આ અભિનેતાએ 5,6 વાર નહિં, પરંતુ આટલી બધી વાર કરાવ્યો કોરોના ટેસ્ટ, ખરેખર જાણી લો આ પાછળનું કારણ તમે પણ…

દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કહેર ઓછો થવાનું નામ જ નથી લઈ રહ્યો. ભારતમાં આ ખતરનાક વાયરસનો શિકાર મોટી મોટી હસ્તીઓ અને બોલિવુડના કેટલાક કલાકારો પણ બની ચુક્યા છે. તો કેટલાક કલાકારોનો તો આ કોરોના વાયરસે જીવ પણ લઈ લીધો છે.

image source

આ બધાની વચ્ચે બૉલીવુડ અભિનેતા મિલિંદ સોમને ખુલાસો કર્યો છે કે એ અત્યાર સુધી એકવાર નહિ, બે વાર નહિ પણ સાત સાત વાર કોવિડ 19નો ટેસ્ટ કરાવી ચુક્યા છે.

image source

મિલિંદ સોમને આ ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે. એ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. મિલિંદ સોમન સામાજિક અને રાજનૈતિક મુદ્દાઓ પર ઘણીવાર ખુલીને પોતાનો મત પણ આપે છે. એમને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે કે એ અત્યાર સુધી સાત વાર પોતાનો કોવિડ 19 ટેસ્ટ કરાવી ચુક્યા છે. મિલિંદ સોમને એ પાછળના કારણનો પણ ખુલાસો કર્યો છે.

image source

મિલિંદ સોમને પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે કે ” કાલે 7મો કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો. જે નેગેટિવ આવ્યો, લોકલ ઓથોરિટીસના કહેવા પર મારે દર વખતે કોઈ બીજા શહેર કે દેશમાં જતા પહેલા કોવિડ 19 ટેસ્ટ કરાવવો પડે છે.” સોશિયલ મીડિયા પર મિલિંદ સોમનનું આ ટ્વીટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અભિનેતા મિલિંદ સોમનના ઘણા ફેન્સ એમના આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

image source

એ પહેલાં મિલિંદ સોમન સોશિયલ મીડિયા પર પોતાના ન્યૂડ ફોટો શેર કરવાના કારણે ખૂબ જ ચર્ચા રહ્યા હતા. એમને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ન્યૂડ ફોટો શેર કર્યો હતો જેમાં એ દોડી રહેલા દેખાઈ રહ્યા હતા. એમના આ ફોટાને લઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને લોકોએ આપત્તિ પણ વ્યક્ત કરી હતી. એટલું જ નહીં આવો ફોટો શેર કરવાના કારણે અભિનેતા મિલિંદ સોમન વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

image source

મિલિંદ સોમન વિરુદ્ધ અશ્લીલતા ફેલાવવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 4 નવેમ્બરે મિલિંદ સોમને પોતાના જન્મદિવસના અવસર પર એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટામાં મિલિંદ સોમન ન્યૂડ થઈને સમુદ્ર કિનારે દોડતા દેખાઈ રહ્યા હતા. મિલિંદ સોમન હમેશા પોતાના ફેન્સને ફિટનેસ ગોલ આપે છે. અને એ માટે જ પોતાના જન્મદિવસ પર એમને સમુદ્રના કિનારે દોડતા હોય એવો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં મિલિંદ સોમનના શરીર પર એક પણ કપડું નહોતું પહેર્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત