કોરોનાનો હાહાકાર…. શું દેશમાં ફરી લાગશે લોકડાઉન? જાણો આ વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે શું કહ્યું…

દેશમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે, દરેક રાજ્યમાં પ્રતિબંધો વધી રહ્યા છે. વધતા પ્રતિબંધો વચ્ચે, લોકોના મનમાં સવાલ એ છે કે, ત્યાં શું ફરી લોકડાઉન થશે? આ સવાલના જવાબમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર એવા રાજ્યો સાથે સતત સંપર્કમાં છે જેમાં કોરોના કેસ આવી રહ્યા છે.

એપ્રિલથી રસીકરણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે

image source

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગયા વર્ષે કોરોના મેનેજમેન્ટના પગલા બધાએ જોયા છે, જો આ વખતે કોરોનાનું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તે ફેલાશે નહીં. એટલે કે લોકડાઉન લાગુ કરવા કે ન કરવા અંગેનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી. સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. દેશમાં પહેલી એપ્રિલથી રસીકરણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. હવે 45 વર્ષથી વધુ ઉંમરના દરેકને કોરોના રસી મળી શકશે. એટલે કે, હોળીના તહેવાર પછી દેશમાં કોરોના રસીકરણના અભિયાનને વેગ મળી શકે છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી.

લોકોને ફક્ત તેમની નોંધણી કરાવી લેવાની રહેશે

image source

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે લોકોને ફક્ત તેમની નોંધણી કરાવી લેવાની રહેશે અને આ રસી સરકારી-ખાનગી કેન્દ્રો પર સરળતાથી મળી રહેશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 4.85 કરોડ લોકોને રસી આપવામાં આવી છે, જ્યારે લગભગ 80 લાખ લોકોને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પાછલા દિવસે દેશમાં કુલ 32 લાખ કોરોના રસી ડોઝ લગાવવામાં આવ્યા હતા. તમપને જણાવી દઈએ કે આ નિર્ણય રસીકરણનો વ્યાપ વધારવા માટે લેવામાં આવ્યો છે, જ્યારે દરરોજ 40 હજારથી વધુ કેસ આવે છે.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્ર સહિત દેશના એવા અમુક રાજ્યો છે જ્યા કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. જે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેમાં પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, 7થી 22 માર્ચ સુધીમાં પંજાબમાં કેસ ખૂબ ઝડપથી વધ્યા છે. આ સમયગાળા દરમિયાન અહીં 27,018 કેસ નવા સામે આવ્યા છે.

image source

એટલે કે નવા કેસ વધવાની ઝડપ 14.34% છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં આ ઝડપ 3% છે અને ગુજરાતમાં 5.28% છે. મધ્યપ્રદેશમાં 4.48%, હરિયાણામાં 2.91% અને રાજસ્થાનમાં 1.37%ની સ્પીડથી નવા કેસ વધી રહ્યા છે. હાલમા આ 6 રાજ્યોની પરિસ્થિતિ વિકટ બની રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસંમાં ઝડપી વધારો થયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!