ઈમોશનલ કહાની, દાદા-દાદીએ કરી અપીલ, કેનેડાથી ભારત આવેલા પૌત્રને 17 વર્ષથી રૂમમાં બંધ રાખ્યો છે, હવે….

હાલમાં એક ખુબ જ ઈમોશનલ કહાની વાયરલ થઈ રહી છે અને જે સાંભળીને દરેક લોકો રડી રહ્યા છે. કારણ કે આ એક એવા દીકરાની વાત છે કે જે ઘણા વર્ષોથી એક રૂમમાં બંધ છે અને હવે તેને મૂક્ત કરવાની વાત કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ કહાની. આ વાત છે પંજાબના ગુરદાસપુર જિલ્લાની કે જ્યાં એક વ્યક્તિને તેના દાદા-દાદી એક ઓરડામાં બંધ કરીને રાખે છે. તેને લીધે વૃદ્ધ દંપતિ હવે પરેશાન થઈ ચુક્યું છે અને તેમણે પોતાના પૌત્રને તેના માતા-પિતા પાસે કેનેડા પરત મોકલી આપવા સરકારને વિનંતી કરી છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે તેમનો આ પૌત્ર કેનેડાનું નાગરિકતા ધરાવે છે. જ્યારે વૃદ્ધ દંપતિ પણ તેની દેખરેખ રાખવા માટે સક્ષમ નથી અને જેમા કારણે હવે આ વાતનું કંઈક સોલ્યુશન લાવો. જો વિગતે વાત કરીએ તો આ કહાની છે બટાલા નિવાસી રાજિંદર કુમારની. જે પોલીસના CID વિભાગમાંથી નિવૃત્ત થયા છે. રાંજિંદર કુમારે જણાવ્યું કે વર્ષ 2000માં તેમણે પોતાના મોટા દીકરા અરિવંદને અભ્યાસ માટે કેનેડા મોકલ્યો હતો.

image source

અરવિંદે વર્ષ 2002માં કેનેડાની નાગરિકતા હાંસલ કરી લીધી અને બાંગ્લાદેશની એક છોકરી સાથે લગ્ન કરી લીધા. બન્નેને લગ્ન પછી એક દિકરો પણ થયો. હવે બન્યું એવું કે વર્ષ 2004માં તેમના છૂટાછેડા થઈ ગયા અને તેમણે પોતાના 8 મહિનાના દીકરા સિદ્ધાર્થને અહીં ભારતમાં તેમની પાસે છોડી દીધો.

image source

દાદા-દાદી કહે છે કે પૌત્રને જોઈને અમે ઘણા ખુશ થઈ ગયા અને તેના પાલન-પોષણ કરવા તૈયાર થઈ ગયા. પણ વિધીએ કંઈક અલગ જ વિધાન લખ્યાં હતા. જ્યારે તે મોટો થયો ત્યારે ખબર પડી કે તેની માનસિક સ્થિતિ ઠીક નથી. ડોક્ટરો પાસે તપાસ કરાવી પણ તેની સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી આવ્યો. જો કે હવેની પરિસ્થિતિની વાત કરીએ તો તે આશરે 17 વર્ષનો થઈ ગયો છે અને તેની વિવિધ પ્રકારની હરકતોને લીધે તેને રૂમમાં બંધ રાખવો પડીવ રહ્યો છે. તેને લીધે અમારે પણ અમારી જાતને ઘરમાં કેદ થવાની ફરજ પડી છે.

image source

દાદા દાદી આગળ વાત કરતાં કહે છે કે તેની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અમારે રૂમમાં જેલ જેવી બેરેક બનાવવી પડી છે. અમારે તેને સાંકળથી બાંધીને રાખવો પડે છે. રાજિંદર કુમાર કહે છે કે હવે અમે પરેશાન થઈ ચુક્યા છીએ. માટે ભારત સરકારને અપીલ છે કે પૌત્રને તેના માતા-પિતા પાસે કેનેડા મોકલી દેવામાં આવે. અગાઉ ક્યારેક ક્યારેક અરવિંદનો ફોન આવતો હતો, પણ છેલ્લા પાંચ વર્ષથી તેનો કોઈ જ સંપર્ક થયો નથી.

image source

હવે અમે અમારી પાછળની જીંદગી શાંતીથી પસાર થવા માંગી છીએ. કૃપા કરી મદદ કરો. ત્યારે હવે તેમની આ વાત સરકાર પાસે પહોંચે અને તેને મદદ કરે એવી સૌ કોઈ લોકોની આશા છે અને બધા એવું જ ઈચ્છે કે તેમને આ બંધનમાંથી હવે મુક્તિ મળે. ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે આ બાળકને હવે ક્યારે બંધનમાંથી મૂક્તિ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!