દર્દીની સારવાર માટે ખૂટી પડી હોસ્પિટલ તો ઊભા કરાયા ટેંટ, શું આ ત્રીજી લહેરનો છે સંકેત?

કોરોના વાયરસનો પ્રકોપ હજુ અટક્યો નથી અને તેના નવા વેરિયંટે ચિંતા વધારી દીધી છે. કોરોનાનો ડેલ્ટા વેરિયંટ હવે દુનિયાભરના દેશોને હંફાવી રહ્યો છે. દુનિયાભરમાં કોરોનાનો ડેલ્ટા વેરિયંટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિયંટે પહેલાથી જ ભારતની સ્થિતિ ખરાબ કરી દીધી હતી. બીજી લહેર દરમિયાન આ વેરિયંટના કારણે તબાહીની સ્થિતિ ચારેતરફ જોવા મળી હતી. હવે આ વેરિયંટે ઓસ્ટ્રેલિયામાં જોખમ ઊભું કર્યું છે. સિડનીમાં આ સમયે રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.

image soucre

સિડનીમાં કોરોનાની સ્થિતિ એટલી ભયાનક સ્વરુપ ધારણ કરી ચુકી છે કે હવે હોસ્પિટલોમાં બેડની ખામી સર્જાઈ છે. આ ખામીને દૂર કરવા માટે પ્રશાસન આઉટડોર ટેંટ બનાવી તેમાં દર્દીઓને સારવાર આપી રહ્યું છે. હવે આ ટેંટમાં પણ કોવિડના દર્દીઓની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સિડનીમાં 1029 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. જેમાં ગ્રેટર સિડનીમાંથી 838 કેસ નોંધાયા હતા.

image source

ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે તે ચિંતાનો વિષય એટલા માટે છે કે કારણ કે અહીં રસીકરણ પણ ઝડપથી કરવામાં આવ્યું છે. આંકડા અનુસાર અહીં 16 વર્ષથી વધુની વયના 32 ટકા લોકોને રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે જ્યારે 54 ટકા એવા લોકો છે જેમને પહેલો ડોઝ મળ્યો છે. તેવામાં ઓસ્ટ્રેલિયા પાસે એક મોટું કવચ છે પરંતુ તેમ છતાં ડેલ્ટા વેરિયંટ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે અને દુનિયાના દેશ સહિત વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાને પણ ચિંતામાં મુકી રહ્યું છે.

image source

જાણકારી મળ્યાનુસાર ઓસ્ટ્રેલિયાએ તો કોરોનાને મ્હાત આપવા માટે ગત વર્ષથી તૈયારીઓ શરુ કરી દીધી હતી. 2000થી વધુ વેંટિલેટર તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ડેલ્ટાના કારણે અહીં કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્રને પણ લાગી રહ્યું છે કે સ્વાસ્થ્ય સેવાઓ પર વધારે જરૂરીયાતો છે. આ સાથે જ અહીમ ઈમરજન્સીસેવાઓ વધારવામાં આવી રહી છે પરંતુ તેમ છતા ડેલ્ડા વેરિયંટનો પડકાર ખૂબ મોટો છે જેના કારણે ઓસ્ટ્રેલિયામાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતી જણાય છે.

image source

આ સાથે જ ઓસ્ટ્રેલિયાના ઘણા વિસ્તારોમાં કડક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે અને લોકોને ઘરમાં જ રહેવા આદેશ કરી દેવામાં આવ્યો છે. હાલ મેલબર્નની સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. અહીં પણ કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.