ઢોકળીનું શાક – ઢોકળીનું શાક ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે…

ઢોકળી ગુજરાતની વિશિષ્ટ વાનગીઓમાંની એક છે. આ ગુજરાતી વાનગી ગુજરાત જેટલી જ ગુજરાત બહાર પણ લોકપ્રિય છે. તમે ઘરે ઢોકળી તો બનાવતા જ હશો પણ આજે આ નવી સ્ટાઈલથી ઢોકળી નું સાક બનાવી જુઓ, વધારે ટેસ્ટી લાગશે.

ઢોકળી નું શાક

*સામગ્રી *

  • – 1વાટકી ચણા નો લોટ
  • – 1/2 વાટકી છાસ
  • – 1 ચમચી લસણ ની પેસ્ટ
  • – 2 ચમચી લાલ મરચું
  • – 1/2 ચમચી હળદર
  • – 1 ચમચી ધાણા પાવડર
  • – 3-4 ચમચી તેલ
  • – રાઈ,જીરું વઘાર માટે
  • – મીઠું સ્વાદાનુસાર
  • – પાણી જરૂર મુજબ
  • – કોથમીર ગાર્નિશ માટે અને ઢોકળી માં ઉમેરવા ….
  • – 2 ચમચી કાંદો

રીત :

1.એક પેન માં 1વાટકી ચણા નો લોટ ,1/2 વાટકી છાસ લઇ તેમાં લાલ મરચું,હળદર,મીઠું ઉમેરી સતત હલાવો પેન છોડે ત્યાં સુધી હલાવવું …ત્યારબાદ થાળી માં તેલ લગાવી ને આ મિશ્રણ પાથરી દો. મનપસંદ આકાર મા ઢોકળી પાથરી દો…

2..પછી કડાઈ મા ૨ ચમચી તેલ મૂકો. તેલ મૂકી માં કાંદો,રાઈ,જીરું નો વઘાર કરીતેમાં લસણ ની પેસ્ટ ઉમેરો.અને છાસ નો વઘાર કરો.અને .તેમાં હળદર,મીઠું,ધાણા ઉમેરો.બધા મસાલા કરો.લીંબુ નો રસ જરૂર લાગે તો જ નાખો.છાસ એકદમ ઉકળી જાઈ એટલે તેલ બનાવેલી ઢોકળી ઉમેરો.અને ૨ મિનિટ બાદ ગેસ ઓફ કરો.ઉપર કોથમીર થી ગાર્નિશ કરો.

3…ગરમ ગરમ શાક રોટલી,રોટલા,ભાખરી,પરોઠા બધા સાથે ભાવશે…

નોંધ :

– ઢોકળી બનાવતી વખતે જેટલો લોટ લઇએ એટલું અડધું પાણી અથવા છાસ ઉમેરવા …

– તમે પંજાબી ટચ આપવા માંગતા હોવ તોકાંદા ટામેટાની ની ગ્રેવી લઇ શકો છો ….


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.