કોરોના કાળમાં સમાજમાં મહેકતી થઈ માનવતા: માંગીને ગુજરાન ચલાવતી વૃધ્ધાનું રસ્તા પર થયુ મૃત્યુ, તો યુવકોએ કરી અંતિમક્રિયા

કોરોના વાયરસ જ્યારથી ગુજરાત સહિત દેશમાં ફેલાયો છે ત્યારથી સતત નકારાત્મકતાની ખબરો જ જોવા મળે છે. આ સમય દેશ માટે કપરો કાળ સાબિત થયો છે. કોરોના વાયરસ એટલો ભયંકર છે કે તેનાથી હજારો લોકોના જીવનને બચાવવા માટે સરકારે શરુઆતના તબક્કામાં કડક લોકડાઉન જાહેર કરવું પડ્યું હતું. સરકારના આ લોકડાઉનના કારણે લાખો લોકો મોતના મુખમાં જતા તો બચી ગયા પરંતુ અનેક લોકોની હાલત આ સમયમાં ખૂબ ખરાબ થઈ હતી.

image source

લોકડાઉનના કારણે અનેક લોકોને પોતાના કામ-ધંધામાંથી હાથ ધોવા પડ્યા હતા. અન્ય રાજ્યમાંથી નોકરી કરવા ગુજરાત આવેલા હજારો મજૂરોને લોકડાઉનના કારણે પરત ફરવું પડ્યું. ધંધા રોજગાર પર કોરોના કાળમાં સંકટના વાદળ ઘેરાયા હતા. જો કે આ કપરા સમયમાં સૌથી સારી બાબત એ જોવા મળી કે જ્યારે લોકો પર સંકટ આવ્યું ત્યારે કેટલાક લોકો માનવતા દાખવી મદદ માટે આગળ આવ્યા.

image source

કોરોના રોગ એવો છે કે જેને થાય તેને તેના પરિવારથી પણ દૂર થવું પડે. પરંતુ આ કોરોનાના કાળમાં લોકો માનવતાના ધોરણે એકબીજાની નજીક આવ્યા. લોકડાઉન દરમિયાન અનેક લોકોએ ભૂખ્યાને ભોજન કરાવ્યું, વતન સુધી પહોંચવા આર્થિક મદદ કરી અને નિરાધાર લોકોને સહારો પુરો પાડ્યો. આ કોરોના કાળની નકારાત્કમતા વચ્ચે માનવતા ફરી મહેકી ઊઠી હતી.

image source

આ માનવતા હજુ પણ લોકોના મનમાં જીવંત છે. તેનું તાજું ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું હતું. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર કારેલીબાગ વિસ્તારમાં એક વૃદ્ધા ઘણા સમયથી માંગીને પોતાનું પેટીયું રડતી હતી. તેના પરિવારમાં એક પુત્ર અને બે સભ્યા હતા. તેવામાં માંગીને પરિવારનું પેટ ભરનાર આ વૃદ્ધાએ જ થોડા દિવસ પહેલા રસ્તા પર જ અંતિમ શ્વાસ લીધા. વૃદ્ધાનું મોત થતા આ વિસ્તારના કેટલાક માનવતાવાદી યુવકોએ જાણ્યું કે તેનો પુત્ર અને અન્ય કુટુંબીજન તેના અંતિમ સંસ્કાર કરવા પણ સક્ષમ નથી તો તેઓ મદદ માટે આગળ આવ્યા.

image source

વિસ્તારના યુવકોએ વૃદ્ધાના અંતિમ સંસ્કારની તમામ વ્યવસ્થા કરી આપી અને એટલું જ નહીં તેણે ગરીબ વૃદ્ધાને કાંધ આપી અને તેના અંતિમ સંસ્કાર પણ વિધિવત કરાવ્યા હતા. આ કારણે આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત