પ્રવાસી મજૂરો પાસેથી ભાડુ વસૂલવાના નિર્ણયની ચોમેર ટીકા કોંગ્રેસ કમિટિ ઉઠાવશે તમામ ખર્ચ

કોંગ્રેસ કમિટિ ઉઠાવશે પરપ્રાંતિયોના આંતર રાજ્ય પ્રવાસનો તમામ ખર્ચ, રેલ્વે મંત્રાલયની કરી આલોચના

image source

કોરોના વાયરસનું જોખમ બે તબક્કાના લોકડાઉન પછી પણ દેશ પર યથાવત છે. દેશભરના રાજ્યોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તેવામાં સરકારે ત્રીજા તબક્કાનું લોકડાઉન આજથી શરુ કરી 17 મે સુધી લંબાવ્યું છે.

image source

જો કે લોકડાઉનના ત્રીજા તબક્કામાં લોકોને કેટલીક રાહતો પણ સરકારે આપી છે. સરકારે સૌથી મોટી રાહત પરપ્રાંતિય મજૂરોને આપી હતી. લોકડાઉન વચ્ચે પણ સંપૂર્ણ સુરક્ષાનું ધ્યાન રાખી દેશમાં શ્રમિકોને આંતરરાજ્ય પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી જે તે રાજ્યમાં લોકડાઉન વચ્ચે ફસાયેલા શ્રમિકો પોતાના વતન પરત ફરી શકે.

જો કે આ મુદ્દો પણ હવે ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે ટ્રેન મારફતે વતન પરત ફરતાં શ્રમિકો માટે કોંગ્રેસે મહત્વની જાહેરાત કરી છે. કોંગ્રેસે પહેલા તો સરકાર વિરુદ્ધ સૂર ઉઠાવ્યો હતો કે પરપ્રાંતિયો જે રોજનું કમાઈને રોજ ખાય છે તેવા લોકો પાસેથી વતન જવાનું ભાડું સરકાર શા માટે વસુલે છે. પરંતુ ત્યારબાદ કોંગ્રેસ તરફથી એવી ઘોષણા થઈ જેના વિશે કોઈએ કલ્પના પણ કરી ન હતી.

image source

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જાહેરાત કરી છે કે પ્રવાસીઓને વતન પરત ફરવાનો ખર્ચ કોંગ્રેસ કમિટિ ઉઠાવશે. લોકડાઉનનો ત્રીજો તબક્કો આજથી શરુ કરવામાં આવ્યો છે અને વિવિધ રાજ્યોમાંથી સ્પેશિયલ ટ્રેનો પણ શ્રમિકો માટે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનમાં મુસાફરીનું ભાડુ પ્રવાસીઓએ ચુકવવું પડશે તેવી સરકારે ઘોષણા કરી હતી.

કોંગ્રેસે સરકારના આ નિર્ણયની આલોચના કરી હતી અને જણાવ્યું હતું કે જ્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને મફતમાં પ્લેન વડે ભારત લાવી શકાય છે તો સરકાર મજૂરો પાસેથી રેલ્વે ભાડુ શા માટે વસુલે છે. મુશ્કેલની આ સમયમાં સરકાર મજૂરોની રેલ્વે યાત્રાનો ખર્ચ ઉઠાવી નથી શકે તેમ ?

image source

સોનિયા ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે રેલ્વે મંત્રાલય વડાપ્રધાન રિલીફ ફંડમાં 151 કરોડ રુપિયા આપી શકે છે તો મજૂરોને ફ્રીમાં કેમ ન લઈ જઈ શકે. આ સાથે જ કોંગ્રેસે જાહેર કર્યું છે કે કોંગ્રેસ કમિટિ આ મજૂરોના વતન પરત જવાનો ખર્ચ આપશે.