શાહિદ કપૂરથી લઈને મલાઈકા અરોરા સુધી, બોલિવુડના આ કલાકારો 40 વર્ષ પછી પણ લાગે છે એકદમ યુવાન

શાહિદ કપૂર થી લઈને મલાઈકા અરોરા સુધી- બોલિવુડના આ કલાકાર જે 40 પાર કર્યા પછી પણ લાગે છે એકદમ યુવાન

image source

બોલીવુડમાં ઘણા એવા સેલિબ્રિટી છે જે ઉંમરમાં 40નો આંકડો પાર કરી ચુક્યા છે, પણ હજી પણ એમની યુવાની એમની એમ જ છે. આપણને ય પ્રશ્ન થાય કે એવું તે વળી એ લોકો શુ ખાતા હશે કે એમના ચહેરા પર એમની ઉંમર ન દેખાય? બોલિવુડના કલાકાર શાહિદ કપૂર, હૃતિક રોશન, મલાઈકા અરોરા, ઐશ્વર્યા રાય બચ્ચન આ બધા માટે તો જાણે સમય થંભી જ ગયો છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે આવા જ કેટલાક સેલિબ્રિટીઓ વિશે, જેમના ફોટા જોઈને ખ્યાલ આવશે કે એ 90ના દાયકામાં તો યુવાન લાગતા જ હતા પણ આજના સમયમાં પણ એમના માં કઈ બદલાવ નથી આવ્યો. તો ચાલો જોઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં

1. સલમાન ખાન

image source

વર્ષ 2010 અને વર્ષ 2020માં સલમાન ખાનમાં કઈ જ ફરક નથી પડ્યો. આજે પણ એમનો દેખાવ એમના ચાહકોમાં ચર્ચામાં રહે છે. સલમાન ખાનની ઉંમર 54 વર્ષની છે.

2.રેખા

image source

એવરગ્રીન અભિનેત્રી રેખાને જોઈને તો એવું લાગે છે જાણે ઘડપણ એમને અડકી જ નથી શક્યું. રેખાની ઉંમર 65 વર્ષની છે પણ આજે પણ એમના ચહેરાની રોનક, એમની સ્ટાઇલ, એમની અદાઓ એમના ફેન્સને ઘાયલ કરી દે છે

3. હૃતિક રોશન

image source

બૉલીવુડ અભિનેતા હૃતિક રોશનને ગ્રીક ગોડના નામે ઓળખવામાં આવે છે. એમની ફિટનેસ, ડાન્સ અને બોડી બિલ્ડિંગના ઘણા દીવાના છે. હૃતિક રોશનની ઉંમર 46 વર્ષની છે પણ એમના હોટ અંદાજમાં જરા સરખી પણ ઓછપ નથી આવી.

4. ઐશ્વર્યા રાય બચ્ચન.

image source

ઐશ્વર્યા રાય બચ્ચનના ચહેરા પર આજે પણ ચમક જળવાયેલી છે. ઐશ્વર્યાની ઉંમર 46 વર્ષની છે પણ એ વધતી ઉંમરની સાથે વધુ ને વધુ ગ્લેમરસ બનતી જાય છે.

5. શાહિદ કપૂર

image source

શાહિદ કપૂરના આ બન્ને ફોટા આજે પણ એક જેવા જ લાગે છે. જાણે કઈ બદલાયું જ નથી. પણ આ બંને ફોટામાં 10 વર્ષનો ફેર છે, પણ શાહીદના ચેહરા પર આ 10 વર્ષનું અંતર જરા સરખું પણ નથી વર્તાઈ રહ્યું.

6.મલાઈકા અરોરા

image source

મલાઈકા આરોરાને ફિટનેસ કવીન કહેવામાં આવે છે. મલાઈકાએ તાજેતરમાં જ પોતાનું યોગા સેન્ટર પણ લોન્ચ કર્યું છે. એ સિવાય મલાઈકાને ડાન્સ કરવાનો પણ ઘણો શોખ છે. મલાઈકની હાલ ઉંમર 46 વર્ષની છે પણ એ આજે ઓન ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર કરતી જોવા મળે છે.

7. સુસ્મિતા સેન

image source

બોલીવુડની અભિનેત્રી સુસ્મિતા સેન સુંદરતામાં તો યુવાન અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેમ છે. 44 વર્ષની ઉંમરમાં પણ એ ખુદ ને ફિટ રાખે છે. સુસ્મિતા ના ચાહકો એના આ અંદાજના બે મોઢે વખાણ કરે છે.

8. અનિલ કપૂર

image source

અનિલ કપૂરનો દેખાવ આજે પણ હતો એવો ને એવો જ છે. 63 વર્ષના આ અભિનેતાએ પોતાની ફિટનેસ જાળવી રાખી છે. અનિલ કપૂરની સ્ફૂર્તિ આજના યુવા વર્ગના અભિનેતાઓને પણ શરમાવે તેવી છે.

9.કરિશ્મા કપૂર

image source

વધતી ઉંમર સાથે વધુ જવાન દેખાતી કરિશ્મા કપૂરને જોઈને કોઈ નહિ કહી શકે કે એ બે બાળકોની માતા છે. કરિશ્મા કપૂર હાલ 45 વર્ષની છે.

10. માધુરી દીક્ષિત.

image source

એક સમયે પોતાની સુંદરતા, એક્ટિંગ અને ડાન્સ દ્વારા દર્શકોના દિલમાં રાજ કરનારી માધુરી દીક્ષિત આજે પણ એટલી જ જવાન દેખાય છે. આજે પણ મધુરીના ડાન્સના ઘણા દીવાના છે. 53 વર્ષની માધુરી આજે પણ એટલી જ ખુબસુરત લગે છે.

source : livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત