લોકડાઉન બાદ પ્રેમિકાને મળવાની ઉતાવળ ડોક્ટરને ભારે પડી, દર 15 મિનિટે ફોન કરીને જીદ કરતો હતો, અને અંતે આ રીતે થયુ કરુણ મોત

લૉકડાઉન બાદ પ્રેમિકાને મળવાની ઉતાવળ ડોક્ટરને ભારે પડી, દર 15 મિનિટે ફોન કરીને જીદ કરતો હતો

image source

ઘણીવાર આપણી જ ભૂલો આપણને મોતના મુખમાં ધકેલી દેતી હોય છે, અજાણતા જ આપણે આપણી જીદના કારણે આપણા જીવ પર જોખમ ઉભું કરી દઈએ છીએ. આવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશથી સામે આવ્યો છે. ઘટના જરાક એમ છે કે અહીં પોતાની પ્રેમિકાને મળવાની ઈચ્છા ધરાવતા એક ડોક્ટરને પોતાની ભુલના કારણે જીવથી હાથ ધોવા પડયા હતા. અચાનક જ અડધી રાત્રે 3.30 કલાકે પોતાની પ્રેમિકાને મળવા માટે કોઈને પણ જણાવ્યા વગર ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશવાની કોશિશ કરી હતી. પણ એને કદાચ જ ખબર હશે કે આ પ્રયત્ન એના જીવનનો અંતિમ પ્રયત્ન થઇ પડશે.

બંને પ્રેમીઓ અહી સાથે જ ઇન્ટર્નશિપ કરી રહ્યા હતા

image source

આ ચોંકાવનારી ઘટના ઈન્દોરમાં શનિવારની રાત્રે બની હતી. આ ઘટનામાં આયુષ નામનો યુવક ઈન્ડેક્સ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો અને ત્યાંથી છુપાઈને જવા માટે એણે ફિલ્મી ઢબે પાઈપથી ઉપર ચડવાનો પ્રયાસ કર્યો હતો. ચોથા માળ સુધી પહોચ્યા પછી પ્રેમિકાના રૂમમાં જઈ શકે એ પહેલા જ પાઈપ તૂટી ગઈ હતી. પાઈપ તુટતાની સાથે જ આયુષ નામનો આ યુવક ચોથા માળેથી ઉંધા માથે પડતા જ એનું મોત નીપજ્યું હતું.

image source

ઉલ્લેખનીય છે કે બેતુલનો 24 વર્ષીય આયુષે આ કોલેજમાં જ એમબીબીએસ કર્યું હતું અને હવે તે ઈન્ટરશિપ કરી રહ્યો હતો. જો કે તેની પ્રેમિકા પણ અહી જ ઈન્ટર્નશિપ કરી રહી હતી. જો કે લોકડાઉનના કારણે તેની પ્રેમિકા પોતાના ઘરે ચાલી ગઈ હતી અને હાલમાં અનલોક દરમિયાન એક દિવસ પહેલા જ ગામથી હોસ્ટેલ પરત આવી હતી.

ખાનગી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો

image source

આયુષ નીચે પટકાયો ત્યારે કોઈને પણ કોઈ કારણોસર અવાજ ન આવ્યો. જો કે થોડા સમય બાદ જ્યારે પાઈપમાંથી પાણી વહેવા લાગ્યું, તો હોસ્ટેલની એક મહિલા ગાર્ડ ત્યાં પાઈપની તપાસ કરવા માટે પહોંચી ગઈ હતી. આ મહિલા ગાર્ડે આયુષને ત્યાં નીચે જમીન પર પટકાયેલો જોયો હતો. જો કે ત્યારબાદ આ જાણકારી ફેલાતા હોસ્ટેલમાં રહેતી યુવતીઓની ભીડ જામી અને યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

યુવતી બેભાન થઈને ત્યાં જ પડી ગઈ

image source

મળતી માહિતી મુજબ આ યુવક યુવતીને દર 15 મિનિટે ફોન કરીને મળવા માટેની જીદ કરતો હતો. પણ પ્રેમિકા રાત્રે મળવા તૈયાર ન થઇ અને એણે એને સવારે મળવા માટે કહ્યું હતું. જો કે આયુષ આ વાત માન્યો ન હતો અને અડધી રાત્રે જ એ પરેમિકાને મળવા પહોચી ગયો હતો. આયુષની પ્રેમિકા એને સવારે મળવાનું કહીને સુઈ ગઈ હતી. પણ જ્યારે સવારે ઊંઘ પૂરી કરીને ઉઠી તો એને આ ઘટના વિશે જાણ થતા જ એ ત્યાં દોડી આવી હતી અને આયુષને જોતા જ બેભાન થઈને ત્યાં જ પડી ગઈ હતી.

image source

જો કે પછી હોસ્ટેલ મેનેજમેન્ટ દ્વારા યુવતી સાથે એની મિત્રોને રહેવા જાણ કરાઈ હતી તેમ જ યુવતીના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત