એક, બે કે ત્રણ નહીં આ મહિલા આપશે એકસાથે સાત બાળકોને જન્મ, સરકારે સ્વાગત માટે કરી છે વિશેષ સગવડ

સામાન્ય રીતે મહિલાઓની ગર્ભાવસ્થા દરમિયાન તેના ગર્ભમાં એક બાળકનો વિકાસ થઈ રહ્યો હોય છે. એવા પણ કિસ્સા સામે આવતાં હોય છે કે મહિલા બે કે ત્રણ બાળકોને એકસાથે જન્મ આપતી હોય છે. પરંતુ આજે અહીં જે કિસ્સા વિશે વાત થઈ રહી છે તે ઘણો નવાઈ પમાડનારો છે. અહીં એક મહિલાનાં ગર્ભમાં એક સાથે સાત બાળકોનો વિકાસ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

image source

જાણવા મળી રહ્યું છે કે આ કિસ્સો આફ્રિકાથી સામે આવ્યો છે. આફ્રિકાનાં માલીમાં એક મહિલાના ગર્ભમાં એકસાથે સાત બાળકો તેનાં જન્મવાની રાહ જોઇ રહ્યાં છે. આ વાતની જાણ ડોક્ટરોને થતાં તેમણે જણાવ્યું હતું કે એક સાથે સાત બાળકો ગર્ભમાં ઉછરી રહ્યા હોવાની બાબત અસાધારણ છે. આથી મહિલાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેનાં સારસંભાળ માટે માલીની સરકાર મહિલાને મોરકકો મોકલવાની તૈયારી કરી રહી છે.

image source

આ રીતે એકસાથે સાત બાળકોનો ગર્ભમાં ઉછેર થઇ રહ્યો હોવાની ઘટના માલીમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ આ મહિલા છેલ્લા બે સપ્તાહથી પાટનગર બમાકોની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. અસાધારણ ગર્ભાવસ્થાની સ્થિતિનું સતત મોનિટરિંગ કરતા રહેવું જરુરી બન્યું છે. સ્થાનિક મીડિયા દ્વારા મળતી માહિતીમાં મુજબ આ મહિલાની ઉંમર ૨૫ વર્ષ છે અને આ મહિલાનું નામ જણાવવામાં આવ્યું નથી.

image source

જાણવા મળી રહ્યું છે કે તે માલીના ઉત્તરમાં આવેલા ટિંબકટુની રહેવાસી છે. આ મહિલાની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવવાનું નક્કી કર્યું છે. આ રીતે કોઈ મહિલા એકસાથે સાત બાળકોને જન્મ આપશે તેવા સંજોગોમાં પણ દરેક બાબતનું ધ્યાન રાખવું મહત્વનું બની જાય છે. આ પરિસ્થિતીમાં કોઈ પણ જાતનું રિસ્ક લેવું જીવનું જોખમ ઉભુ કરે છે. આ મહિલા પર આવનારી સંભવિત આફતમાં મદદ માટે માલીના અનેક લોકોએ ઓફર કરી છે.

image source

જાણવા મળી રહ્યું છે કે એક સાથે આટલા વધુ સંખ્યામાં શિશુ ગર્ભમા ઉછરી રહ્યાં હોય અને પછી જન્મ આપ્યો હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે. ૧૯૯૮માં સાઉદી એરબિયાની ૪૦ વર્ષની એક મહિલા એકસાથે સાત બાળકોની માતા બની હતી. આ પછી 2008માં પણ ઇજીપ્તમાં ૨૭ વર્ષની એક મહિલાએ સાત બાળકોને જ્ન્મ આપ્યો હતો અને આ બધાં બાળકો સ્વસ્થ હતાં.

image source

આ બાબતે માલીના આરોગ્ય ખાતા દ્વારા અપાયેલી માહિતી મુજબ આમ તો ઘર આંગણે પણ સારવાર મળી શકતી હતી પરંતુ આ કેસ થોડો વધારે ગંભીર જણાઈ રહ્યો છે કારણ કે અહીં એક, બે કે ત્રણ નહીં પણ સાત બાળકોનાં જીવનો અને આ ઉપરાંત તે મહિલાનાં જીવનો સવાલ છે. આથી આ વિશિષ્ટ પરીસ્થિતિમાં મહિલાને સારી ચિકિત્સાની જરુર હોવાથી આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *