, 16 લોકોના થઈ ચૂક્યા છે નિધન

લાંબા સમય બાદ આખરે બાબરી કેસ મામલે ચૂકાદો આવ્યા છે. આ કેસ વર્ષથી ચાલતો હતો. જેમાં આજે મહત્વનો ચૂકાદો આવ્ય છે. બાબરી વિવાદિત ઈમારત તોડી પાડવા કેસમાં લખનઉની સ્પેશિયલ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપ્યો છે. જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. કુલ 48 લોકો પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જેમાંથી 16 લોકોના નિધન થઈ ગયા છે.

બધા આરોપીઓ નિર્દોષ

બધા આરોપીઓ નિર્દોષ, ઘટના પૂર્વઆયોજિત નહતી, અચાનક થઈ હતી, જજે ચુકાદો વાંચવાની શરૂઆત કરી, કહ્યું- ઘટના અચાનક થઈ હતી, પૂર્વઆયોજિત નહતી.

image source

કોર્ટમાં 6 આરોપી હાજર નથી. લાલ કૃષ્ણ અડવાણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચુકાદો સાંભળશે. જ્યારે મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, શિવસેના પૂર્વ સાંસદ સતીશ પ્રધાન, મહંત નૃત્યગોપાલ દાસ, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ પણ કોર્ટ પહોંચ્યા નથી. તે સિવાય અન્ય દરેક આરોપી હાજર છે. 12થી 2 વાગ્યા સુધીમાં કોર્ટનો ચુકાદો આવશે. સ્પેશિયલ જજ એસ કે યાદવ કોર્ટ પહોંચી ગયા છે. સ્પેશિયલ જજ એસકે યાદવના કાર્યકાળનો આજે અંતિમ દિવસ હતો. 30 સપ્ટેમ્બર 2019ના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને 30 સપ્ટેમ્બર 2020 સુધી સેવા વિસ્તરણ આપ્યું હતુ.

6 ડિસેમ્બર 1992ના રોજ 10 મિનિટના અંતરે દાખલ થઈ બે FIR

image source

પહેલી એફઆઈઆર કેસ નંબર 197/92ને પ્રિયવદન નાથ શુક્લએ સાંજે 5.15 વાગે બાબરી ધ્વંસ મામલે બધા અજ્ઞાત લોકો વિરુદ્ધ કમલ 395, 397, 332, 337, 338, 295, 295 અને 153એમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી એફઆઈઆર કેસ નંબર 198/92ની ચોકી ઈન્ચાર્જ ગંગા પ્રસાદ તિવારી તરફથી આઠ લોકોના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ભાજપના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, ડૉ. મુરલી મનોહર જોશી, તે સમયના સાંસદ અને હજરંગ દળના પ્રમુખ વિનય કટિયાક, તે સમયના વીએચપી મહાસચિવ અશોક સિંઘલ, સાધ્વી ઋતંભરા, વિષ્ણુ હરિ ડાલમિયા અને ગિરિરાજ કિશોર સામેલ હતા. તેમના વિરુદ્ધ કમલ 153એ, 153બી, 505માં કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો.

image source

ત્યારપછી જાન્યુઆરી 1993માં 47 અન્ય કેસ નોંધવામાં આવ્યા હતા. તેમાં પત્રકારો સાથે મારઝૂડ અને લૂંટ-ફાંટ જેવા આરોપ લગાવાવમાં આવ્યા હતા.

ન્દ્ર સરકારે લિબ્રહાન આયોગની રચના કરી હતી

6 ડિસેમ્બર 1992ના 10 દિવસ પછી જ કેન્દ્ર સરકારે લિબ્રહાન આયોગની રચના કરી હતી. તેને 3 મહિનામાં પોતાનો રિપોર્ટ આપવાનો હતો, પરંતુ તેણે તપાસમાં 17 વર્ષ લીધાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન અંદાજે 48 વખત આયોગનું વિસ્તરણ કરવામાં આવ્યું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આયોગ પર આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. 30 જૂન 2009ના રોજ આયોગે તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ તપાસ રિપોર્ટના કોઈપણ પ્રયોગ કેસમાં કરવામાં આવ્યો નહીં અને સીબીઆઈએ આયોગના કોઈ સભ્યનું નિવેદન પણ લીધું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત