જાણો શું કામ દિલ્હીમાં દારૂના વેચાણ માટે ઇ ટોકન સિસ્ટમની શરૂઆત કરવી પડી..

દિલ્લીમાં દારૂના વેચાણ માટે ઇ ટોકન સિસ્ટમની શરૂઆત – આ રીતે થશે કામ

image source

કોરોના વાયરસને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગને જાળવી રાખવા અને દારુની દુકાનો પર ભીડ ઉભી ન થાય તે હેતુથી દિલ્લી સરકારે ગુરુવારે ઇ-ટોકન સેવા શરૂ કરી છે, જેમાં લોકોને કોઈ પણ નજીકની દારુની દુકાન પરથી દારુ ખરીદવા માટે નક્કી કરેલો સમય આપવામા આવશે. દીલ્લી સરકારે એક નિવેદન આપ્યું છે કે તેમણે ઇ ટોકન સિસ્ટમ શરૂ કરી લોકોને લાંબી લાઈનોથી બચાવવા માટે આ નિર્ણય લીધો છે.

જો દીલ્લીમા રહેતા હોવ અને તમારે દારૂ ખરીદવો હોય તો તમે આ વેબ લિંક પર જઈને દુકાન પર દારુ ખરીદવા માટેનો સમય લઈ શકો છો. તમને દુકાન પર જવાના સમયની એક ઈ-ટોકન તમારા મોબાઈલ પર મોકલવામાં આવશે. નક્કી કરેલા સમય દરમિયાન તમે દુકાન પર જઈ તમારી દારુની ખરીદી કરી શકો છો આ રીતે તમારે લાંબી લાઈનમાં પણ નહીં ઉભું રહેવું પડે. વેબ લીંક પર તમારું નામ અને મોબાઈલ નંબરની સાથે સાથે તમારી નજીકની દુકાનનું સરનામું પણ તમારે નાખવાનું રહેશે.

image source

આ રીતે કરી શકો છો એપ્લિકેશન

– દારુ ખરીદવા ઇચ્છતા લોકોએ https://www.qtoken.in/ આ લીંકના માધ્યમથી ઇ ટોકન માટે એપ્લિકેશન કરવાની રહેશે.

– ઉપયોગકર્તાઓએ પોતાનું નામ તેમજ ફોન નંબર આપવાના રહેશે, ત્યાર બાદ ઇ-ટોકન ફોન પર મોકી દેવામાં આવશે.

– દિલ્લી સરકારના આદેશ પ્રમાણે, લાઈનમાં ઉભા રહેલાલા લોકો માટે પણ ટોકન બહાર પાડવામાં આવશે.

આવું શા માટે કરવામાં આવ્યું ?

image source

ઇ-ટોકન સિસ્ટમની મદદથી સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવામાં મદદ મળશે અને સાથે સાથે દારુની દુકાન પર દારૂ ખરીદવા આવેલા દરેક ઇ-કુપન ધરાવનારને લાંબી લાઈનમાં ઉભું નહી રેહવું પડે અને સમય નક્કી કરવામાં મદદ મળશે.

લોકોએ વેબ લિંક પર ઇ-ટોકન માટે આવેદન કરતી વકતે પોતાનો મોબાઈલ નંબર અને અન્ય વિગતો આપવાની રહેશે તેમજ પોતાના વિસ્તારમાં આવેલી દારૂની દુકાનનું સરનામું પણ લખવાનું રહેશે.

જો કે ઇ-ટોકન માટે બનાવવામાં આવેલી વેબસાઇટ લોન્ચ થવાના થોડાક કલાકોમાં ક્રેશ થઈ ગઈ હતી. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સાઇટ લોન્ચની ઘોષણા બાદ થોડાંક સમયની અંદર જ તેના પર હાઇ ટ્રેફિકના કારણે આ લિંક હાલ કામ નથી કરી રહી.

image source

કેન્દ્ર સરકારના માર્ગદર્શનો બાદ દિલ્લી સરકારે સોમવારથી લગભગ 200 દુકાન ખોલવાની મંજુરી આપી છે. જો કે કેટલાક વિસ્તારોમાં લાંબી લાઈનો તેમજ ટોળા ભેગા થતાં માત્ર 50 દુકાનો ખોલવાની જ મંજુરી મળી છે.

એક સરકારી આદેશ પ્રમાણે દારુની દુકાનો બહાર લાઈનમાં ઉભા રહેતા લોકોને પણ કૂપન આપવામાં આવશે. સાથે સાથે ભીડને અંકુશમાં રાખવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા અને વધારે બેરિકેડ્સનો ઉપયોગ કરવા માટે માર્શલોને પણ તેનાત કરવામાં આવશે.

image source

દિલ્લીમાં દારુની મોટા ભાગની કીંમત પર ટેક્સ વસુલવામાં આવે છે. એટલે કે દારૂના વેચાણ પર 70% કરતાં વધારે કર વસુલવામાં આવે છે. દિલ્લીમાં 864 દારૂની દુકાન છે, જેમાંથી 475 તો સરકારી વિભાગની છે, જે પર્ય઼ટનથી લઈને ઔદ્યોગિક અને બુનિયાદી માળખા વિકાસ વિભાગ હેઠળ આવે છે. બાકીની 389 દુકાનો ખાનગી વ્યક્તિઓ તેમજ ઉદ્યોગો ચલાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત