લોકોને લોકડાઉનમાં શું કરવું જોઈએ તે ન સમજાતું હોય તો માનો ધર્મેન્દ્રની આ સલાહ

બોલિવૂડમાં દાયકાઓ સુધી રાજ કરનાર સુપરસ્ટાર ધર્મેન્દ્ર હવે ખેડૂત બની ગયા છે. સાંભળીને નવાઈ લાગશે પરંતુ આ વાતની સાક્ષી પુરે છે તેમણે શેર કરેલા વીડિયો જેમાં તેઓ ખેતી કરતાં જોવા મળે છે.

image source

ધર્મેન્દ્ર અગાઉ પણ પોતાના ફાર્મહાઉસના વીડિયો શેર કરી ચુક્યા છે તેવામાં હાલમાં તેમણે એક મસ્ત વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે દેખાડ્યું છે કે તે કેવી રીતે ખેતી કરે છે. ધર્મેન્દ્ર કહે છે કે તેનાથી તેની કસરત પણ થઈ જાય છે.

આ વીડિયો શેર કરી ધર્મેન્દ્રએ કેપ્શનમાં લખ્યું છે કે આ વીડિયો કોરોનાના સમયમાં લોકોને પ્રેરિત કરવા માટે શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ધર્મેન્દ્ર ખેતીમાં વ્યસ્ત રહે છે. તેમણે પોતાના બગીચામાં થોડા દિવસો પહેલા શાકભાજી ઉગાડ્યું હતું. તેનો વીડિયો પણ તેમણે શેર કર્યો હતો. આ વીડિયોમાં પણ તે ખુબ જ ખુશ દેખાય છે.

મહત્વપૂર્ણ છે કે બોલિવૂડના હીમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર 84 વર્ષના છે પરંતુ તે એકદમ ફીટ છે. વીડિયો શરુ થાય છે ત્યારે કેમેરો ધર્મેન્દ્ર પર આવે છે ત્યારે તેઓ કહે છે કે, મિત્રો કેમ છો. આ નાનકડું ખેતર છે જેને હું જેમતેમ કરી ખેડી લઉં છું અને તેનાથી કસરત પણ થઈ જાય છે.

તેમણે વધુમાં લખ્યું છે કે કોરોના વાયરસથી લડાઈ માટે તમારે માનસિક રીતે મજબૂત રહેવું જોઈએ ત્યારબાદ તેમણે એક પંક્તિ લખી છે કે, જૂનૂન હૈ જાબાંઝ હૈ હમ… આફત એ કોરોના તેરે કાતિલ…. ઈંસાનિયત કે આલમબદાર હૈ હમ….

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

આ પહેલા 34 સેકન્ડનો એક વીડિયોમાં ધર્મેન્દ્રએ તેના બગીચાની એક ઝલક દેખાડી હતી. તેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી જોવા મળ્યા હતા. તે લગભગ દરેક પ્રકારના શાક ઉગાડે છે. વીડિયો પૂરો થાય ત્યારે ખુદ ધર્મેન્દ્ર હાથમાં ફ્લાવર લઈ ઊભા જોવા મળ્યા હતા. આ વીડિયો તેમણે ટ્વીટર પર શેર કર્યો હતો. જેને યૂઝર્સએ ખુબ પસંદ કર્યો હતો અને કોમેન્ટસ પણ કરી હતી.