એક ભિખારી આવો પણ, મરી ગયો પછી ઘરમાંથી નીકળ્યા લાખો, પોલીસે ગણવાનું શરૂ કર્યું તો થાકી ગયા બોલો

આપણે દરરોજ સવારે ઘરેથી બહાર નીકળીને જ્યારે સાંજે પરત ફરીએ ત્યાં સુધીમાં કેટલાક ભિખારીઓને જોઈએ છીએ. કદાચ બે પાંચ રૂપિયાનું દાન પણ કરતાં હોઈશું. પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો એ ખરેખર તમને ચોંકાવી દેશે. કારણ કે તમે પણ ક્યારેય વિચાર્યું નહીં હોય કે એક ભિખારીની પાસે લાખો રૂપિયા મળી શકે છે. ભિખારી તો દરરોજ ભીખ માંગીને ખાતો હોય તો એની પાસે આટલા બધાં રૂપિયા ક્યાંથી આવે એવું સૌ કોઈ વિચારતા હશે.

લોકલ ટ્રેનની અડફેટે આવતાં ભિખારીનું મોત

image source

પહેલી વાત તો એ કે આપણે બધા ભિખારીનો વેશ જોઈને એમની વાસ્તવિક પરિસ્થિતિને સમજવામાં ભૂલ કરીએ છીએ. હકીકતમાં તો એ ભિખારીનાં હોય. આપણે કેટલીક એવી ઘટના સાંભળી હશે કે, ભિખારીના ઘરમાંથી લાખો રૂપિયા મળી આવ્યા હોય. મુંબઈમાં આવેલ ગોવંડી રેલવે સ્ટેશન પર એક ભિખારીનું લોકલ ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસને એનું મોત થયાંની જાણ થઈ ત્યારે એના પરિવારજનોની શોધ કરવા માટે તેના ઘરે પહોંચી તો તેમના હોંશ ઉડી ગયા.

2,00,000 રૂપિયાના સિક્કાઓ

image source

રેલવે પોલીસ જ્યારે એના ઘરે પહોંચી ત્યારે એમને રૂપિયાથી ભરેલ બેગ તથા થેલીઓ મળી. જેમાં અંદાજે 2,00,000 રૂપિયાના સિક્કાઓ તથા રોકડા હતા, જેને ગણતા પોલીસને લગભગ 8 કલાકનો સમય લાગ્યો હતો. રોકડ રકમની સાથે જ પોલીસને તેના ઘરમાંથી કુલ 8.77 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝીટના પેપર્સ પણ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ભિખારીનાં પેન કાર્ડ, આધાર કાર્ડ તથા સિનીયર સિટીઝન કાર્ડને આધારે તેનું નામ બિરદી ચંદ આઝાદ તરીકેની થઈ હતી. તે રાજસ્થાનનો રહેવાસી હતો. જેના પછી પોલીસે એના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પરિવાર મુંબઈમાં રહે છે

image source

વધારે માહિતી શેર કરતાં પોલીસે જણાવ્યું કે, ભિખારીના કુલ 4 દીકરા રાજસ્થાનમાં રહે છે તથા એક પુત્ર જે એની સરનેમનો ઉપયોગ કરે છે તે મુંબઈમાં રહે છે. આઝાદની પત્ની એના એક દીકરાની સાથે રાજસ્થાનમાં રહે છે.

image source

ભિખારીના એક દીકરાએ જણાવ્યું કે, તેઓ તેના પિતાની સાથે કોઈ સંપર્કમાં ન હતા. છેલ્લે એમણે કુલ 2 વર્ષ અગાઉ એમની સાથે વાતચીત કરી હતી. ઓથોરિટીને ખાતરી થયા પછી જ આઝાદનાં મૃતદેહને એનાં દીકરાને સોંપવામાં આવશે.

30 દિવસના 30 હજાર રૂપિયા કમાતો ભિખારી

image source

બે વર્ષ પહેલાં પણ એક આવો કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. યુપીના મીરાપુરમાં રહેતા શૌકત ભિખારી ભીખ માગીને રોજના એક હજાર રૂપિયા કમાઈ લે છે. એટલે કે 30 દિવસના 30 હજાર રૂપિયા કમાય છે અને આના માટે તેણે બેંકમાં ખાતુ પણ ખોલાવ્યુ છે અને રોજના 1000 તેમાં જમા કરે છે. તેની બેંક બેલેન્સ ટોટલ 10 લાખ 10 હજાર જેટલી છે. એટલુ જ નહીં શૌકત અંગ્રેજી પણ સારૂ બોલી જાણે છે. જે તે સમયે આ ભિખારી પણ ચર્ચામાં આવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત