અહિંયા બનશે દેશનો સૌથી મોટો ડોગ પાર્ક, અત્યાધુનિક સુવિધાઓ વિશે વાંચીને તમને પણ થઇ જશે ઇચ્છા

ડોગ લવર્સ માટે સારા સમાચાર – નોઇડામાં બનવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો ડોગ પાર્ક – અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે

આજના સમયમાં ઘણા બધા લોકો પોતાના ઘરમાં કૂતરા પાળતા હોય છે. તો વળી ઘણી બધી જગ્યાઓએ સેવાભાવી લોકો શેરીઓ કે રસ્તા પર ફરતા કૂતરાઓનું પણ ધ્યાન રાખતા હોય છે. આવા કૂતરાઓને આ સેવાભાવી લોકો સવાર સાંજ જમવાનું આપતા હોય છે તે ઉપરાંત જો તેમને વાગ્યું કર્યું હોય કે પછી કોઈ બીમારી હોય તો તેની પણ સારવાર કરાવતા હોય છે.

image source

એક સંશોધન પ્રમાણે જો ઘરમાં કૂતરુ પાળવામાં આવે તો તે માણસના સ્વાસ્થ્ય માટે હીતકારી માનવામાં આવ્યું છે. તેનાથી એક તો માણસને એકલતા નથી લાગતી બીજું કે તેના કારણે જે હલનચલન થાય છે તેના લીધે વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. વિદેશોમાં કૂતરા માટે ઘણા બધા નાના-મોટા પાર્ક બનાવવામાં આવે છે જ્યાં કૂતરાઓ ફરી શકે, તેમની સારવાર પણ થઈ શકે પણ ભારતમાં આવા પાર્ક ઘણા ઓછા છે. પણ હવે ડોગ લવર્સને ભારમતાં આ ખોટ નહીં વર્તાય કારણ કે ભારતમાં દેશનો સૌથી મોટો ડોગ પાર્ક બનવા જઈ રહ્યો છે.

image source

ડોગ લવર્સ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જાણકારી મળી છે તે પ્રમામે ઉત્તર પ્રેદશના નોઇડામાં હવે દેશનો સૌથી મોટો ડોગ પાર્ક બનવાની તૈયારી કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ક નોઇડાના સેક્ટર 137માં પ્રસ્તાવિત છે. જ્યાં અત્યાધુનિક સેવાઓ પુરી પાડવામાં આવશે. આ પાર્ક ઇન્ટરનેશનલ માનાંકો પર આધારિત રહેશે.

image source

પાર્કમાં કૂતરાના ચાલવા ઉપરાંત ત્યાં જિમ, ચિકિત્સા અને અનેક પ્રકારના ખવાપીવાની સુવિધા પણ હાજર હશે. લગભગ 4 એકડ જમીન પર આ વિશાળ પાર્ક બનાવવામાં આવશે. આ પાર્કનું સંચાલન સુચારુ રીતે થઈ શકે તે માટે પ્રાધિકરણે આ પાર્કની ઠેકેદારી આપવાનું નક્કી કર્યુ છે. તેવામાં કેટલીક પ્રાઇવેટ એજન્સી આ પાર્કની દેખરેખ કરશે.

image source

તમને જણાવી દઈએ કે દેશમાં આ પહેલો ડોગ પાર્ક નથી, પણ નોઇડામાં પ્રસ્તાવિત આ ડોગ પાર્ક દેશનો સૌથી મોટો પાર્ક હશે. આ પહેલાં તેલંગાણામાં એક ડોગ પાર્ક બનાવવામાં આવ્યો છે. જે ગ્રેટર હૈદરાબાદમાં નગર નિગમ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ પાર્ક 1.3 એકડમાં ફેલાયેલો છે અને તેને બનાવવા પાછળ 1.1 કરોડ રૂપિયા ખર્ચવામા આવ્યા હતા. આ પાર્કમાં કૂતરાઓ માટે ચિકિત્સા સેવાઓની સાથે સાથે જીમ તેમજ બીજી કેટલીક સુવિધાઓ પણ છે. તેવામાં હવે નોઇડામાં બનનારો આ પાર્ક પણ ચર્ચામાં છે જેને ઇન્ટરનેશનલ માનાંકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. તેમા દરેક પ્રકારની અત્યાધુનિક સેવાઓ આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત