શું તમે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહો છો? તો વાંચી લો જલદી આ સારા સમાચાર

પાર્કમાં પર્યાવરણની સુરક્ષા કરવામાં મદદ કરે તેવા વડ, પીપળો, ગુલમહોર જેવા ઝાડ ઉગાડવામાં આવશે.

અમદાવાદ શહેરના બોપલ- ધુમા નગરપાલિકા અમદાવાદ કોર્પોરેશન સાથે મળીને ત્યાર પછી અહિયાં આવેલ દિલ્લી પબ્લિક સ્કુલ (ડીપીએસ) ની નજીકમાં આવેલ ડમ્પિંગ સાઈટને બંધ કરી દેવામાં આવી છે અને બાયોમાઈનિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. આવનાર ત્રણ મહિનામાં ડીપીએસ સ્કુલ નજીક આવેલ ડમ્પિંગ સાઈટની બાયોમાઈનિંગની પ્રક્રિયા ત્રણ મહિનામાં જ પૂરી કરી દેવામાં આવી શકે છે.

image source

આ ડમ્પિંગ સાઈટની બાયોમાઈનીગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આ જગ્યા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩ કરોડ રૂપિયાના ખર્ચે ૨૨ હજાર સ્ક્વેર મીટરમાં એક ઇકોલોજી પાર્કનું નિર્માણ કરવામાં આવી શકે છે. અમદાવાદ શહેરનો પહેલો ઇકોલોજી પાર્ક આ જગ્યાએ તૈયાર કરવામાં આવશે. આ ઇકોલોજી પાર્કનું કામ અંદાજીત એક વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવી શકે છે.

image source

આ ઇકોલોજી પાર્કમાં હાયનેચર કન્ઝર્વેશન અને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન કરવા માટે વડ, પીપળો, સીમડો, કેસુડો, ગુલમહોર, ગરમાળો, ચંપા અને કેસિયા જેવા બધી જ જાતના ઝાડને વાવવામાં આવશે. ઉપરાંત આ પાર્કમાં વસવાટ કરતા પક્ષીઓને ભોજનની વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા આંબો, બદામ, ખાટી આંબલી, ગુંદા જેવા અન્ય ઘણા બધા ફળ આપી શકે તેવા ઝાડને વાવવામાં આવશે.

image source

જો કે, અત્યારે ડમ્પિંગ સાઈટ પર ચાલી રહેલ બાયોમાઈનીગની પ્રક્રિયા આ વર્ષે અંત સુધીમાં એટલે કે ડીસેમ્બર મહિના સુધીમાં પૂરી કરી દેવામાં આવી શકે છે. ત્યાર પછી આટલા લાંબા સમયથી જમીનમાં ઉતરી ગયેલ નુકસાનકારક અને ઝેરી ગેસ સહિત અન્ય કચરાને પણ જમીન માંથી દુર કરવાના પ્રયત્ન કરવામાં આવશે.

આ પાર્કમાં વાવવામાં આવતા ઝાડ અને છોડના મુળિયા જમીનમાં વ્યવસ્થિત જામી જાય તેના માટે ભેજ જળવાઈ રહે તેના માટેની પ્રક્રિયા પણ ત્યાર બાદ જ શરુ કરવામાં આવી શકે છે. અમદાવાદના બોપલ- ધુમા વિસ્તારમાં આવેલ રહેણાંક સોસાયટીઓ માંથી નીકળતો કચરો હવેથી પીરાણા ડમ્પિંગ સાઈટ લઈ જવાનું શરુ કરવામાં આવ્યું છે.

image source

ઉષ્ણકટિબંધમાં થતા વ્રુક્ષોનું વાવેતર કરવામાં આવશે.

અમદાવાદમાં બનાવવામાં આવેલ ઇકોલોજી પાર્કની વિશેષતાઓ એ છે કે, આ પાર્કમાં એવા ઝાડનું વાવેતર કરવામાં આવશે જે પર્યાવરણને અનુકુળ હોવાની સાથે જ પર્યાવરણની સુરક્ષા પણ કરી શકે.

image source

આ પ્રકારના ઝાડમાં વડ, પીપળો, કેસુડો જેવા લાંબા સમયે વિશાળકાય ઝાડમાં બદલાઈ શકે તેવા વ્રુક્ષોને સામેલ કરવામાં આવશે. આ ઝાડને વિકસવામાં ઘણો સમય લાગે છે. આ ઇકોલોજી પાર્કમાં ઉષ્ણકટિબંધમાં થતા વ્રુક્ષોનું બોટનીકલ વર્ગીકરણ મુજબ વાવેતર કરવામાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત